કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪. વિશ્વમાનવી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪. વિશ્વમાનવી | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર}} <poem> કીકી કરું બ...")
 
No edit summary
Line 23: Line 23:
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૫૮)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૫૮)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩. જઠરાગ્નિ
|next = ૫. સમરકંદ-બુખારા
}}
<br>

Revision as of 16:19, 14 December 2021

૪. વિશ્વમાનવી

કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર

કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.

સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝૂકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.

વ્યક્તિત્વનાં બંધન તોડીફોડી
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે–તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.

વીસાપુર જેલ, ૩૦-૬-૧૯૩૨
(સમગ્ર કવિતા, પૃ. ૫૮)