પલકારા/બદનામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બદનામ|}} {{Poem2Open}} રાત પડી ગઈ હતી, વરસાદની ઝડીએ રસ્તા પરના દીવાન...")
 
No edit summary
Line 9: Line 9:
ભીંજાતી ઓરતને આવી કોઈ વાતોની ગમ નહોતી. પોતાના દેશ તથા પાડોશી દેશ વચ્ચે સળગેલી આ સંહાર-હોળી કેવી રીતે શમે તેના વિચારો પણ પેસી શકે એવું એનું ભેજું નહોતું. એ તો ફક્ત જોઈ રહી હતી કપાઈ-ઘવાઈ ઝોળીએ સૂતા આવતા વતનના જુવાનોને. પોતે પણ જુવાન હતી – જુવાની અંદરથી ઊકળી રહી હતી. દેશી જુવાનોને મારનાર દુશ્મનોનો કિન્નો લેવા દિલ તલપતું હતું. લોકોનું ટોળું ટીકી ટીકીને આ જખમી જુવાનોના સરઘસની વાતો કરતું હતું. તેમાં આ એકલવાઈ રઝળુ જણાતી ઓરતે પણ ટાપશી પૂરી કે “એ જ લાગના છે પીટ્યા આ દેશના રાજ કરવાવાળા ! સાચાં કામ કરનારને કામ જ કોણ આપે છે ? છો ને મરતા બધા જ જુવાનિયા !”  
ભીંજાતી ઓરતને આવી કોઈ વાતોની ગમ નહોતી. પોતાના દેશ તથા પાડોશી દેશ વચ્ચે સળગેલી આ સંહાર-હોળી કેવી રીતે શમે તેના વિચારો પણ પેસી શકે એવું એનું ભેજું નહોતું. એ તો ફક્ત જોઈ રહી હતી કપાઈ-ઘવાઈ ઝોળીએ સૂતા આવતા વતનના જુવાનોને. પોતે પણ જુવાન હતી – જુવાની અંદરથી ઊકળી રહી હતી. દેશી જુવાનોને મારનાર દુશ્મનોનો કિન્નો લેવા દિલ તલપતું હતું. લોકોનું ટોળું ટીકી ટીકીને આ જખમી જુવાનોના સરઘસની વાતો કરતું હતું. તેમાં આ એકલવાઈ રઝળુ જણાતી ઓરતે પણ ટાપશી પૂરી કે “એ જ લાગના છે પીટ્યા આ દેશના રાજ કરવાવાળા ! સાચાં કામ કરનારને કામ જ કોણ આપે છે ? છો ને મરતા બધા જ જુવાનિયા !”  
“રાંડ ડાકણી છે કે શું ?” કહીને લોકોએ એની સામે આંખો ફાડી. પોલીસે આવીને સહુને વીખરાઈ જવા હુકમ કર્યો.  
“રાંડ ડાકણી છે કે શું ?” કહીને લોકોએ એની સામે આંખો ફાડી. પોલીસે આવીને સહુને વીખરાઈ જવા હુકમ કર્યો.  
[૨]  
 
 
<center>'''[૨]'''</center>
 
 
રઝળુ ઓરત ભીંજાતી ભીંજાતી એની ગલીમાં ચાલી ગઈ. એના ઘરને બારણે જ્યારે એ પહોંચી ત્યારે મ્યુનિસિપાલિટીના દીવાને અજવાળે કમાડ ઉપર એક કાળો મોટો ઓછાયો પડ્યો.  
રઝળુ ઓરત ભીંજાતી ભીંજાતી એની ગલીમાં ચાલી ગઈ. એના ઘરને બારણે જ્યારે એ પહોંચી ત્યારે મ્યુનિસિપાલિટીના દીવાને અજવાળે કમાડ ઉપર એક કાળો મોટો ઓછાયો પડ્યો.  
ઓરતે પછવાડે નજર કરી : એક કદાવર આદમી ત્યાં ઊભો હતો. એના દેહ પર લાંબો ‘વૉટરપ્રૂફ’ (વરસાદનો) ડગલો હતો. હાથમાં છત્રી હતી. મૂછોના મોટા થોભિયા હતા. ‘બુલ-ડૉગ’ (ડાઘિયા કૂતરા) જેવું મોં હતું.  
ઓરતે પછવાડે નજર કરી : એક કદાવર આદમી ત્યાં ઊભો હતો. એના દેહ પર લાંબો ‘વૉટરપ્રૂફ’ (વરસાદનો) ડગલો હતો. હાથમાં છત્રી હતી. મૂછોના મોટા થોભિયા હતા. ‘બુલ-ડૉગ’ (ડાઘિયા કૂતરા) જેવું મોં હતું.  
Line 38: Line 42:
ઓરતના ઘરનું બારણું બંધ થયું. એટલે જાહેર રસ્તા પરના ફાનસને અજવાળે આ પરહેજ બનેલા આદમીએ પોતાના ગજવામાંથી એક પાસ બહાર કાઢ્યો. કૉસ્ટેબલની આંખો સામે ઠંડા રુઆબથી એ પાસ એણે ધર્યો. કૉસ્ટેબલે પાસ જોતાંની વાર જ ટટાર બનીને બંદીવાનને લશ્કરી સલામ ભરી.  
ઓરતના ઘરનું બારણું બંધ થયું. એટલે જાહેર રસ્તા પરના ફાનસને અજવાળે આ પરહેજ બનેલા આદમીએ પોતાના ગજવામાંથી એક પાસ બહાર કાઢ્યો. કૉસ્ટેબલની આંખો સામે ઠંડા રુઆબથી એ પાસ એણે ધર્યો. કૉસ્ટેબલે પાસ જોતાંની વાર જ ટટાર બનીને બંદીવાનને લશ્કરી સલામ ભરી.  
બંદીવાને કડક દમામ સાથે ગજવામાંથી પોતાના નામનું કાર્ડ કાઢ્યું, અને કૉસ્ટેબલને આપી કહ્યું : “એ રાંડને આપ, અને કહેજે કે કાલે સવારે મારી ઑફિસમાં હાજર થાય.”  
બંદીવાને કડક દમામ સાથે ગજવામાંથી પોતાના નામનું કાર્ડ કાઢ્યું, અને કૉસ્ટેબલને આપી કહ્યું : “એ રાંડને આપ, અને કહેજે કે કાલે સવારે મારી ઑફિસમાં હાજર થાય.”  
કૉસ્ટેબલે ફરીથી લશ્કરી સલામ કરી. બન્ને છૂટા પડ્યા.  
કૉસ્ટેબલે ફરીથી લશ્કરી સલામ કરી. બન્ને છૂટા પડ્યા.
[૩]  
 
<center>'''[૩]'''</center>
 
 
વળતા દિવસની સવારે એ ‘રાંડ’ એક લશ્કરી કચેરીના દ્વાર પર આવીને ઊભી રહી, ત્યારે ‘સાહેબ’ની સાથે મુલાકાતો ગોઠવનાર અફસરો એક પછી એક આદમીનું નામઠામ નોંધી-પૂછી સહુને હારબંધ બેસાડતા હતા.  
વળતા દિવસની સવારે એ ‘રાંડ’ એક લશ્કરી કચેરીના દ્વાર પર આવીને ઊભી રહી, ત્યારે ‘સાહેબ’ની સાથે મુલાકાતો ગોઠવનાર અફસરો એક પછી એક આદમીનું નામઠામ નોંધી-પૂછી સહુને હારબંધ બેસાડતા હતા.  
ઓરતે ટેબલ પર પોતાનું કાર્ડ સેરવ્યું. તાત્કાલિક મુલાકાત આપવાની એ નિશાની દેખાતાં જ અફસરોનાં ઊંધું ઘાલી લખલખ કરતાં માથાં ઊચાં થયાં; સહુએ કુતૂહલ અનુભવ્યું : ઓરતે માથા પર રૂમાલ બાંધ્યો હતો; એની આંખો તીણી હતી; એના સહેજ મલકતા હોઠ પર ઠંડી ખુમારી હતી.  
ઓરતે ટેબલ પર પોતાનું કાર્ડ સેરવ્યું. તાત્કાલિક મુલાકાત આપવાની એ નિશાની દેખાતાં જ અફસરોનાં ઊંધું ઘાલી લખલખ કરતાં માથાં ઊચાં થયાં; સહુએ કુતૂહલ અનુભવ્યું : ઓરતે માથા પર રૂમાલ બાંધ્યો હતો; એની આંખો તીણી હતી; એના સહેજ મલકતા હોઠ પર ઠંડી ખુમારી હતી.  
Line 62: Line 70:
ઓરતે બેઉ તસવીરોને નિહાળી નિહાળી જોઈ લીધી, ને પછી એણે કચેરી છોડી દીધી.  
ઓરતે બેઉ તસવીરોને નિહાળી નિહાળી જોઈ લીધી, ને પછી એણે કચેરી છોડી દીધી.  
વળતા દિવસે એનો નિવાસ એક બંગલામાં થયો. નવા પોશાક, રાચરચીલા, ગાડીઘોડા વગેરે સાહેબીએ એના સૌંદર્યને હીલોળે ચડાવ્યું. એની બુદ્ધિના તેજને નવી ધાર નીકળી. બે જ મહિનામાં એણે સંગીતની કલા હાથ કરી. આવાં માણસો જલદીથી નવા જીવનનો લેબાસ પહેરી શકા છે : જીવનને એ નાટક ગણીને પાઠ ભજવે છે.
વળતા દિવસે એનો નિવાસ એક બંગલામાં થયો. નવા પોશાક, રાચરચીલા, ગાડીઘોડા વગેરે સાહેબીએ એના સૌંદર્યને હીલોળે ચડાવ્યું. એની બુદ્ધિના તેજને નવી ધાર નીકળી. બે જ મહિનામાં એણે સંગીતની કલા હાથ કરી. આવાં માણસો જલદીથી નવા જીવનનો લેબાસ પહેરી શકા છે : જીવનને એ નાટક ગણીને પાઠ ભજવે છે.
[૪]  
 
 
<center>'''[૪]'''</center>
 
 
લશકરના કર્નલ સાહેબ અનેક નાના-મોટા અફસરોની ઈર્ષ્યાનું કારણ બન્યા. એની ઘોડાગાડીમાં કે મોટરકારમાં વારંવાર એની બાજુએ જુવાન બાનુ બિરાજમાન જોવાતી. અનેક નૌજવાન અફસરોની કાકલૂદી પર ઠંડો તિરસ્કાર છાંટતી. આ સુંદરી આધેડ વયના કર્નલ ઉપર ઢળી પડી હતી.  
લશકરના કર્નલ સાહેબ અનેક નાના-મોટા અફસરોની ઈર્ષ્યાનું કારણ બન્યા. એની ઘોડાગાડીમાં કે મોટરકારમાં વારંવાર એની બાજુએ જુવાન બાનુ બિરાજમાન જોવાતી. અનેક નૌજવાન અફસરોની કાકલૂદી પર ઠંડો તિરસ્કાર છાંટતી. આ સુંદરી આધેડ વયના કર્નલ ઉપર ઢળી પડી હતી.  
એક દિવસ એ સૌંદર્યની નાગણીએ કર્નલનું છૂપું પાપ પકડી કાઢ્યું. કર્નલે પોતાના ઘરમાં આપઘાત કર્યો. કોઈને ખબર ન પડી કે આ કર્નલની દુશમનો સાથેની શામિલગીરી કોણે પકડી.  
એક દિવસ એ સૌંદર્યની નાગણીએ કર્નલનું છૂપું પાપ પકડી કાઢ્યું. કર્નલે પોતાના ઘરમાં આપઘાત કર્યો. કોઈને ખબર ન પડી કે આ કર્નલની દુશમનો સાથેની શામિલગીરી કોણે પકડી.  
Line 98: Line 110:
“પણ – પણ-”  
“પણ – પણ-”  
“ફિકર નહિ; મારા કબજામાં – મારી જવાબદારી પર છે એ.”  
“ફિકર નહિ; મારા કબજામાં – મારી જવાબદારી પર છે એ.”  
[૫]  
 
 
<Center>'''[૫]'''</Center>
 
 
બેઉ એકલાં પડ્યાં. ઓરતે પૂછયું : “કેમ, હવે તો ઓળખાણ પડે છે ને ?”  
બેઉ એકલાં પડ્યાં. ઓરતે પૂછયું : “કેમ, હવે તો ઓળખાણ પડે છે ને ?”  
“તું એક ઓરત છે એ જ મોટામાં મોટી ઓળખાણ.”  
“તું એક ઓરત છે એ જ મોટામાં મોટી ઓળખાણ.”  
Line 125: Line 141:
છાવણીમાં હોહાકર મચી રહ્યો હતો. અને મશીન-ગનોની આકાશગામી નળીઓમાંથી તડતડાટ ગોળીઓ ફૂટી રહી હતી, ત્યારે–  
છાવણીમાં હોહાકર મચી રહ્યો હતો. અને મશીન-ગનોની આકાશગામી નળીઓમાંથી તડતડાટ ગોળીઓ ફૂટી રહી હતી, ત્યારે–  
–બુરજની બારીએ ઊભેલી ઓરત મીઠાશભરી આંખે દૂર દૂર ચાલ્યા જતા વિમાનને નિહાળતી હતી.  
–બુરજની બારીએ ઊભેલી ઓરત મીઠાશભરી આંખે દૂર દૂર ચાલ્યા જતા વિમાનને નિહાળતી હતી.  
[૬]  
 
 
<center>'''[૬]'''</center>
 
 
“તેં ? તેં ઊઠીને એને નસાડ્યો ?”  
“તેં ? તેં ઊઠીને એને નસાડ્યો ?”  
“શા માટે નસાડ્યો એને ?”  
“શા માટે નસાડ્યો એને ?”  
Line 152: Line 172:
ઝાંખી બત્તી લઈને મૃત્યુનો દૂત બહાર નીકળ્યો.  
ઝાંખી બત્તી લઈને મૃત્યુનો દૂત બહાર નીકળ્યો.  
વાજાની પેટી આવી; પોશાક પણ આવ્યો.  
વાજાની પેટી આવી; પોશાક પણ આવ્યો.  
[૭]  
 
 
<center>'''[૭]'''</center>
 
 
આખી રાત કોઈ પાગલની પેઠે એ ઓરત વાજું બજાવતી રહી. બજાવતાં બજાવતાં એનું શરીર મૃત્યુ-નૃત્ય કરતું હતું. એના વાળની લટો ધૂણતી હતી. એ માનવી મટીને જાણે વંટોળિયો બની ગઈ હતી.  
આખી રાત કોઈ પાગલની પેઠે એ ઓરત વાજું બજાવતી રહી. બજાવતાં બજાવતાં એનું શરીર મૃત્યુ-નૃત્ય કરતું હતું. એના વાળની લટો ધૂણતી હતી. એ માનવી મટીને જાણે વંટોળિયો બની ગઈ હતી.  
પ્રભાતે જ્યારે એક અફસર આવીને એની તુરંગમાં ઊભો રહ્યો, ત્યારે જ એને રાત વીતી ગયાની જાણ થઈ.  
પ્રભાતે જ્યારે એક અફસર આવીને એની તુરંગમાં ઊભો રહ્યો, ત્યારે જ એને રાત વીતી ગયાની જાણ થઈ.  

Revision as of 11:18, 7 January 2022


બદનામ

રાત પડી ગઈ હતી, વરસાદની ઝડીએ રસ્તા પરના દીવાને ઝાંખા પાડ્યા હતા. માર્ગે પાણી ભરાયો હતો. ભીંજાતી ભીંજાતી એ એકલી ઊભી હતી. ભીંજાતી સી વધારે રૂપાળી લાગે છે, એકલતા અને ગરીબી પણ જ્યારે સુંદરતાનો સંગાથી હોય છે, ત્યારે વળી વૃષ્ટિમાં પલળતું શરીર મેઘધનુષ્ય જેવી શોભા આપે છે. સૌંદર્ય એકલું ભીંજાતું ઊભું હતું, અને શબોની હારો ને હારો ઝોળીઓમાં પલળતી ચાલી આવતી હતી. ભીંજાતી ઊભેલી ઓરત જોઈ રહી હતી. પોતાની જન્મભૂમિના જુવાનોનાં એ મુર્દાં હતાં. પોતાના સ્વદેશને સીમાડે એક મહાન કતલ ચાલી રહી હતી. લોકો એને ‘યુદ્ધ’ કહે છે – કોઈક વાર એ સંહારલીલાનો મહિમા વધારવા માટે ‘મહાયુદ્ધ’ પણ કહે છે. ને યુદ્ધ કરનારા પક્ષો હમેશાં અથવા ઘણુંખરું પાડોશીઓ જ હોય છે. સાંકડી શેરીના પાડોશીઓ જેમ ખાટલા મૂકવાની, કે દાળ સૂકવવાની કે ઝાડુ કાઢવાની નાની બાબતોમાં લડી પડે છે, તેમ ડાહ્યા સુજાણ દેશ-દેશો પણ બાયડીશાહી પ્રશ્નો પર તોપગોળાની, તકરાર મચાવે છે. ભીંજાતી ઓરતને આવી કોઈ વાતોની ગમ નહોતી. પોતાના દેશ તથા પાડોશી દેશ વચ્ચે સળગેલી આ સંહાર-હોળી કેવી રીતે શમે તેના વિચારો પણ પેસી શકે એવું એનું ભેજું નહોતું. એ તો ફક્ત જોઈ રહી હતી કપાઈ-ઘવાઈ ઝોળીએ સૂતા આવતા વતનના જુવાનોને. પોતે પણ જુવાન હતી – જુવાની અંદરથી ઊકળી રહી હતી. દેશી જુવાનોને મારનાર દુશ્મનોનો કિન્નો લેવા દિલ તલપતું હતું. લોકોનું ટોળું ટીકી ટીકીને આ જખમી જુવાનોના સરઘસની વાતો કરતું હતું. તેમાં આ એકલવાઈ રઝળુ જણાતી ઓરતે પણ ટાપશી પૂરી કે “એ જ લાગના છે પીટ્યા આ દેશના રાજ કરવાવાળા ! સાચાં કામ કરનારને કામ જ કોણ આપે છે ? છો ને મરતા બધા જ જુવાનિયા !” “રાંડ ડાકણી છે કે શું ?” કહીને લોકોએ એની સામે આંખો ફાડી. પોલીસે આવીને સહુને વીખરાઈ જવા હુકમ કર્યો.


[૨]


રઝળુ ઓરત ભીંજાતી ભીંજાતી એની ગલીમાં ચાલી ગઈ. એના ઘરને બારણે જ્યારે એ પહોંચી ત્યારે મ્યુનિસિપાલિટીના દીવાને અજવાળે કમાડ ઉપર એક કાળો મોટો ઓછાયો પડ્યો. ઓરતે પછવાડે નજર કરી : એક કદાવર આદમી ત્યાં ઊભો હતો. એના દેહ પર લાંબો ‘વૉટરપ્રૂફ’ (વરસાદનો) ડગલો હતો. હાથમાં છત્રી હતી. મૂછોના મોટા થોભિયા હતા. ‘બુલ-ડૉગ’ (ડાઘિયા કૂતરા) જેવું મોં હતું. એ આદમીએ જોયું કે અંધારી એકાંતે પણ આ ઓરત એક વિકરાળ પરપુરુષને દેખી જરીકે ગભરાટ નથી બનાવતી. “થોડી વાર અંદર આવું ?” પુરુષે પ્રશ્ન કર્યો. “ખુશીથી.” છત્રી બંધ કરીને આદમી અંદર દાખલ થયો. છતાં ઓરતે કશો ગભરાટ બતાવ્યો નહિ. પુરુષે ઓરડામાં નજર કરી. ગરીબી જ ગરીબી ચારે પાસ આલેખાઈ હતી : વળગણા ઉપર લટકતાં થીગડાં મારેલ કપડાંમાં, તરડાયેલ અરીસામાં, નિસ્તેજ રાચરચીલામાં. ગરીબ છતાં ઓરત અધમ જીવન ગાળતી ન લાગી. પથારી પર ટાપટીપ નહોતી. આગતાસ્વાગતામાં લટકાં પણ નહોતાં. હલકી જાતનાં લોકો માયલી, એકલી રહેનાર ઓરત આટલી બધી નમણી મુખમુદ્રાને અણસ્પર્શી રાખી રહે એ એક ન મનાય તેવી વાત હતી. “મારું ગરીબનું ઘર પાવન કર્યું તમે, મહેરબાન ! કાંઈ હુકમ ?” ઓરતે પૂછ્યું. શહેરનો પોલીસ અમલદાર જેને ‘મોતડી’, ‘વખતુડી’ કે ‘ઓલી રાંડ ઝબુડી’ કહી બોલાવે છે એ વર્ગની આ ઓરત હતી. આ વર્ગની ઓરતો ગુના કરવામાં શામિલ થાય છે તેમ ગુના પકડાવવામાં પણ કામ લાગે છે. આજે એ ગામના કોઈ ડામીજની રખાત બને છે, તો કાલે એ પોતાના ઘરના ડામચિયામાંથી જ એ ડામીજને પોલીસ-સ્વાધીન કરે છે; નાગરાણીનો વેશ પહેરી હાટકેશ્વરમાં પણ જાય છે ને ફૂલફગરનો ઘેરદાર ઘાઘરો ફંગોળતી ગોકળ આઠમનો મેળો પણ ગજાવી મૂકે છે. આવી જ એક અલાયદી જ ઓરત કોમ ગામેગામ વસેલી છે તે માયલી જ એક આ ઓરત હતી. કરડા આદમીએ એને કહ્યું : “શો વિચાર છે તારો ?” “શેનો વચ્ચાર, સા’બ ?” “આ બિખારીની દશા જ ભોગવ્યા કરવી છે ? આ તારી અક્કલહોશિયારીનું કાંઈ ઈનામ નથી જીતવું, રાંડ ?” “પણ શી રીતે, સા’બ ?” “તારા રાજને લગતી થોડીક બાતમી મેળવી આપીશ ?” “તમે કોણ છો ?” "મારી ઓળખાણની જરૂર છે તારે ? કે નાણાં જોવે છે ?” “અરે, સા’બ ! નાણાં મળે તો પછી મારે તમારી પડપૂછમાં પડવાનીયે શી જરૂર છે ? તમે ગમે તે હો. તમે કહો તે કરી આપું. તમે જેનું નામ લ્યો તે અમલદારને ફોડી દઉં.” “શાબાશ !” “હવે, સા’બ ! મારું એક વેણ રાખશો ? વરસાદમાં પલળ્યા છો તે એકાદ ગલાસ દારૂ લેશો ? મારા સોગન જો મારા ઘરનો એક ગલાસ ન ચાખો તો.” ઘરમાં લટકતા શીંકા ઉપરથી ઓરતે દારૂનો સીસો ઉતાર્યો, ને લીલા ગ્લાસમાં ઠલવ્યો. સીસો ખાલી જ હતો. “અરે, રામ ! લ્યો સા’બ, હમણાં જ દોડી દોડી લઈને આવું છું. મારા સોગન જે ઊઠે તેને. મારે હજી ઘણી વાતો કરવી છે, હો સાહેબ !” સીસો લઈને ઓરત બહાર નીકળી, થોડી વારે જ્યારે એ પાછી આવી ત્યારે એની સાથે એક પોલીસ-કૉન્ટેબલ હતો. પોલીસના હાથમાં કારતૂસ ચડાવેલી રિવૉલ્વર હતી. ઓરતે આંગળી ચીંધીને કહ્યું : “આ મારા ઘરના મે’માન !” પોલીસે મહેમાનને કહ્યું : “ખડા થાવ, મોખરે થઈ જાવ.” “દગલબાજ !” મહેમાને ઓરત સામે ડોળા ફાડ્યા. “હ-અં !” બિલાડી જેવી આંખો તાકીને ઓરત મલકાતી મલકાતી ઊભી; એટલું જ બોલી : “મારા દેશની વિરુદ્ધમાં મને વાપરવી હતી, કાં ?” ઓરતના ઘરનું બારણું બંધ થયું. એટલે જાહેર રસ્તા પરના ફાનસને અજવાળે આ પરહેજ બનેલા આદમીએ પોતાના ગજવામાંથી એક પાસ બહાર કાઢ્યો. કૉસ્ટેબલની આંખો સામે ઠંડા રુઆબથી એ પાસ એણે ધર્યો. કૉસ્ટેબલે પાસ જોતાંની વાર જ ટટાર બનીને બંદીવાનને લશ્કરી સલામ ભરી. બંદીવાને કડક દમામ સાથે ગજવામાંથી પોતાના નામનું કાર્ડ કાઢ્યું, અને કૉસ્ટેબલને આપી કહ્યું : “એ રાંડને આપ, અને કહેજે કે કાલે સવારે મારી ઑફિસમાં હાજર થાય.” કૉસ્ટેબલે ફરીથી લશ્કરી સલામ કરી. બન્ને છૂટા પડ્યા.


[૩]


વળતા દિવસની સવારે એ ‘રાંડ’ એક લશ્કરી કચેરીના દ્વાર પર આવીને ઊભી રહી, ત્યારે ‘સાહેબ’ની સાથે મુલાકાતો ગોઠવનાર અફસરો એક પછી એક આદમીનું નામઠામ નોંધી-પૂછી સહુને હારબંધ બેસાડતા હતા. ઓરતે ટેબલ પર પોતાનું કાર્ડ સેરવ્યું. તાત્કાલિક મુલાકાત આપવાની એ નિશાની દેખાતાં જ અફસરોનાં ઊંધું ઘાલી લખલખ કરતાં માથાં ઊચાં થયાં; સહુએ કુતૂહલ અનુભવ્યું : ઓરતે માથા પર રૂમાલ બાંધ્યો હતો; એની આંખો તીણી હતી; એના સહેજ મલકતા હોઠ પર ઠંડી ખુમારી હતી. “નામ?” અફસરે પૂછ્યું. “નામ બતાવવાની મારી મરજી નથી.” ઓરતો સીનો જરીકે બદલવા દીધા સિવાય ઉત્તર આપ્યો. “વારુ ! ઓર્ડરલી !” અફસરે બૂમ પાડી. વીસેક વરસનો ફૂટતી મૂછોવાળો જુવાન ચકચકાટ મારતા યુનિફૉર્મમાં હાજર થયો. “સીધા સા’બ પાસ લે જાવ !” અફસરે ઓરત પ્રત્યે આંગળી ચીંધી. નામ ન આપનાર એક શંકી ઓરત સામે સહુ તાકી રહ્યા. એક દરવાજામાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં એમ એક પછી એક ચોકી વટાવીને, લાંબી લાંબી પરશાળો અને પહોળાં ચોગાનો વચ્ચે થઈને જ્યારે આ જુવાન ઑર્ડરલી તથા જુવાન ઓરત ચાલ્યા જતાં હતાં ત્યારે ઓરતનાં કદમ પણ એ લશ્કરી સિપાહીનાં કદમો સાથે તાલ લેતાં હતાં. ઓરત આ બધી ભુલભુલામણી દેખીને ડરતી નહોતી; કશુંક જોણું જોવા જતી હોય તેવી લહેરમાં હતી. જુવાન ઑર્ડરલી વારેવારે એની સામે નજર કરતો હતો, અને કોણ જાણે કેમ પણ એક ઠેકાણે વચમાં બેઉ જણાં થોડી વાર અટક્યાં પણ હતાં. છેલ્લા દ્વાર પર પહોંચવા સુધીમાં તો બેઉએ ઘણું ઘણું જાણે મળી લીધું, ઘણી ઓળખાણ કરી લીધી. બેઉનાં મોં તો ચૂપ જ હતાં. ટપ ટપ તાલબદ્ધ પડતાં બેઉનાં કદમો જ જાણે જીભનું કામ કરી રહ્યાં હતાં. “આજનું આપણે જોડે ચાલેલું યાદગાર રહેશે ?” ઑર્ડરલી જુવાને આ પ્રશ્ન કર્યો ત્યારે એના ગાલો ઉપર ગલ પડ્યા. જવાબમાં ઓરતે ધીરી ડોક ડોલાવી. એ ડોલનની અંદર ન ભુલાય, ન સહેવાય, તેવો ભાવ ભર્યો હતો. છેલ્લું બારણું ઉઘડ્યું, અને ઑર્ડરલીએ જમણા હાથનો લહેકો કરી ઓરતને અંદર પ્રવેશ કરવાનું સૂચવ્યું. છેલ્લું સ્મિત વેરીને ઓરત એકલી અંદર ગઈ. ઓરત જઈને ટેબલની સામે ઊભી રહી. એકલા “સાહેબ” જ બેઠા હતા. એણે પોતાનું બુલડૉગ જેવું માથું ઊંચું કર્યું. જાડી જાડી ભમ્મરો નીચેથી એણે આંખો ઊંચી માંડી. ઓરતને તપાસી ઘુરકાટ કરીને કહ્યું : “હેં ગમાર છોકરી ! તું મને પકડાવવા ગઈ’તી, હેં ! હું કોણ છું તેની તને ખબર નહોતી ? બેવકૂફ છોકરી ! હું… !” ઓરતે કશો ઉત્તર ન દીધો. “શું કરવું છે હવે તારે, હેં બેવકૂફ ! જાસૂસી ખાતામાં રહેવું છે તારે ?” સાહેબના અવાજમાં એ-ની એ કરડાઈ હતી. “હા જી. મારે મારા દેશનું કંઈક ભલું કરવું છે. સહુ કરે છે; હુંય કરીશ.” “શું પથરા ભલું કરીશ ? બોલ, રહેવું છે ? તને એક સારું મકાન અને મોટો પગાર મળશે. પરંતુ યાદ રાખજે; જાસૂસી ખાતાની નોકરી છે. પરિણામમાં બદનામી અને મોત જ હોય છે – ઘણે ભાગે, માટે વિચારીને પડજે.” “કંઈક કરી બતાવાય તો મોત અને બદનામી પણ શું ખોટાં છે ?” “ખેર, મર ત્યારે, આ લે : આ જો. બેઉ આપણા લશ્કરના મોટા હોદ્દેદારો છે; બેઉ ઉપર મને શક છે – દુશ્મનો ભેળા ભળી ગયા જણાય છે. તારે એનું પારખું કરવાનું છે. તે પારખા ઉપર આપણા હજારો સૈનિકોનાં. જીવન-મોતનો આધાર છે.” ઓરતે બેઉ તસવીરોને નિહાળી નિહાળી જોઈ લીધી, ને પછી એણે કચેરી છોડી દીધી. વળતા દિવસે એનો નિવાસ એક બંગલામાં થયો. નવા પોશાક, રાચરચીલા, ગાડીઘોડા વગેરે સાહેબીએ એના સૌંદર્યને હીલોળે ચડાવ્યું. એની બુદ્ધિના તેજને નવી ધાર નીકળી. બે જ મહિનામાં એણે સંગીતની કલા હાથ કરી. આવાં માણસો જલદીથી નવા જીવનનો લેબાસ પહેરી શકા છે : જીવનને એ નાટક ગણીને પાઠ ભજવે છે.


[૪]


લશકરના કર્નલ સાહેબ અનેક નાના-મોટા અફસરોની ઈર્ષ્યાનું કારણ બન્યા. એની ઘોડાગાડીમાં કે મોટરકારમાં વારંવાર એની બાજુએ જુવાન બાનુ બિરાજમાન જોવાતી. અનેક નૌજવાન અફસરોની કાકલૂદી પર ઠંડો તિરસ્કાર છાંટતી. આ સુંદરી આધેડ વયના કર્નલ ઉપર ઢળી પડી હતી. એક દિવસ એ સૌંદર્યની નાગણીએ કર્નલનું છૂપું પાપ પકડી કાઢ્યું. કર્નલે પોતાના ઘરમાં આપઘાત કર્યો. કોઈને ખબર ન પડી કે આ કર્નલની દુશમનો સાથેની શામિલગીરી કોણે પકડી. રૂપ એને મનથી એક ફાંસલાની રસ્સી જેવું બની રહ્યું. લાલસાને એ રૂપમાંથી ટપકાવી નાખેલી હતી. એના સૌંદર્યની, સુંવાળપ કાળી નાગણીના શરીરની સુંવાળપથી જુદી નહોતી. પોતાની પાસે એ એક કાળી બિલાડીને પાળેલી રાખતી. બિલાડીની તથા પોતાની આંખો એકસરખી હતી. બિલાડીને જેમ ઉંદર શિકાર હતો તેમ પ્રત્યેક માનવી આ સુંદરીને શિકાર કરતાં વધુ કિમતનો નહોતો. એક પછી એક ઘણા ખૂટેલા અફસરોને એણે પોતાના રૂપની જાળમાં પકડી પકડી ખતમ કર્યા. એમ કરતાં એક વર્ષ ગયું. આજ એક વર્ષને અંતે દેશભરમાં આ જુવાન સુંદરીના જીવનને કળશ ચડી રહ્યો છે. એની છૂપી દેશસેવાએ સહુને મુગ્ધ કરી મૂક્યા છે. એની બુદ્ધિ, એનું ડહાપણ, એનું જીવલેણ સૌંદર્ય, એની વિશુદ્ધ નીતિ ઘેર ઘેર વખણાય છે ને વિસ્મય પમાડે છે. આજે તો એણે રંગ રાખી દીધો હતો. દુશ્મનોની છાવણીમાં એક ગામડિયણ જુવાન છોકરી બનીને એ પેસી ગઈ હતી. પેસીને એક અમલદારને ફ્સાવ્યો હતો. ફસાવીને શત્રુપક્ષના નવા થનારા એક ભયાનક વ્યૂહની તમામ બાતમી મેળવી લીધી હતી. એ બાતમીને આધારે દેશના લશ્કરે શત્રુદળ ઉપર ઓચિંતો છાપો લગાવી, શત્રુઓની મોટી તૈયારીનો નાશ કરી, એના તમામ લશ્કરી અફસરોને કેદ પકડ્યા હતા. લશ્કરી અદાલત બેઠી. ઓછાબોલા, ઠંડાગાર, કરડા, કોર, ચડી ગયેલ ભવાંવાળા, અક્કડપણાની પ્રતિમાઓ જેવા પાંચ બુઝર્ગો ચકચકિત લેબાસમાં બેઠા. છઠ્ઠી બેઠી હતી જાસૂસ સુંદરી. એની આંખો શત્રુદળ કેદીઓ ઉપર રમતી રમતી કોઈ એક ચહેરાને શોધતી હતી. એક પછી એક કેદી અદાલતની સન્મુખ આવ્યો, શિસ્ત મુજબ ઊભો રહ્યો, પોતાના ગોળા વછૂટે એવા જ ટૂંકા જવાબો દેતો ગયો અને હુકમ મુજબ કેદીની છાવણીમાં ચાલતો થયો. એ તમામને જીવતા રાખવાના હતા. છેલ્લો જે આવ્યો તેનો સીનો જુદી ભાતનો હતો : સુરવાળ, ઓવરકોટ અને શિર ઉપર ઊંચા પહોળા પટાની રૂંછાદાર ટોપી પહેરેલ મોઢું સંદર નહોતું, પણ સુંદરતાના અભાવને નિશ્ચયની રેખાઓ પૂરી રહી હતી. એ મનુષ્ય હતો કે બિડાયેલો લોખંડી કબાટ હતો ? અદાલતના અફસરે લાગણીહીન પ્રશ્ન પૂછ્યો : “નામ ?” જવાબ ન મળ્યો. “દરજ્જો ?” જવાબ ન મળ્યો. “રેજિમેન્ટ ?” જવાબ ન મળ્યો. અદાલતના પાંચ અફસરોએ ઊંચે જોયું : ચહેરો પરિચિત દેખાયો. એક અફસરે પૂછ્યું : “અગાઉ અહીં આવેલ ?” જવાબ મળ્યો : “અનેક વાર.” “ક્યારે ક્યારે ? ક્યાં ? કયા કામમાં ?” “શત્રુઓનું પેટ તપાસી લેવા. વધુ પ્રશ્નો મત પૂછો.” “સીધા જવાબ આપો.” કેદી નિરુત્તર રહ્યો. “મને ઓળખો છો ?” કેદીને કાને એક સ્ત્રીનો સ્વર પડ્યો. એણે એ જાસુસ સુંદરી તરફ ઠંડીગાર નિગાહ કરીને એટલું જ કહ્યું : “ના જી.” “યાદ કરો, યાદ કરો; ઓળખશો !” ઓરતે કટાક્ષ કર્યો. કેદીએ એની સામે પણ ન જોયું. અદાલતના પ્રમુખે પૂછ્યું : “છેલ્લી વાર – બોલો : પ્રશ્નોના જવાબ આપવા છે ?” કેદીએ નકારમાં ડોકું હલાવ્યું. લશ્કરી પ્રમુખે હુકમ દીધો : “લે જાવ. કલ ફજરમેં ફેંક દો.” કેદી જેવા ને તેવા રુઆબ સાથે ચાલ્યો ગયો. જાસૂસ સુંદરીએ એની આંખો સાથે આંખો મિલાવવા છેલ્લી કોશિશ કરી : પણ કેદી એના અસ્તિત્વનો યે ખ્યાલ બતાવ્યા સિવાય નીકળી ગયો. જાસૂસ સુંદરીની ગર્વભરી આંખોમાંથી ગર્વ અને કટાક્ષ નીતરી ગયાં; આંખોમાં કંઈક ન સમજાય તેવો ભાવપલટો આવ્યો. પણ એણે સમતા ન ગુમાવી. થોડી વારે ધીરેથી એણે લશ્કરી અદાલતને કહ્યું : “મને એ કેદી જોડે દસ મિનિટનો સમય આપશો ?” “કેમ ?” “હું એની જબાન ખોલાવી શકીશ.” “નિરર્થક છે. શત્રુ-દેશના કોઈ પણ માણસની જબાન એની ઈચ્છા વિરુદ્ધ ખોલાવવી નિરર્થક છે.” “મને મારામાં વિશ્વાસ છે. દસ જ મિનિટ આપો.” દસ મિનિટોની મુદત લઈને ઓરત કેદીના ખંડમાં દાખલ થઈ; પહેરેગીર અફસરોને કહ્યું : “તમે હમણાં સિધાવો.” “પણ – પણ-” “ફિકર નહિ; મારા કબજામાં – મારી જવાબદારી પર છે એ.”


[૫]


બેઉ એકલાં પડ્યાં. ઓરતે પૂછયું : “કેમ, હવે તો ઓળખાણ પડે છે ને ?” “તું એક ઓરત છે એ જ મોટામાં મોટી ઓળખાણ.” “આપણે કેટલી વાર મળ્યાં ?” “ઘણી વાર.” “તમે એકેય વાર ન રોકાયા.” “મોતની બીકે નહિ, પણ તારા પ્યારમાં ફસાઈ પડવાની બીકે હું નહોતો રોકાયો.” “મેં તમને કેટલી વાર બચાવ્યા છે તે ભૂલી ગયા ?” “તેં નહિ, તારી નબળાઈએ મને બચાવ્યો છે.” “એક વાર મને તમારા આલિંગનમાં લેશો ?” “તારા શરીરમાં ખંજરો છૂપાયાં છે.” “તમે એના ભુક્કા કર્યા છે. તમે જોરાવર છો.” “જોરાવર મર્દ તને ગમે છે, ખરું !” “જુઓ, મને જોરાવર મર્દ કેવો ગમે છે !” એમ બોલતાં બોલતાં ઓરતે એક ભરી રિવૉલ્વર કાઢી; રિવૉલ્વર શત્રુ સામે તાકી આંખો તીણી કરી કહ્યું : “પ્રભાતને હજુ ઘણી વાર છે. મારી તરસ મારે હાથે જ તમને ઠાર કરીને મારે છિપાવવી છે.” કેદી ખડખડાટ હસી પડ્યો : “એમાં આટલાં બધાં નખરાં શાં ? આટલો ઉશ્કેરાટ શાનો ? તમાશો કેમ કરવો પડે છે ? તરસ લાગી હોય તો છિપાવી લેવી.” એ હાસ્યમાં, એ જવાબમાં ને એ દૃષ્ટિમાં સારીય ઓરતજાતને માટે સારાય પુરુષવર્ગનો ધિક્કાર, તુચ્છકાર અને અવિશ્વાસ ગંધાતો હતો. “હં — હં !” દાંત ભીંસતી ભીંસતી સુંદરી પોતાના હાથમાં એ નાની બંદૂકડીને ઝુલાવવા લાગી. “મારે મન તો ઓરતના હૃદયના પ્યારની તેમ જ હિંસાની બન્ને પ્યાસ સમાન છે.” પુરુષે હસતાં હસતાં કાતર ચલાવી : “એ હથિયાર મારીનેય રુધિર પીવે છે, અને લાલસામાં સળગાવીનેય શેકી ખાય છે. તારા રૂપની હિંસા પણ એ જ જાતની છે; ભાત જુદી હશે.” “હં — હં ! મરતો પુરુષ સનેપાતે ચડે છે, ખરું !” બિલાડીની પેટે એણે આંખો ચોડી. બંદૂકડી એના હાથમાં વધુ ને વધુ ઊછળવા લાગી. જાણે બિલાડી ઉંદરને પૂરો કરતાં પહેલાં રમાડતી હતી. એકાએક એના હાથમાંથી રિવૉલ્વર નીચે પડી. પુરુષ છલાંગ્યો. ઓરતે રિવૉલ્વર પાસે પહોંચવાની ખાસ ઉતાવળ કરી નહિ. પુરુષે રિતૉલ્વર હાથ કરી. ને પછી રિવૉલ્વરની નળી ઓરતની સામે તાકતો તાકતો, પાછે પગલે બાર નીકળી ગયો. ઓરત સમતા રાખીને બેસી રહી. પછી ધીરે ધીરે એ ઉઠી બારી ઉપર ગઈ. એણે જોયું : કેદી બહુ જ નીચે ઉતરી ગયો હતો. કેદીએ નજીકના મેદાન પર તરવર પગલે દોટ દીધી. મેદાન પર મોટાં પક્ષીઓ જેવાં કશાક વાહનો પડ્યાં હતાં. એમાંના એક પક્ષીયંત્રની પીઠમાં એ ચડી બેઠો : યંત્રે પાંખોના ઝંકાર કર્યા : પક્ષીએ આકાશના માર્ગ પર ગતિ છોડી મૂકી. છાવણીમાં હોહાકર મચી રહ્યો હતો. અને મશીન-ગનોની આકાશગામી નળીઓમાંથી તડતડાટ ગોળીઓ ફૂટી રહી હતી, ત્યારે– –બુરજની બારીએ ઊભેલી ઓરત મીઠાશભરી આંખે દૂર દૂર ચાલ્યા જતા વિમાનને નિહાળતી હતી.


[૬]


“તેં ? તેં ઊઠીને એને નસાડ્યો ?” “શા માટે નસાડ્યો એને ?” “એ ભયંકરમાં ભયંકર શત્રુને તેં શા માટે જતો કર્યો ?” “દેશનું સત્યાનાશ વળી જશે એ સમજે છે તું ?” “તારી કરકિર્દીની ઉજ્જ્વલમાં ઉજ્જ્વલ ક્ષણે તેં આ શું કર્યું ?” એ-ની એ જ લશ્કરી અદાલત બેઠી હતી. અફસરો પ્રશ્નો પર પ્રશ્નો પૂછતા હતા. ઓરત પોતાની હંમેશની સમતા સાચવીને બેઠી બેઠી સવાલોનો મારો ઝીલતી હતી. “અમને કહે, તેં એને શા માટે નાસવા દીધો ?” “કદાચ — ઓરત સહેજ અચકાઈ; પછી : “કદાચ એના પર મને પ્યાર હશે !” એટલું બોલીને એ સહેજ હસી. “પ્યાર !” લશ્કરી અદાલતના પ્રમુખને પગથી માથા પર્યંત ઝાળ લાગી : “પ્યાર ! બજારમાં ટકાને ભાવે જે વેચાતો મળે છે, તે નાચીઝ પ્યારને ખાતર તેં દુશ્મનને છટકવા દીધો ? તેં દેશની સામે સાપ ઊભો કર્યો ? તું ઓરત ! આખરે, તું ઓરત !” ઓરતની સમતા અડગ રહી. પાંચેય અફસરોએ બે મિનિટ મસલત કરી પછી ફેંસલો સંભળાવ્યો : “કાલે સવારે તને ઠાર કરવામાં આવશે.” સાંજે બંદીખાનામાં એ એકલી હતી. ચોમેર કાળાશ હતી. ઝાંખી બત્તી કાળાશને વધુ બિહામણી બનાવી રહી હતી. મૃત્યુધામના મહાકાવ્યની પ્રસ્તાવના જેવો એ પહોર હતો. ઓરતનો મનોવ્યાપાર ન કળી શકાય તેવો હતો. સંભવ છે કે કદાચિત્ એની કલ્પનામાં એક વિમાનની પાંખો ગાજતી હશે; અને વિમાની, પોતે કેવી આબાદ થાપ દઈ, હિંમત કરી, એક નાપાક, નાદાન ઓરતના સાથમાંથી નાસી છૂટ્યો તેનો ગર્વ કરતો મૂછો આમળતો હશે. એવી કલ્પનાને કારણે જ શું આ ઓરત મંદ મંદ મલકી રહી હતી ? કોણ જાણે ! દરોગાએ મોટી ચાવી વડે તુરંગનું તાળું ખોલ્યું, અને ઓરતની સામે ધર્મોપદેશક આવી ઊભો રહ્યો. ધર્મોપદેશકનો બુઢાપો, અવાજ, ઝાંખું ફાનસ વગેરે પણ તુરંગની કાળાશમાં એકરંગ બની ગયાં. મરતા માનવીને ત્રણેક સાથી હોય છે : આકાશ સામે જોઈને એ વેળા રુદન કરતું કૂતરું, ચીસો નાખતી ચીબરી અને ધર્મપાઠ સંભળાવતો ધર્મોપદેશક. “તારી કંઈ છેલ્લી ઈચ્છા છે ?” ધર્મોપદેશકે કાળના યંત્ર જેવા અવાજે પ્રશ્ન કર્યો. “હા; બે ઈચ્છા છે.” “બોલ.” “એક તો મને મારા વાજાની પેટી આજની રાત બજાવવા આપો; ને બીજું, જે પોશાક પહેરીને મેં મારા રાજની ચાકરી ઉઠાવી હતી તે પહેરીને જ મને મરવા દ્યો.” “કયો પોશાક વળી ?” “મારી લૂંગી, મારો ડગલો ને મારા માથા પર બાંધવાનો રૂમાલિયો; મારે ઘેર પડ્યાં છે.” “વારુ.” ઝાંખી બત્તી લઈને મૃત્યુનો દૂત બહાર નીકળ્યો. વાજાની પેટી આવી; પોશાક પણ આવ્યો.


[૭]


આખી રાત કોઈ પાગલની પેઠે એ ઓરત વાજું બજાવતી રહી. બજાવતાં બજાવતાં એનું શરીર મૃત્યુ-નૃત્ય કરતું હતું. એના વાળની લટો ધૂણતી હતી. એ માનવી મટીને જાણે વંટોળિયો બની ગઈ હતી. પ્રભાતે જ્યારે એક અફસર આવીને એની તુરંગમાં ઊભો રહ્યો, ત્યારે જ એને રાત વીતી ગયાની જાણ થઈ. “આપ તૈયાર છો ?” અફસરે પૂછ્યું. ઓરતે ઊંચે જોયું; ઓળખાણ પડી : પોતાના કીર્તિ-જીવનને પ્રથમ પ્રભાતે ‘બડા સા’બ’ની ઑફિસ સુધી સંગાથે ચાલ્યો હતો તે જ જુવાન ઑર્ડરલી. ઓરતે ઊઠીને પૂછ્યું : “ઓહો ! આજે પણ ફરીથી શું આપણે જોડાજોડ ચાલવાના ?” યુવાન અફસરે ડોકું ધુણાવ્યું. એને પ્રથમનો મેળાપ યાદ આવ્યો. તે દિવસે એણે કીર્તિને પંથે સાથે કર્યો હતો : આજે કાળની વાટે. મર્માળ હસતી હસતી એ મૃત્યુનો સ્વાંગ સજવા માંડી : અરધો ડગલો પહેર્યો, માથા પર રૂમાલ બાંધવા લાગી. “અહીં ક્યાંય આરસી હશે ?” એણે જુવાનને પૂછ્યું, “આ ચાલશે ?” કહેતાંની સાથેસાથે જુવાને પોતાની કમરેથી તલવાર ખેંચી. એક હાથે મૂઠ અને બીજે હાથે પીંછી પકડીને એણે તલવાર ઓરતના મોં સામે ધરી. ઓરતે તલવારની પટીમાં પોતાનું ચોખ્ખું પ્રતિબિંબ દીઠું. “વાહ ! સરસ !” કરીને એણે તલવારની આરસીમાં નીરખી નીરખી માથાની લટો સમારી. રૂમાલની પાઘ બાંધી. સંતોષ પામીને કહ્યું : “વાહ જુવાન !” જુવાને જરાક શિશ ઝુકાવી, તલવાર મ્યાન કરી પૂછ્યું : “ચાલશું ?” “ચાલો.” બેઉ જોડાજોડ ચાલ્યાં. બેઉનાં કદમ તાલ લેતાં હતાં. મકાનો વટાવ્યાં : દરવાજો વટાવ્યો : સુંદર બગીચાને પણ પાર કર્યો. ઉજ્જડ વેરાન પથરાયેલું હતું. એક જ ખીજડાનું ઝાડ હતું. એના ઉપર બેઠું હતું આંધળું ઘુવડ. દૂર એક ભાંગેલા બુરજની દીવાલ હતી. એક જ સરખાં કદમ ભરતાં બન્ને એ ભાંગેલી દીવાલ પાસે પહોંચ્યાં. દીવાલ સરખી ઓરતને ઊભી રાખી. સામે બસો કદમને અંતરે સિપાહીઓને ટુકડી ઊભી હતી. મોખરે ત્રણ-ચાર લશ્કરી અફસરો ઊભા હતા. બૅન્ડ હતું. તેઓ પણ ઘુવડની માફક જ ચુપચાપ હતા. ઓરતે આ બધું જોયું. જુવાન અફસરે ગજવામાંથી કાળો એક રૂમાલ ખેંચ્યો. કેદીની આંખે પાટો બાંધવા એણે હાથ લંબાવ્યાં. ઓરતે એના હાથમાંથી રૂમાલ ખેંચી લીધો; મોં મલકાવ્યું. એ જ રૂમાલ તેણે જુવાનની આંખો પર લૂછ્યો. જુવાનની આંખો રડતી હતી. રડતી આંખો લૂછીને પછી ઓરતે રૂમાલ તેને પાછો આપ્યો. જુવાન પાછે પગલે ખસ્યો. પછી પીઠ ફેરવી પોતાને સ્થાને ગયો; તલવાર ખેંચી. અહીં ઓરતે ઈશ્વરને વંદના કરી લીધી. બૅન્ડ બજવા લાગ્યું. સિપાહીઓએ બંદૂકો છાતીએ ચડાવી નિશાન લીધું. બંદૂકોની ચાંપો પર આંગળી મૂકી. બૅન્ડ બજતું જ રહ્યું. કેમ આમ ? કેમ સમય જાય છે ? કેમ છેલ્લી ક્રિયા થતી નથી ? બધી આંખો જુવાન અફસર તરફ હતી. તલવારની છેલ્લી નિશાની એણે કરવાની હતી. તે નિશાની પછી જ બંદૂકો છૂટવાની હતી. એ કેમ નિશાની દેતો નથી ? એના હાથમાં તલવાર કેમ ઠરી ગઈ છે : એ શું ઊંઘી ગયો ? એ ઓરતની સામે કેમ જોઈ રહ્યો છે ? બૅન્ડ બજી રહ્યું છે : સમય જાય છે. વડા અફસરનો હુકમ થયો : બૅન્ડ થંભ્યું. ચાર ઑર્ડરલીઓ દોડ્યા. જુવાન અમલદારને એ ચારેય જણા મેદાનની બહાર ઘસડી ગયા. એનું સ્થાન નવા અફસરે લીધું. ફરીથી બૅન્ડ બજ્યું. એક પલમાં તો નવા અફસરની સમશેરની પીંછીએ ઓરત તરફ તાક દીધી. એકસામટી ત્રીસ બંદૂકો વછૂટી. મેદાન ઉપરથી જ્યારે તમામ ચાલ્યા ગયા હતા ત્યારે એક વૃદ્ધ ઊભો હતો. ઊભો ઊભો એ ઓરતની લાશને મૂંગી સલામી દેતો હતો. એ હતો લશ્કરી છૂપી પોલીસનો સર્વોપરી અધિકારી કે જેણે આ બદનામ ઓરતને પ્રથમ દિને નોકરી આપી હતી.