આત્માની માતૃભાષા/57: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 61: Line 61:
{{Poem2Open}}
{{Poem2Open}}
આને કેવું કાવ્ય કહીશું? પહેલી નજરે આ વ્યક્તિ-કાવ્ય જ લાગે. અંતે મુકાયેલી ફૂટનોટમાં અમૃત મહોત્સવનો ઉલ્લેખ છે એટલે પ્રસંગકાવ્ય લાગે. પણ છ ખંડોમાં પથરાયેલા આ કાવ્યની લીટીઓ પર લટાર મારીએ તો સમજાય કે આ માત્ર વ્યક્તિકાવ્ય કે પ્રસંગકાવ્ય જ નથી. આ કાવ્યને વધારે સમજવું હોય તો સમગ્ર કવિતામાં પાબ્લો નેરુદા, ઓડેન, પ્રિયકાન્ત મણિયાર, નિરંજન ભગત આદિ રચનાકારો વિશે કવિએ લખેલાં કાવ્ય પણ વાંચવાં જોઈએ. સદ્ગત પ્રિયકાન્તની સ્મૃતિમાં એમણે સોંસરવું ઊતરે એવું કાવ્ય લખ્યું છે. એ ટાંકવાનો લોભ કરું?

{{Poem2Close}}
<poem>
‘લોહીવ્હેણમાં
‘લોહીવ્હેણમાં
ઊછળે નાયાગરા,
ઊછળે નાયાગરા,
કીકીમાં કાવ્ય.’
કીકીમાં કાવ્ય.’
</poem>
{{Poem2Open}}
અહીં નાયાગરા શબ્દની વચ્ચે જગ્યા આપીને કવિએ પ્રિયકાન્તના જવાથી ગુજરાતી કવિતાની દુનિયામાં જે ખાલીપો અનુભવાવાનો તે બતાવ્યો છે તો સાથેસાથે કીકીમાં કાવ્ય કહી પ્રિયકાન્તની સર્જકતાને બિરદાવી છે. જોકે આ શ્રદ્ધાંજલિ કાવ્ય છે. પણ ઉમાશંકરે પ્રિયકાન્તની સર્જકતાને જે રીતે હાર પહેરાવ્યો છે તેમાં એમની કલાપારખુ દૃષ્ટિનો પરિચય થાય છે.

પણ આ ચંદ્રવદન એક… મૈત્રીભાવે રચાયેલું વ્યક્તિકાવ્ય પણ છે અને પ્રસંગકાવ્ય પણ છે. ચંદ્રવદન મિત્રસ્નેહથી ભીંજાયા હશે. આ વિશેષણોની પુષ્પવર્ષાથી મઘમઘી ઊઠ્યા હશે! ઉમાશંકરે આ રચના ચં. ચી.ના અમૃતમહોત્સવ પ્રસંગે મંચ પરથી સંભળાવી હતી. પંચોતરમે વરસે માણસને શું જોઈએ? અને એમાંય ચંદ્રવદન જેવાને, જે લિવિંગ લિજેન્ડ બની ગયા હતા અથવા કહોને કે મિથ. માણસ મિથ ક્યારે બની જાય? જ્યારે એના વિશે અનેક પ્રકારની વાતો થાય. દરેકના હૃદયમાં એની આગવી તસ્વીર હોય. કવિ પ્રથમ ખંડમાં જ કહે છે:

‘જ્યાં પેઠા
‘જ્યાં પેઠા
ત્યાં ઊઘડે મહેફિલ,
ત્યાં ઊઘડે મહેફિલ,
જ્યાં બેઠા,
જ્યાં બેઠા,
ખુશ્બો ત્યાં દિલ દિલ.’
ખુશ્બો ત્યાં દિલ દિલ.’
</poem>
{{Poem2Open}}
અહીં ‘પેઠા-બેઠા’ અને ‘મહેફિલ-દિલ દિલ'માં દેખાતું પ્રાસનું સૌંદર્ય માણવા જેવું છે તો સાથેસાથે કવિ આપણને લયનાં વિશિષ્ટ વાહનમાં બેસાડી ભોમિયાની જેમ ચં.ચી.ના વ્યક્તિત્વની સફરે લઈ જાય છે, સાઇટ સીઇંગ સાથે જોવા જેવાં સ્થળ બતાવતા હોય એમ ચં.ચી.ના વ્યક્તિત્વની વિશેષતાઓ પાસે લઈ જઈને ઊભા રાખે છે, એના વિશે માહિતી આપે છે. આ લય અને પ્રાસનું વાહન કવિએ છએ છ ખંડોમાં હંકાર્યું છે: ‘જોતી-રડતી, ઝૂરતી-પૂરતી, નાચે-ચાખે, લૂંટે-ખૂટે.’ પણ આ પ્રાસ અને લયની ગતિ કે છટામાં એકવિધતા નથી આવવા દીધી, એના દ્વારા જ ચંદ્રવદનનાં જુદાં જુદાં રૂપ-વેશ આપણી સામે ખડા કર્યાં છે. સમગ્ર રચના માણતાં એવું લાગે જાણે આપણે ચંદ્રવદન ચી. મહેતાના વ્યક્તિત્વમાં બહારથી અંદર પ્રવેશીએ છીએ અને પ્રવાસ પૂરો કરી બહાર નીકળીએ છીએ. એક નાટકકારનું વ્યક્તિત્વ કેવું હોય? બધાં બે આંખેથી એક દૃશ્ય જુએ, પણ નાટકકાર!

‘ચંદ્રવદન એક રડતી આંખ…
‘ચંદ્રવદન એક રડતી આંખ…
બીજી જગત-તમાશો જોતી…’
બીજી જગત-તમાશો જોતી…’
</poem>
અને એનું જીવન કેવું હોય? ભીતર સતત કાંઈક ખૂટતું હોવાનો અભાવ — અને એ અભાવ ભૌતિક નથી. અને એટલે તો કવિ પ્રશ્ન કરે છે:

‘શું ખૂટે છે?
‘શું ખૂટે છે?
આટઆટલું તો લૂંટે છે?
આટઆટલું તો લૂંટે છે?
દુનિયા ઊઘડે પગ આગળ તે કદી ન પૂરતી.’
દુનિયા ઊઘડે પગ આગળ તે કદી ન પૂરતી.’
</poem>
ચં.ચી.ના વ્યક્તિત્વનો ત્રીજો ઓરડો મહત્ત્વનો છે. કવિ એ ખોલીને કહે છે:

‘ચંદ્રવદન એક અલગારી ખુદમસ્ત…
‘ચંદ્રવદન એક અલગારી ખુદમસ્ત…
આ ખુદમસ્તી જ એમનું ચાલકબળ છે એવું ઉમાશંકર કહે છે. અહીં વ્યંજના છે, પણ જરા ઊંડી છે, ગાડીમાં ઘર અને વિમાનમાં દર કરનારા ચં.ચી. કેવા છે?

‘ચાલે સાથે?
‘ચાલે સાથે?
હા, પણ જેમ  
હા, પણ જેમ  
રેલના પાટા,
રેલના પાટા,
સાથે છતાંય અળગા.’
સાથે છતાંય અળગા.’
</poem>
અહીં સાથે છતાં અલગની જે વાત કવિએ કરી છે તે રચનાકાર માટે અત્યંત મહત્ત્વની છે. સાથે છતાંય અળગા. રચનાકારે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ બચાવીને બધા સાથે ચાલવાનું હોય છે. પણ પગલાંની છાપ તો અલગ અલગ… રેલના પાટાની જેમ સાથે ચાલવાનું! રેલના પાટા… ઉમાશંકરે અહીં દૃષ્ટાંત અલંકારનો જે પ્રયોગ કર્યો છે તે અત્યંત વ્યંજનાસભર છે. અને દૃશ્ય કેવું સર્જાય છે! રેલના પાટા… ટ્રેન વિનાના હોય ત્યારે કેવા લાગે! સાથે છતાંય અળગા… જાણે એકમેકની સ્પર્ધામાં હોય… અને છતાંય બંને મળી ટ્રેનને ચાલવાનું માધ્યમ બને! ઉમાશંકર એમના આ સમકાલીન મિત્ર ચં.ચી. મહેતાને બરાબર જાણે જ છે. અને ન કેમ જાણે? બંને ગાંધીજીના સમયના છે. એ સમય સાથે ચાલવાનો અને સાથે ચાલતા રહીને અળગા રહેવાનો સમય હતો. કેટલી સર્જક પ્રતિભાઓ સાથે ચાલતી હતી! જેમ કવિ તરીકે ઉમાશંકર ટોચે હતા એમ ચં.ચી. નાટ્યજગતના શિખરે બિરાજમાન હતા. ઉમાશંકરે પોતે જ કહ્યું છે: મારું નામ ભાષામાં ઓગળી ગયું છે. એમ ચં.ચી. પણ ગુજરાતી રંગભૂમિના એ ગાળાના પર્યાય બન્યા હતા. અંતિમ છઠ્ઠા ખંડમાં કવિએ ચં.ચી.નું જે વ્યક્તિચિત્ર ઉપસાવ્યું છે તે નાટ્યાત્મક છે. એમના વ્યક્તિત્વની રંગભૂષા અને વેશભૂષા આપણને બતાવી છે:

’…રંગાચાર્ય નટ લાડકવાયા,
’…રંગાચાર્ય નટ લાડકવાયા,

Revision as of 11:31, 21 December 2021

વિશેષણોની પુષ્પવર્ષા

પ્રવીણ પંડ્યા

ચંદ્રવદન એક ચીજ…
ગુજરાતે ના જડવી સહેલ.
જ્યાં પેઠા
ત્યાં ઊઘડે મહેફિલ.
જ્યાં બેઠા,
ખુશ્બો ત્યાં દિલ દિલ.
એક ગાઉ લગી ગમગીની
શકે ન ઢૂંકી.

ચંદ્રવદન એક રડતી આંખ…
બીજી જગત-તમાશો જોતી,
તાર તાર થઈ એકરૂપ સૌ સાથે નાચે,
જીવનનો રસ બિંદુ બિંદુ બધેથી ચાખે.
એક આંખ નિરંતર ભીતર રડતી,
સતત ઝૂરતી.
શું ખૂટે છે?
આટઆટલું તો લૂંટે છે!
દુનિયા ઊઘડે પગ આગળ તે કદી ન પૂરતી.

ચંદ્રવદન એક અલગારી ખુદમસ્ત…
રેલગાડી થંભે તો થંભે પોતે.
કદી ઠરે ના આગ.
મળતાં લાગ,
ભાગે;
હાથ ન લાગે.
ગાડી એનું ઘર,
વિમાન એનું દર.
ચાલે સાથે?

હા, પણ જેમ
રેલના પાટા,
સાથે છતાંય અળગા.

કદી ન વળગ્યા
કોઈનેય તે.

કૈંક ઇલાના માડીજાયા,
રંગાચાર્ય નટ લાડકવાયા,
શબ્દપીંછીરંગી તસવીરોના કીમિયાગર.
ઘરઆંગણ ક્યારેક અદીઠા નકરા ચં.ચી.
પરદેશે તે ઊંચક્યા ના ઊંચકાય,
પ્રોફેસર ડૉક્ટર સી.સી., કંઈના-કંઈ સી.સી.,
મશિયુ સી.સી., રંગમુકુટ કંઈ શિર ધરી આવ્યા.
દોન કિહોતેના પગલે પગલે ફરી આવ્યા.
પ્રેમભૂખ્યા, પ્રેમાળ,
યુવતી-શા રિસાળ
કદી કો કન્યા-શા શરમાળ,
અજબ વિચિત્ર,
વિરલ મિત્ર,
એક અલકમલકની ચીજ
ચંદ્રવદન તે ચંદ્રવદન તે ચંદ્રવદન……
નવી દિલ્હી, ૬-૪-૧૯૭૬
[મુંબઈમાં અમૃતમહોત્સવ પ્રસંગે પઠિત]

આને કેવું કાવ્ય કહીશું? પહેલી નજરે આ વ્યક્તિ-કાવ્ય જ લાગે. અંતે મુકાયેલી ફૂટનોટમાં અમૃત મહોત્સવનો ઉલ્લેખ છે એટલે પ્રસંગકાવ્ય લાગે. પણ છ ખંડોમાં પથરાયેલા આ કાવ્યની લીટીઓ પર લટાર મારીએ તો સમજાય કે આ માત્ર વ્યક્તિકાવ્ય કે પ્રસંગકાવ્ય જ નથી. આ કાવ્યને વધારે સમજવું હોય તો સમગ્ર કવિતામાં પાબ્લો નેરુદા, ઓડેન, પ્રિયકાન્ત મણિયાર, નિરંજન ભગત આદિ રચનાકારો વિશે કવિએ લખેલાં કાવ્ય પણ વાંચવાં જોઈએ. સદ્ગત પ્રિયકાન્તની સ્મૃતિમાં એમણે સોંસરવું ઊતરે એવું કાવ્ય લખ્યું છે. એ ટાંકવાનો લોભ કરું?

‘લોહીવ્હેણમાં
ઊછળે નાયાગરા,
કીકીમાં કાવ્ય.’

અહીં નાયાગરા શબ્દની વચ્ચે જગ્યા આપીને કવિએ પ્રિયકાન્તના જવાથી ગુજરાતી કવિતાની દુનિયામાં જે ખાલીપો અનુભવાવાનો તે બતાવ્યો છે તો સાથેસાથે કીકીમાં કાવ્ય કહી પ્રિયકાન્તની સર્જકતાને બિરદાવી છે. જોકે આ શ્રદ્ધાંજલિ કાવ્ય છે. પણ ઉમાશંકરે પ્રિયકાન્તની સર્જકતાને જે રીતે હાર પહેરાવ્યો છે તેમાં એમની કલાપારખુ દૃષ્ટિનો પરિચય થાય છે. પણ આ ચંદ્રવદન એક… મૈત્રીભાવે રચાયેલું વ્યક્તિકાવ્ય પણ છે અને પ્રસંગકાવ્ય પણ છે. ચંદ્રવદન મિત્રસ્નેહથી ભીંજાયા હશે. આ વિશેષણોની પુષ્પવર્ષાથી મઘમઘી ઊઠ્યા હશે! ઉમાશંકરે આ રચના ચં. ચી.ના અમૃતમહોત્સવ પ્રસંગે મંચ પરથી સંભળાવી હતી. પંચોતરમે વરસે માણસને શું જોઈએ? અને એમાંય ચંદ્રવદન જેવાને, જે લિવિંગ લિજેન્ડ બની ગયા હતા અથવા કહોને કે મિથ. માણસ મિથ ક્યારે બની જાય? જ્યારે એના વિશે અનેક પ્રકારની વાતો થાય. દરેકના હૃદયમાં એની આગવી તસ્વીર હોય. કવિ પ્રથમ ખંડમાં જ કહે છે:

‘જ્યાં પેઠા
ત્યાં ઊઘડે મહેફિલ,
જ્યાં બેઠા,
ખુશ્બો ત્યાં દિલ દિલ.’

અહીં ‘પેઠા-બેઠા’ અને ‘મહેફિલ-દિલ દિલ'માં દેખાતું પ્રાસનું સૌંદર્ય માણવા જેવું છે તો સાથેસાથે કવિ આપણને લયનાં વિશિષ્ટ વાહનમાં બેસાડી ભોમિયાની જેમ ચં.ચી.ના વ્યક્તિત્વની સફરે લઈ જાય છે, સાઇટ સીઇંગ સાથે જોવા જેવાં સ્થળ બતાવતા હોય એમ ચં.ચી.ના વ્યક્તિત્વની વિશેષતાઓ પાસે લઈ જઈને ઊભા રાખે છે, એના વિશે માહિતી આપે છે. આ લય અને પ્રાસનું વાહન કવિએ છએ છ ખંડોમાં હંકાર્યું છે: ‘જોતી-રડતી, ઝૂરતી-પૂરતી, નાચે-ચાખે, લૂંટે-ખૂટે.’ પણ આ પ્રાસ અને લયની ગતિ કે છટામાં એકવિધતા નથી આવવા દીધી, એના દ્વારા જ ચંદ્રવદનનાં જુદાં જુદાં રૂપ-વેશ આપણી સામે ખડા કર્યાં છે. સમગ્ર રચના માણતાં એવું લાગે જાણે આપણે ચંદ્રવદન ચી. મહેતાના વ્યક્તિત્વમાં બહારથી અંદર પ્રવેશીએ છીએ અને પ્રવાસ પૂરો કરી બહાર નીકળીએ છીએ. એક નાટકકારનું વ્યક્તિત્વ કેવું હોય? બધાં બે આંખેથી એક દૃશ્ય જુએ, પણ નાટકકાર!

‘ચંદ્રવદન એક રડતી આંખ…
બીજી જગત-તમાશો જોતી…’

અને એનું જીવન કેવું હોય? ભીતર સતત કાંઈક ખૂટતું હોવાનો અભાવ — અને એ અભાવ ભૌતિક નથી. અને એટલે તો કવિ પ્રશ્ન કરે છે:

‘શું ખૂટે છે?
આટઆટલું તો લૂંટે છે?
દુનિયા ઊઘડે પગ આગળ તે કદી ન પૂરતી.’

ચં.ચી.ના વ્યક્તિત્વનો ત્રીજો ઓરડો મહત્ત્વનો છે. કવિ એ ખોલીને કહે છે: ‘ચંદ્રવદન એક અલગારી ખુદમસ્ત… આ ખુદમસ્તી જ એમનું ચાલકબળ છે એવું ઉમાશંકર કહે છે. અહીં વ્યંજના છે, પણ જરા ઊંડી છે, ગાડીમાં ઘર અને વિમાનમાં દર કરનારા ચં.ચી. કેવા છે?

‘ચાલે સાથે?
હા, પણ જેમ
રેલના પાટા,
સાથે છતાંય અળગા.’

અહીં સાથે છતાં અલગની જે વાત કવિએ કરી છે તે રચનાકાર માટે અત્યંત મહત્ત્વની છે. સાથે છતાંય અળગા. રચનાકારે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ બચાવીને બધા સાથે ચાલવાનું હોય છે. પણ પગલાંની છાપ તો અલગ અલગ… રેલના પાટાની જેમ સાથે ચાલવાનું! રેલના પાટા… ઉમાશંકરે અહીં દૃષ્ટાંત અલંકારનો જે પ્રયોગ કર્યો છે તે અત્યંત વ્યંજનાસભર છે. અને દૃશ્ય કેવું સર્જાય છે! રેલના પાટા… ટ્રેન વિનાના હોય ત્યારે કેવા લાગે! સાથે છતાંય અળગા… જાણે એકમેકની સ્પર્ધામાં હોય… અને છતાંય બંને મળી ટ્રેનને ચાલવાનું માધ્યમ બને! ઉમાશંકર એમના આ સમકાલીન મિત્ર ચં.ચી. મહેતાને બરાબર જાણે જ છે. અને ન કેમ જાણે? બંને ગાંધીજીના સમયના છે. એ સમય સાથે ચાલવાનો અને સાથે ચાલતા રહીને અળગા રહેવાનો સમય હતો. કેટલી સર્જક પ્રતિભાઓ સાથે ચાલતી હતી! જેમ કવિ તરીકે ઉમાશંકર ટોચે હતા એમ ચં.ચી. નાટ્યજગતના શિખરે બિરાજમાન હતા. ઉમાશંકરે પોતે જ કહ્યું છે: મારું નામ ભાષામાં ઓગળી ગયું છે. એમ ચં.ચી. પણ ગુજરાતી રંગભૂમિના એ ગાળાના પર્યાય બન્યા હતા. અંતિમ છઠ્ઠા ખંડમાં કવિએ ચં.ચી.નું જે વ્યક્તિચિત્ર ઉપસાવ્યું છે તે નાટ્યાત્મક છે. એમના વ્યક્તિત્વની રંગભૂષા અને વેશભૂષા આપણને બતાવી છે: ’…રંગાચાર્ય નટ લાડકવાયા, શબ્દપીંછીરંગી તસવીરોના કીમિયાગર…’ આટલું કહ્યા પછી પ્રોફેસર-ડૉક્ટર એ બધી પદવી ‘રંગમુકુટ'ની જેમ ચં.ચી.ને પહેરાવે છે. વળી દોન કિહોતે જેવા પાત્ર સાથે સરખાવે છે! અંતે કહે છે: ‘પ્રેમભૂખ્યા, પ્રેમાળ, યુવતી-શા રિસાળ કદી કો કન્યા-શા શરમાળ,’ આટલું કહી છેલ્લે ‘અજબ-વિચિત્ર-વિરલ’ એવાં વિશેષણ મૂકે છે. એટલે આપણને કહે છે કે મેં કહ્યું એટલામાં બધું આવી જતું નથી, ચંદ્રવદન તે ચંદ્રવદન તે ચંદ્રવદન… આમ ઉમાશંકર આ મિત્રસ્નેહથી ભરેલા કાવ્યમાં એક અલકમલકની ચીજ એવા ચંદ્રવદનના વ્યક્તિત્વની આપણને સફર કરાવે છે, ચં.ચી. પર મિત્રભાવે વિશેષણોની પુષ્પવર્ષા કરે છે, પણ આ બધું કહેતી વખતે શું નથી કહેતા એ તરફ પણ જરા જોવા જેવું છે. જેમ તેઓ પ્રિયકાન્ત વિશેના સત્તર શબ્દમાં પ્રિયકાન્તની કવિપ્રતિભાનો આપણને પરિચય કરાવે છે એવું અહીં નથી કરતા! શું ચં.ચી. આ વિશેષણોની પુષ્પવર્ષાથી તૃપ્ત થયા હશે?