કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૨. તડકાની આંગળીએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨. તડકાની આંગળીએ| }} <poem> (સવૈયા) તડકાની આંગળીએ ખેંચ્યાં સ્હે...")
 
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૫૦)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૫૦)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૧. બારી બહાર
|next = ૧૩. પરાયું કૈં લાગે
}}

Latest revision as of 07:47, 15 December 2021


૧૨. તડકાની આંગળીએ

(સવૈયા)
તડકાની આંગળીએ ખેંચ્યાં સ્હેજ ટાઢનાં ચીર,
ઝબકારામાં જાગી ઊઠ્યાં સૂતાં સરવર-નીર.

હૂંફ ઓઢીને નીંદર પોઢી, શ્વાસ શ્વાસમાં ફોરે,
આળસ મરડી ઊઠ્યા પહેલાં બે’ક ચુંબનો મ્હોરે.

ધુમ્મસની દુનિયા લૈ ધુમ્મસ હળુહળુ વીખરાય,
રાત થતાંમાં આવ્યુંઃ ક્‌હેતું આંખે ઓઝલ થાય.

કલબલાટનાં કાબર-ચકલાંઃ ફરફરાટની પાંખ –
ફરકે ત્યાં તો દુનિયાદારી માંડી દેતી આંખ.

ડગમગ રસ્તા ઘડીવારમાં સીધા અક્કડ ચાલે;
તડકો ઓઢી ટાઢ મલપતી ઠરે ગુલાબી ગાલે.

૧૬-૧૨-૬૬
(જળમાં લખવાં નામ, પૃ. ૫૦)