કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૩. અડવાનો અતિચાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩. અડવાનો અતિચાર| }} <poem> અડવાએ ધારણ કરી તરવર તાતી તેગ, છેદી ન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૯૮)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૯૮)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૨. અડવાભગતની વાણી | |||
|next = ૨૪. અડવાની આત્મરતિ | |||
}} |
Latest revision as of 09:14, 15 December 2021
૨૩. અડવાનો અતિચાર
અડવાએ ધારણ કરી તરવર તાતી તેગ,
છેદી નાખ્યું છેક દૂધી કેરું ડીંટિયું!
મહેનત-મઝદૂરી કર્યે કોઈ ન દેતું ધ્યાન;
વીંઝો કેવળ મ્યાન, ભલા ભલા ચોંકી જતા.
ઊંચે સાદે બોલતાં મળતું ઊંચું સુખ;
ઊંચું રાખે મુખઃ છો ને ઠેબાં વાગતાં!
ગાજ્યા કરતો રાત-દી ગૂજરાતનો નાથ;
સહુ જોડતું હાથ – આનાથી આઘા ભલા,
અભિનિવેશી એકલો અવળો ચાલ્યો જાય,
રોક્યો ના રોકાય; બોલાવ્યો બાડું જુએ.
અડવાને અડ-વા થયો એવી ઊડી વાત;
સહુ જાળવે જાત, ન્હોય ઝેરનાં પારખાં!
(જળમાં લખવાં નામ, પૃ. ૯૮)