ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સં-યોજના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = સંયુક્તિ
|next = સંરચના
}}

Latest revision as of 15:57, 8 December 2021


સં-યોજના (Collage) : વર્તમાનપત્રના ટુકડાઓ, કપડાં અને પાંદડાંઓ જેવી જુદા જુદા પ્રકારની વસ્તુઓને ચોંટાડીને તૈયાર કરેલા ચિત્રને ચિત્રકલાક્ષેત્રે સં-યોજના તરીકે ઓળખવામાં આવે છે. ચિત્રકલાક્ષેત્રથી સાહિત્યક્ષેત્રે આવેલી આ સંજ્ઞા વિવિધ ઉલ્લેખો, નિર્દેશો, અવતરણો અને વિદેશી વાક્યખંડોના સંમિશ્રણ માટે વપરાય છે. સર્રિયાલિઝમ-પરાવાસ્તવવાદનો પ્રભાવ અહીં કારણભૂત છે. આધુનિક કવિતા અને નવલકથામાં આ તરીકો અપનાવાય છે. જેમકે રાધેશ્યામ શર્માની નવલકથા ‘સ્વપ્નતીર્થ’ના પ્રારંભમાં આવતો વર્તમાનપત્રનો ઉતારો. ચં.ટો.