કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૦. નહિ વ્હાલીડા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૦. નહિ વ્હાલીડા |}} <poem> ડાળનું પાક્યું પાંદડું અમે નહિ વ્હા...")
 
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૪૨૭-૪૨૮)}}
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૪૨૭-૪૨૮)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૯. ઠીબની આછી આંચ
|next = ૪૧. નીલિમાએ નીલ
}}

Latest revision as of 07:15, 15 December 2021


૪૦. નહિ વ્હાલીડા

ડાળનું પાક્યું પાંદડું અમે નહિ વ્હાલીડા!
ઊભરાતા અંધારની ભેળું ઓગળે
એવું ચાંદરડું તે નહિ વ્હાલીડા!
મોસમ આવી ઊતરે,
અમે જાઈં ન ઝરી;
નજર નો મંડાય તો,
રિયે સોડમાં સરી.
વરસતા વરસાદનો વ્હૅળો નહિ વ્હાલીડા!
ભમ્મરિયા વંટોળનો ઘેલો
વગડે વાગી જાય હેલો તે નહિ વ્હાલીડા!
પારકી થાપણ લઈ
ન ગરવ કરીએ જરી,
સાંસની સમાં આયખું
આખું રાખીએ ધરી.
વાળમાંનું વરણાગિયું પીંછું નહિ વ્હાલીડા!
આપણા આ ગોકુળિયે તારા
કાળજાથી કાંઈ હોય બીજું તે નહિ વ્હાલીડા!
(સંકલિત કવિતા, પૃ. ૪૨૭-૪૨૮)