માણસાઈના દીવા/૪. મર્દ જીવરામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪. મર્દ જીવરામ|}} {{Poem2Open}} એ પાર પહોંચ્યા, અને પંડિત જવાહરલાલજ...")
 
No edit summary
Line 5: Line 5:


{{Poem2Open}}
{{Poem2Open}}
એ પાર પહોંચ્યા, અને પંડિત જવાહરલાલજીની મોટર આવી મહીકાંઠે ઊભી રહી. રાતના બાર વાગ્યા હશે. બાપુને મળવા અધીરું એ મત્ત યૌવન, મહીના કાદવનો ખ્યાલ અપાયા પછી પણ બોલી ઊઠ્યું : ‘હમ તો નવજવાન હૈ!' નવજવાનને તો પાર જઈ બાપુને મળી કરી કાંઠે આવવું હતું. મોટરને ત્યાં સુધી થોભવા કહીને ઊપડ્યા. પણ પાર ગયા પછી એણે કહેવરાવી દીધું : “મોટરને પાછી લઈ જજો. નહીં આવી શકાય." મદાંધ મહીએ નવજવાનનું પાણી ઉતાર્યું.
બદલપરમાં અમે દધીચ બ્રાહ્મણ ખેડૂત શ્રી ફુલાશંકરભાઈને ઘેર ઊતર્યા હતા. આ પંથકમાં દધીચોની જ વસ્તી છે. દધીચ બ્રાહ્મણો ખેડુ છે. ખેડુની પ્રકૃતિમાં જે ઓછાબોલાપણું, જે બાહ્ય વિવેકનો અભાવ, જે આંતરિક સૌજન્ય અને જે આતિથ્યની નિરાડંબરી ભાવના હોય છે તે આ દધીચોમાંયે છે. પણ દધીચોમાં જે ઠંડી તાકાત — જે ‘गूढं हि दाहात्मकमस्ति तेजः' — હોય છે, અને નિગૂઢ ચકમક-તેજ અન્ય તેજની સાથે અફળાતાં પોતાનાં અંદરથી જે દાહ — જે દાવાનલ — પ્રગટાવે છે, તેની વાત તો મેં દહેવાણના દધીચોને વિશે સાંભળી રાખી હતી. કથાને હું દહેવાણના માર્ગે તાજી કરતો હતો.
મારે રગનાથજી ડોસાને જોવા હતા. ડોસા અમારે ઉતારે આવી ગયા, પણ ભેટો થયો નહીં. એમના પુત્ર બહાદુરસંગને દીઠા. મેં પૂછ્યું : “દહેવાણના ઠાકોર સ્વ. નારસંગજીએ એમને ઉપદ્રવ કર્યો હતો? સરકારે આ રગનાથજીને કંઈ સતાવ્યા હતા?" જાણ મળી કે, ના, કંઈ નહોતું કર્યું.
બાબર દેવા અને બીજા ત્રણ બહારવટિયા મળી ચારની ટોળીઓએ જ્યારે ખેડા જિલ્લાને ચૂંથી નાખ્યો હતો ત્યારે પાંચમી તરફથી સરકારે આ પ્રદેશના તારાજ બનતાં લોકો પર માથાદીઠ ‘પ્યુનિટિવ ટેક્સ' નાખ્યો હતો. લોકોએ એ કરને ‘હૈડિયા વેરો' એવા શબ્દે ઓળખ્યો. સરદાર વલ્લભભાઈએ એ વેરા સામે ‘ના-કર'નો સત્યાગ્રહ ઉપાડ્યો. ઠેર ઠેર સ્વયંસેવકોની છાવણીઓ પડી. આ મહીકાંઠો મહારાજે હાથમાં લીધો. સ્વયંસેવકો હતા : પત્રિકાઓ કાઢવાના સંચા ન મળે. જાતે પત્રિકા લખી ગામેગામ જઈ વંચી બતાવવાની. ગામોગામ જઈ ઝાંપામાં પેસતાં જ મહારાજ લોકોને કહેવા લાગે : “હું તમને કહેવા આવ્યો છું — હૈડિયા વેરો ના ભરાય. નહીં તો આપણે ચોરડાકુઓને આશરો આપ્યો છે એ પુરવાર થયું ગણાય, આપણું નાક કપાય : એ કેમ સહેવાય?
‘સાચું છે : એ કેમ સહેવાય? એથી તો છો બીજું બધું જાય!' એવા પ્રતિધ્વનિ પડ્યા. ‘હૈડિયા વેરો દેશો નહીં! — દેશો નહીં! — દેશો નહીં!' એ ગુરુમંત્ર તેજના લિસોટા પાડતો ગામેગામ ચાલ્યો ગયો.  
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 09:20, 4 January 2022


૪. મર્દ જીવરામ


બદલપરમાં અમે દધીચ બ્રાહ્મણ ખેડૂત શ્રી ફુલાશંકરભાઈને ઘેર ઊતર્યા હતા. આ પંથકમાં દધીચોની જ વસ્તી છે. દધીચ બ્રાહ્મણો ખેડુ છે. ખેડુની પ્રકૃતિમાં જે ઓછાબોલાપણું, જે બાહ્ય વિવેકનો અભાવ, જે આંતરિક સૌજન્ય અને જે આતિથ્યની નિરાડંબરી ભાવના હોય છે તે આ દધીચોમાંયે છે. પણ દધીચોમાં જે ઠંડી તાકાત — જે ‘गूढं हि दाहात्मकमस्ति तेजः' — હોય છે, અને નિગૂઢ ચકમક-તેજ અન્ય તેજની સાથે અફળાતાં પોતાનાં અંદરથી જે દાહ — જે દાવાનલ — પ્રગટાવે છે, તેની વાત તો મેં દહેવાણના દધીચોને વિશે સાંભળી રાખી હતી. એ કથાને હું દહેવાણના માર્ગે તાજી કરતો હતો. બાબર દેવા અને બીજા ત્રણ બહારવટિયા મળી ચારની ટોળીઓએ જ્યારે આ ખેડા જિલ્લાને ચૂંથી નાખ્યો હતો ત્યારે પાંચમી તરફથી સરકારે આ પ્રદેશના તારાજ બનતાં લોકો પર માથાદીઠ ‘પ્યુનિટિવ ટેક્સ' નાખ્યો હતો. લોકોએ એ કરને ‘હૈડિયા વેરો' એવા શબ્દે ઓળખ્યો. સરદાર વલ્લભભાઈએ એ વેરા સામે ‘ના-કર'નો સત્યાગ્રહ ઉપાડ્યો. ઠેર ઠેર સ્વયંસેવકોની છાવણીઓ પડી. આ મહીકાંઠો મહારાજે હાથમાં લીધો. સ્વયંસેવકો હતા : પત્રિકાઓ કાઢવાના સંચા ન મળે. જાતે પત્રિકા લખી ગામેગામ જઈ વંચી બતાવવાની. ગામોગામ જઈ ઝાંપામાં પેસતાં જ મહારાજ લોકોને કહેવા લાગે : “હું તમને કહેવા આવ્યો છું — હૈડિયા વેરો ના ભરાય. નહીં તો આપણે ચોરડાકુઓને આશરો આપ્યો છે એ પુરવાર થયું ગણાય, આપણું નાક કપાય : એ કેમ સહેવાય?” ‘સાચું છે : એ કેમ સહેવાય? એથી તો છો બીજું બધું જાય!' એવા પ્રતિધ્વનિ પડ્યા. ‘હૈડિયા વેરો દેશો નહીં! — દેશો નહીં! — દેશો નહીં!' એ ગુરુમંત્ર તેજના લિસોટા પાડતો ગામેગામ ચાલ્યો ગયો.