કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૬. ભોમિયા વિના: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૬૬)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૬૬)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫. સમરકંદ-બુખારા| | |||
|next = ૭. દળણાના દાણા | |||
}} | |||
<br> |
Revision as of 16:20, 14 December 2021
૬. ભોમિયા વિના
કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
(સમગ્ર કવિતા, પૃ. ૬૬)