કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪૯. મનહરા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૯. મનહરા| }} <poem> બે અક્ષર તો બોલ, મનહરા; લગરીક આંખો ખોલ, મનહરા....") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 37: | Line 37: | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૩૦૨)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૩૦૨)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૮. ઢાળ મળે તો ધોડું | |||
|next = ૫૦. પીડના દુહા | |||
}} |
Latest revision as of 10:14, 15 December 2021
૪૯. મનહરા
બે અક્ષર તો બોલ, મનહરા;
લગરીક આંખો ખોલ, મનહરા.
ચગી રહ્યો’તો મધ્યાકાશે;
કોણે નાખ્યો ઝોલ, મનહરા.
‘ડફોળ’ તેં ભાખ્યો’તો જેને
ના સમજ્યો તુજ મોલ, મનહરા.
અજબ-ગજબ કંઈ ઇલમી રચવા
કોઈ ન તારે તોલ, મનહરા.
શબ્દોનાં તળિયાં તાગીને
કોણ પકડશે પોલ, મનહરા.
હવે અગાસી ક્યાં જઈ ફરશે;
ક્યાં કરશે કલ્લોલ, મનહરા.
દરિયા તેં અગિયાર લખાવ્યા,
પાળી જાણ્યો કૉલ, મનહરા.
આઘેથી અથડાયો એવો
ભાષા હાલમડોલ, મનહરા.
ખાંસાહેબી, મૌજ-મજાકો
ઊભાં સાવ અબોલ, મનહરા.
ગઝલ ગુંજતી રહેશે હરદમ
માઢુને મનમ્હોલ, મનહરા.
લગરીક આંખો ખોલ, મનહરા;
બે અક્ષર તો બોલ, મનહરા.
(જળમાં લખવાં નામ, પૃ. ૩૦૨)