આત્માની માતૃભાષા/7: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|સમરકંદ-બુખારા: વિનોદ અને વેદનાનું સંતુલન | }}
{{Heading|સમરકંદ-બુખારા: વિનોદ અને વેદનાનું સંતુલન |રાજેન્દ્રસિંહ જ. ગોહિલ}}

<poem>
<poem>
Line 83: Line 83:
{{Right|વીસાપુર જેલ, ૧-૭-૧૯૩૨}}
{{Right|વીસાપુર જેલ, ૧-૭-૧૯૩૨}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
સાચા કવિની પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક કાર્ય કાવ્યમય બની રહેતાં હોય છે. કવિના અંતરમનના અવકાશોમાં એ કાવ્યમય ક્ષણોનું સતત મનન, ચિંતન અને અનુરટણ થયા કરે છે. એમાં નવા નવા સર્જનાત્મક કાવ્યમય અમૂર્ત આકારો જન્મ લઈ કવિચિત્તને કૃતિ-રચના કરવા માટે સંપ્રેરણ કરતા હોય છે, અને એટલે પેલી અનુભૂત ક્ષણો આપોઆપ માર્ગ કરીને તીવ્રતાથી શબ્દરૂપ પામે છે. છાત્રજીવનમાં અનુભવેલી એક સામાન્ય ઘટના-ક્ષણ કાવ્યનાયકના ચિત્તને જીવનભર સતત તાવે-તપાવે છે. સ્મૃતિમાં રહી પડેલું ઘટના-બીજ આ કાવ્યનું કેન્દ્ર બને છે.

Line 104: Line 104:
કાવ્યનાયકને કંદહાર, કાબુલ, બલ્ખ, ઇસ્પહાન, તહેરાન, કેન્યા, કિલિમાન્જારો જેવાં અનેક શહેરો વિશે જાણવા-જોવાનું બન્યું છે, પણ એ બધાનો સ્મૃતિલોપ થયો છે. સોટીના મારની ચમચમ સાથે જડાઈ ગયેલાં સમરકંદ બુખારા સૂતાં-જાગતાં-સ્વપ્ને-તંદ્રે-મધરાતે-નિશદિને સતત સ્મરણમાં રણક્યા કરે છે. ઘટનાબીજની સાથે અનાયાસ જોડાતી ચિત્રશ્રેણીઓ કાવ્યને મનભર બનાવવા સાથે સવૈયાની ચાલમાં ચાલતું કાવ્ય નર્મ-મર્મ બાનીને કારણે આસ્વાદ્ય બની રહે છે. જોકે અહીં નોંધવું જોઈએ કે ચંદ્રકાન્ત શેઠે આ કાવ્યમાં લાવણી છંદ પ્રયોજાયો છે એમ કહ્યું છે. (ઉમાશંકરનો વાગ્વૈભવ — ૧) આ કાવ્ય સંદર્ભે ભોળાભાઈ પટેલ નોંધે છે કે — “પ્રાથમિક નિશાળોમાં શારીરિક શિક્ષા અંગેની આ કવિતા નથી જ, અનેક બાબતોનું સંયોજન કરતા જઈ એ શિક્ષાની સ્મૃતિને જ આલંબન બનાવી કવિતા કરવામાં કવિની રચનાશક્તિ એવી ખીલી છે કે કાવ્યને અંતે ભાવક પણ ગણગણવા લાગે ‘સમરકંદ-બુખારા’. ભલે હૃદયને તળિયે તો શિશુ અશ્રુ હોય, એટલે શાળાજીવનનાં સ્મરણોમાં કરુણ-ગર્ભ હાસ્ય વ્યુત્પન્ન થયા સિવાય રહેતું નથી. — દરેક કાવ્યખંડને અંતે ‘સમરકંદ-બુખારા'ની ધ્રુવપંક્તિ આવે છે જે કાવ્યના પ્રભાવમાં ઉમેરો કરે છે.” (પૃ.૧૨૭ ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો. સંપા. નિરંજન ભગત તથા અન્ય)

પરંપરાગત કથન કે પુરાકથાઓનું કથાબીજ લઈને રચાતી રચનાઓ કરતાં કંઈક અંશે અલગ, આછી-પાતળી ઘટના લઈને થયેલી આ રચના એની વિલક્ષણ અભિવ્યક્તિને કારણે ઉમાશંકરની કવિપ્રતિભાની દ્યોતક બની રહે છે. નર્મ-વિનોદ અને વેદનાની સંતુલિત ગૂંથણી કાવ્યને સામાન્ય બનવામાંથી ઉગારી લે છે.

{{Poem2Close}}

{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 6
|next = 8
}}
18,450

edits