ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી સાહિત્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 162: Line 162:
પ્રિયકાન્ત મણિયાર(૧૯૨૭-૧૯૭૬), હસમુખ પાઠક (૧૯૩૦-૨૦૦૬), અને નલિન રાવળ(૧૯૩૩-૨૦૨૧)ની કવિતાથી રાજેન્દ્રનિરંજને પ્રગટાવેલાં કાવ્યવલણો સુસ્થિર થયાં છે. પ્રતીકરાગી કવિ પ્રિયકાન્ત પાસેથી ‘પ્રતીક’(૧૯૫૩), ‘અશબ્દ રાત્રિ’ (૧૯૫૯), ‘સ્પર્શ’(૧૯૬૬), ‘સમીપ’(૧૯૭૨), જેવાં કાવ્યસંગ્રહો દ્વારા ‘કૃષ્ણરાધા’, ‘સાંજ સમાનો દીપ’ અને ‘ઉચાટ’ જેવાં ગીતો મળે છે. તો, આધુનિક નગરસંવેદનાનું નિર્મમ નિરૂપણ કરતાં ‘નક્કી અહીં આ હું રહું છું?’ – જેવાં કાવ્યો પણ મળ્યાં છે.

કૌંસના ઉપયોગથી અપ્રસ્તુત દ્વારા પ્રસ્તુતનું વેધક નિરૂપણ કરનારા હસમુખ પાઠક પાસેથી ‘નમેલી સાંજ’(૧૯૫૮), ‘સાયુજ્ય’(૧૯૭૩) અને ‘જાગરણ-પાછલી ખટઘડી’(૧૯૯૧)માં કુલ મળીને એક સંગ્રહ માંડ થાય એટલી જ કૃતિઓ મળે છે પરંતુ એમાંની ‘પશુલોક’, ‘કોઈને કંઈ પૂછવું છે?’ અને ‘અંત ઘડીએ અજામિલ’ જેવી કૃતિઓ ભાવકને કૃતિના અંત પછી પણ આગળ લઈ જવા સમર્થ છે. ‘ઉદ્ગાર’(૧૯૬૨) અને ‘અવકાશ’(૧૯૭૨)માં સંગૃહીત, નલિન રાવળની વર્ણમેળ, માત્રામેળ, છંદોબદ્ધ કવિતામાં એમની લયસમૃદ્ધિ અને છંદસફાઈ અલગ તરી આવે છે. કવિની કાવ્યબાની વર્ણ્યવિષયાનુસારી પ્રખરતા અને માધુર્ય ધારણ કરે છે. એના દૃષ્ટાંત લેખે ‘બપોર’ અને ‘કવિનું મૃત્યુ’ કાવ્યો ટાંકી શકાય.  

આધુનિક સંવેદન ધરાવતા આ સૌન્દર્યનિષ્ઠ કવિઓની સમાન્તરે તેમજ તેમના અનુગામી કવિઓ તરીકે જેમનું કાવ્યસર્જન થતું રહ્યું છે તેવા સર્જકોમાં બાલમુકુન્દ દવે, વેણીભાઈ પુરોહિત, ‘ઉશનસ્’, જયંત પાઠક, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, પિનાકિન ઠાકોર, મકરંદ દવે, ‘સુધાંશુ’, હેમન્ત દેસાઈ, ‘મરીઝ’, અમૃત ‘ઘાયલ’ ‘શાહબાઝ’, બરકત વીરાણી, વગેરે નોંધપાત્ર છે. આ પૈકી ‘ઉશનસ્’ એમનાં પ્રકૃતિરાગી સોનેટથી, હરીન્દ્ર એમનાં કૃષ્ણકાવ્યોથી અને સુરેશ દલાલ લયમધુર ગીતો તથા નગરજીવનની વિભીષિકા નિરૂપતી અછાંદસ કવિતાથી અલગ તરી આવે છે. મકરંદની કવિતામાં ભક્તિનો ભગવો સૂર છે તો, ‘શાહબાઝ’, ‘મરીઝ’, ‘ઘાયલ’ અને ગની દહીંવાળાની ગઝલો ઉર્દૂ પરંપરામાંથી ગુજરાતી ગઝલને મુક્ત કરાવી ગુજરાતીપણું બક્ષે છે.

આધુનિકતાવાદીયુગ: યુરોપીય સાહિત્યમાં ૧૮૮૦માં આરંભાયેલી આધુનિકતાવાદી ગતિવિધિ કીર્કેગાર્ડ, કાર્લ જેસ્પર્સ, હાઈડેગર અને સાર્ત્ર જેવા વિવિધ દાર્શનિકો-સર્જકોની તજ્જન્ય વિવિધ મીમાંસાથી સમૃદ્ધ થતી રહીને છેક ૧૯૫૫માં ગુજરાતી સાહિત્યમાં, નિરૂપિતવિષય અને નિરૂપણશૈલી સંદર્ભે સ્વરૂપ-આકારસૌષ્ઠવની મહત્તાની સ્થાપના રૂપ પ્રગટ થઈ છે. યંત્રયુગના દુષ્પ્રભાવ પછી મૂલ્યઆધારિત સાહિત્યસર્જનને સ્થાને મૂલ્યનિરપેક્ષ સાહિત્યસર્જનની હિમાયત થઈ. એમ થવા પાછળ માનવજાતિની, નગર અને યંત્રસંસ્કૃતિ દ્વારા નીપજી આવેલી હતાશા, છિન્નવિચ્છિન્નતા અને ઘોર અશ્રદ્ધા જેવાં પરિબળો જવાબદાર ઠરે છે.

હરિશ્ચન્દ્ર ભટ્ટ અને કૃષ્ણલાલ શ્રીધરાણીની કૃતિઓમાં સૂચિત મનોભાવોના નિરૂપણ દ્વારા આધુનિકતાવાદી અભિગમ અલપઝલપ દેખા દે છે તો, ઉમાશંકરકૃત ‘છિન્નભિન્ન છું’ કાવ્યમાં એ અભિગમ પૂર્ણત: ઊપસી આવે છે. અલબત્ત, તેની વ્યાપક અને સઘન જિકર સુરેશ જોષી(૧૯૨૧-૧૯૮૬)ના સાહિત્યસર્જન અને વિવેચન દ્વારા જ થઈ છે. આમ થવા પાછળ એમની બહુઆયામી સર્જકપ્રતિભાનાં વિવેચક, સર્જક, પત્રકાર, સંશોધક, અનુવાદક અને અધ્યાપક જેવાં વિવિધ રૂપોનું અમૂલ્ય યોગદાન રહેલું છે.

26,604

edits