કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૫૧. ‘સાક્ષર બોતેરી’માંથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૧. ‘સાક્ષર બોતેરી’માંથી |}} <poem> કોણ કોલસે કરે દલાલી? કપરો કા...")
 
No edit summary
 
Line 27: Line 27:
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૩૪૯-૩૫૪)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૩૪૯-૩૫૪)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૫૦. પીડના દુહા
|next = કવિ અને કવિતાઃ હરિકૃષ્ણ પાઠક
}}

Latest revision as of 10:23, 15 December 2021


૫૧. ‘સાક્ષર બોતેરી’માંથી

કોણ કોલસે કરે દલાલી? કપરો કારોબાર,
કાવ્યકલાનો કરતાં વદથી સુ.દ. થતાં શી વાર?


લાઠીદાવ રમી જાણે પણ રમત કરે તે લા.ઠા.
ફેલ-ફિતૂરની કરે ઠેકડી, ભર્યા ભર્યા બે કાંઠા.


મધ્યકાળ કે સ્વાતંત્ર્યોત્તર – ચર્ચામાં શી હાણ?
વીર નરોત્તમ તડેપેંગડે, દેખો સદા પલાણ…


બોરી તો સાકરની પાછી મધ-સગરમાં બોળે,
નથી વિરોધી એક્કે જન્મ્યો, નાહકનો ક્યાં ખોળે?


રઘુવીર આજન્મ રાજવી, ભલી રાજવટ કરે;
હવે શબ્દથી અદકી ચિંતા સમાજની ઉર ધરે.


રણઝણતી રૂમઝૂમતી ભાષા રાય મધુને વરી,
રંગ-રાગનો રસિયો ઠાકર કમાલ કંઈ કંઈ કરી.


હસે-હસાવે તેથી હર્ષદ, કરે કશાં તોફાન;
તરવાડીની ત્રેવડ જોગાં મળજો એને માન!

(જળમાં લખવાં નામ, પૃ. ૩૪૯-૩૫૪)