કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૭. દળણાના દાણા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. દળણાના દાણા | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર}} <poem> ખરા બપોર ચઢ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 45: | Line 45: | ||
બામણા, ૧૫-૧૨-૧૯૩૨ | બામણા, ૧૫-૧૨-૧૯૩૨ | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૧)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૧)}} | ||
એ જ આભે એ જ તારા, | |||
એ જ સૌની એની એ જ તેજધારા, | |||
ને છતાં લાગી રહ્યાં છે આજ સૌનાં રૂપ ન્યારાં! | |||
સૌમ્ય એવી શી છટામાં, | |||
બે ભ્રૂકુટિની નીચે ઘેરી ઘટામાં, | |||
જ્યારથી મેં જોઈ લીધા છે પ્રિયે, તવ ઘૂમટામાં | |||
નેનના બે ધ્રુવતારા, | |||
ત્યારથી લાગી રહ્યાં સૌ રૂપ ન્યારાં! | |||
એ જ આભે એ જ તારા, એની એ છે તેજધારા! | |||
</Poem> | </Poem> |
Revision as of 10:47, 14 December 2021
કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર
ખરા બપોર ચઢ્યે દાણા રે કાઢવા
ઊંડી કોઠીમાં ડોશી પેઠાં રે લોલ.
કોઠીમાં પેઠાં ને બૂંધે જઈ બેઠાં,
ભૂંસી-લૂછીને દાણા કાઢ્યા રે લોલ.
સાઠ સાઠ વર્ષ લગી કોઠી રે ઠાલવી
પેટની કોઠી ના ભરાણી રે લોલ.
સૂંડલી ભરીને ડોશી આવ્યાં આંગણિયે,
દળણાના દાણા સૂકવ્યા રે લોલ.
સૂકવીને ડોશી ચૂલામાં પેઠાં,
થપાશે માંડ એક ઢેબરું રે લોલ.
આંગણે ઊગેલો ગલકીનો વેલો,
મહીંથી ખલુડીબાઈ નીકળ્યાં રે લોલ.
કરાને ટોડલે રમતાં કબૂતરાં
ચણવા તે ચૂપચાપ આવિયાં રે લોલ.
ખાસી ખોબોક ચણ ખવાણી ત્યાં તો
મેંડી હરાઈ ગાય આવી રે લોલ.
ડોશીનો દીકરો પોઢ્યો પલેગમાં,
હરાઈ ગાય કોણ હાંકે રે લોલ?
હાથમાંનો રોટલો કરતો ટપાકા
દાણા ખવાતા ન જાણ્યા રે લોલ.
રામા રાવળનો ટીપૂડો કૂતરો
ડોશીનો દેવ જાણે આવ્યો રે લોલ.
ઊભી પૂંછડીએ બાઉવાઉ બોલિયો
ડોશી ત્યાં દોડતી આવી રે લોલ.
આગળિયો લઈને હાંફળી ને ફાંફળી
મેંડીને મારવા લાગી રે લોલ.
ચૂલા કને તાકી રહી’તી મીનીબાઈ
રોટલો લઈને ચપ ચાલી રે લોલ,
નજરે પડી, ને ઝપ ટીપૂડો કૂદિયો,
ડોશીની નોકરી ફળી રે લોલ.
છેલ્લુંય ઢેબરું તાણી ગ્યો કૂતરો,
દયણું પાશેર માંડ બાકી રે લોલ.
‘એ રે પાશેર કણ પંખીડાં કાજે
મારી પછાડે નખાવજો રે લોલ.
કોઠી ભાંગીને એના ચૂલા તે માંડજો,
કરજો વેચીને ઘર, કાયટું રે લોલ.’
બામણા, ૧૫-૧૨-૧૯૩૨
(સમગ્ર કવિતા, પૃ. ૭૧)
એ જ આભે એ જ તારા,
એ જ સૌની એની એ જ તેજધારા,
ને છતાં લાગી રહ્યાં છે આજ સૌનાં રૂપ ન્યારાં!
સૌમ્ય એવી શી છટામાં,
બે ભ્રૂકુટિની નીચે ઘેરી ઘટામાં,
જ્યારથી મેં જોઈ લીધા છે પ્રિયે, તવ ઘૂમટામાં
નેનના બે ધ્રુવતારા,
ત્યારથી લાગી રહ્યાં સૌ રૂપ ન્યારાં!
એ જ આભે એ જ તારા, એની એ છે તેજધારા!