કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧. નિરુદ્દેશે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૩)}} | {{Right|(સંકલિત કવિતા, પૃ. ૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = આ શ્રેણીના સંપાદકો | |||
|next = ૨. રહસ્યઘન અંધકાર | |||
}} |
Revision as of 05:05, 15 December 2021
૧. નિરુદ્દેશે
નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુ-મલિન વેશે.
ક્યારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ,
ક્યારેક મને સાદ કરે છે
કોકિલ મધુર-કંઠ,
નૅણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સહુ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.
પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સહુ સંગ ને
હું જ રહું અવશેષે.
(સંકલિત કવિતા, પૃ. ૩)