ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યયુગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સાહિત્યયુગ(Literary era)'''</span> : સાહિત્યના ઇતિહાસકારો ચર્ચ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સાહિત્યમાં સોરાબરરુસ્તમી
|next= સાહિત્યવાદ
}}

Latest revision as of 08:44, 9 December 2021


સાહિત્યયુગ(Literary era) : સાહિત્યના ઇતિહાસકારો ચર્ચાની સગવડ ખાતર સાહિત્યના ઇતિહાસને વિભાગો કે ખંડોમાં વહેંચે છે, આ ખંડ ‘યુગ’ તરીકે ઓળખાય છે. નવાં પરિવર્તનો અને વિભેદક લક્ષણોથી ‘યુગ’ વિશિષ્ટ હોય છે. પણ ઘણીવાર આ વિભાગો યાદ્દચ્છિક હોય છે. સાહિત્યિક ધોરણો સાથે સીધા સંકળાયેલા નથી હોતા; તેમજ ઘણીવાર ગેરમાર્ગે દોરનાર પણ સાબિત થાય છે. વળી, આ વર્ગીકરણ પાછળ ઘણીવાર સાહિત્ય સિવાયની અન્ય માનવપ્રવૃત્તિનો આધાર હોય છે. સાહિત્યના ઇતિહાસમાં એક રીતે જોઈએ તો ‘યુગ’ માત્ર માર્ગદર્શક છે; વિકાસનો એક તબક્કો છે, જેમાં સાહિત્યનિયમોનું કોઈ એક વ્યવસ્થાતંત્ર આધિપત્ય ભોગવતું હોય છે. દરેક યુગમાં વ્યતીત યુગનાં લક્ષણોનું અનુસન્ધાન અને આવનાર યુગનાં લક્ષણનો અણસાર જોઈ શકાય છે. એ રીતે ‘યુગ’ની એકતા સાપેક્ષ છે. ચં.ટો.