ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવાદકાવ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંવાદકાવ્ય'''</span> : વિષય, વિચાર કે ભાવની વિશેષ અભિવ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = સંવાદ | |||
|next = સંવાદખંડો | |||
}} |
Latest revision as of 16:10, 8 December 2021
સંવાદકાવ્ય : વિષય, વિચાર કે ભાવની વિશેષ અભિવ્યકિત માટે સીધેસીધું આત્મલક્ષી કથનનું સ્વરૂપ છોડી કોઈક ઘર્ષણગર્ભ નાટ્યસ્થિતિનો કવિ સ્વીકાર કરે છે અને એમાં એકાધિક પાત્રમુખે સંવાદો મૂકી કાવ્યનો વિકાસ કરે છે. આને સંવાદકાવ્યના પ્રકાર તરીકે ઓળખી શકાય. સંવાદોનાં પરસ્પરાવલંબનમાંથી પ્રગટ થતી પાત્રોની વ્યક્તિરેખાઓ અને ભાવસ્થિતિની નાટ્યક્ષણ એમાં પ્રમુખ હોય છે. ઉમાશંકર જોશીનાં ‘પ્રાચીના’માં ‘કર્ણકૃષ્ણ’ ઉપરાંત અન્ય રચનાઓ આનાં ઉદાહરણ છે.
ચં.ટો.