કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૦. હમણાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. હમણાં| }} <poem> (કટાવ) હમણાં નળિયાંમાંથી ટપક્યું એવું નેવું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૮૨)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૮૨)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૯. ભારત ૧૯૭૦ | |||
|next = ૨૧. સાંભરી આવું તો… | |||
}} |
Latest revision as of 07:59, 15 December 2021
૨૦. હમણાં
(કટાવ)
હમણાં
નળિયાંમાંથી ટપક્યું એવું નેવું –
ફળિયું ફાલ્યું!
હમણાં
આંખો મીંચી બેઠેલું તડકીનું ચકલું
ફડક દઈને ઊડ્યું…
હમણાં
અલક-મલકનું આછેરું અજવાળું
કોણે આંખે આંજ્યું!
વાસણ-કૂસણ ગાર અને ગોરમટી ખીલ્યાં,
ઘર આખાને કોણે માંજ્યું!
હમણાં
રણક ઝાંઝરી ઝણકી
ને કંઈ રતૂમડી ભાતીગળ ભીની યાદ હવામાં લ્હેરી.
હમણાં
કેમે કરતાં સમજ્યું ના સમજાય –
નિરાંતે પછીતને પડછાયે પોરો ખાતી વેળા ડણકી
ને મેં રજવાડી આળસ થોડી ખંખેરી, થોડી પ્હેરી…
હમણાં
ઘુઘરિયાળી ઘોડાગાડી ઘરની પાસે અટકી!
ડિસે. ’૭૧
(જળમાં લખવાં નામ, પૃ. ૮૨)