રિલ્કે/3: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|ગુલાબ|}} {{Poem2Open}} ‑આજે આખોય દિવસ કેવળ તારે જ ખાતર હું ગુલાબનો સ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|ગુલાબ|}}
{{Heading|વેદી|}}


{{Poem2Open}}
{{Poem2Open}}
‑આજે આખોય દિવસ કેવળ તારે જ ખાતર હું ગુલાબનો સ્પર્શ માણ્યા કરીશ, કેવળ તારે ખાતર. કેવળ તારે ખાતર ફરી એક વાર જેને લાંબા (આહ, કેટલા લાંબા) સમય સુધી સ્પર્શ્યા નથી તે ગુલાબના સ્પર્શને માણીશ.
તારા નિકટ આવ્યા પછી મારી કાયા કેવી કુસુમિત થઈને વધુ ને વધુ સૌરભ વિખેરતી રહે છે. જો, હવે મારી ચાલમાં પણ ઋજુતા ને નાજુકાઈ આવી ગયાં છે, ને તું તો માત્ર થંભી ગઈ છે – તો તું છે કોણ?
બધી ગુલાબદાની ખીચોખીચ ભરી દઈશ, એકની પર એક એમ સો સો ગુલાબોથી એને ભરી દઈશ, જેમ એક ખીણ બીજી ખીણમાં ગોઠવાઈ હોય છે તેમ.
જો, હું તારાથી કેટલે દૂર રહી ગયો છું તેનો મને અનુભવ થવા લાગ્યો છે. જે કાંઈ પહેલાં હતું તે હવે પાંદડે પાંદડે ખરતું જાય છે. કેવળ તારું સ્મિત તારાની જેમ તારી ઉપર ઝળુંબી રહ્યું છે ને થોડા સમયમાં મને પણ આવરી લેશે.
રાત્રિની જેમ કદી ભુંસાય નહિ એવી રીતે, સમપિર્ત થઈ ચૂકેલા દૃષ્ટિપાતોને પરવશ કરી નાખીને, ઉપરના વિશાળ વિસ્તારના તારાની જેમ, જેઓ પોતાની ઉજ્જ્વળતાથી જ કેવળ પોતાને બુઝાવી શકે.  
બાળપણનાં વર્ષો, નામહીન ચળકતાં જળ જેવાં એની પાસેથી હું શી અપેક્ષા રાખી શકું? એની વેદી પર હું તને તારું નામ અર્પીશ. એ વેદી તારા ચળકતા વાળના અગ્નિથી પ્રદીપ્ત થઈ ઊઠી છે ને એને તારાં સ્તનની માળા હળવેથી ધરવામાં આવી છે.
ગુલાબભરી રાત, ગુલાબભરી રાત. ગુલાબોની રાત, અનેક ઉજ્જ્વળ ગુલાબોથી ભરી ગુલાબથી પ્રકાશિત રાત્રિ. ગુલાબી પાંપણોની નિદ્રા... એવી જ ગુલાબી ચળકતી નિદ્રા, હું હવે તારી નિદ્રામાં સૂનારો તારી સુવાસમાં સૂનારો, તારી શીતળ ઉત્કટતાનાં ઊંડાણોમાં સૂનારો. હવે હું એ તને સાચવવા આપું છું. મારા અસ્તિત્વની ઉત્કટતાને તારા વિના કોણ આલિંગનથી આવરી લઈ શકે? મારું ભાવિ તારી અતાગ વિશ્રાન્તિમાં સદા વિસ્તાર પામતું રહો.
{{Right|એતદ્, જાન્યુઆરી : ૧૯૭૮}}
એતદ્, જુલાઇ : ૧૯૭
 
મારી અન્ધકારભરી સ્ખલનની ગર્તામાંથી તું મધુરતાથી મને ઓળખનારા તારા મુખની સમીપ ઊંચે લઈ જા. તારા આલંગિનથી થતો આનન્દ મારા હૃદયના ગમ્ભીર મર્મસ્થાને કેવો વ્યાપી જાય છે તે મને યાદ આવે છે.
સ્થાનેથી મારું પતન થયું, કેમ જાણે મેં તને કદી જાણી જ નહીં હોય! મેં જે ખોયું તેને મોેઢે મારા હૃદયને કેવા તો આશ્વાસનથી ફોસલાવ્યા કર્યું! તારામાં આટલી ઉત્કટતાથી એકરૂપ થઈને ભળી ગયેલી મારી જિદ્વદગી – એને તેં તારા મુખ સુધી લાવીને બરાબર ચૂમી નહિ.
તને ક્રૂર બનીને દમ્યા કરતી ઉગ્ર ઝંખના હવે મારી શિરાઓને ભેદી નાખીને તારું નામ દઈ સાદ પાડ્યા કરે છે. પણ તારો પ્રેમ સુધ્ધાં શૂન્યને આમ જ ભેદીને એકાન્તને બેમાં વિભક્ત કરી નાખતો હશે?
{{Poem2Close}}
{{Poem2Close}}