તપસ્વી અને તરંગિણી/ત્રણ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading| ત્રીજો અંક | }} | {{Heading| ત્રીજો અંક | }} | ||
<poem> | |||
(રાજમાર્ગનો અંશ, એક બાજુએ તરંગિણીનું ઘર. અંદર તરંગિણી સ્થિર થઈને બેઠેલી છે. તેની વેશભૂષા કાળજી વિનાની છે, પીઠ તરફ ગવાક્ષ છે. આ દૃશ્યમાં રાજમાર્ગ અને ઘરનો અંદરનો ભાગ એક સાથે દેખાશે.) | (રાજમાર્ગનો અંશ, એક બાજુએ તરંગિણીનું ઘર. અંદર તરંગિણી સ્થિર થઈને બેઠેલી છે. તેની વેશભૂષા કાળજી વિનાની છે, પીઠ તરફ ગવાક્ષ છે. આ દૃશ્યમાં રાજમાર્ગ અને ઘરનો અંદરનો ભાગ એક સાથે દેખાશે.) | ||
(પડદો ઊપડ્યા પછી કેટલીક ક્ષણો નીરવ પસાર થાય છે.) | (પડદો ઊપડ્યા પછી કેટલીક ક્ષણો નીરવ પસાર થાય છે.) | ||
Line 126: | Line 126: | ||
લોલાપાંગી : નાદાન છોકરી–તો શું હું મારી ચિંતા કરું છું! કંઈ નહીં તો હું તો દેશાવરમાં જતી રહીશ. જોગણ થઈને રસ્તે રસ્તે ભીખ માગીશ– તે પછી જે દિવસે પરલોકનો સાદ પડશે, ચિન્તામણિનું સ્મરણ કરીને આંખ મીંચીશ. પણ તું-તારું શું થશે? તું જો આ રીતે વિ-મના થઈને રહીશ તો પછી તારી શી દશા થશે? તું શું કદી તારો વિચાર કરતી નથી? | લોલાપાંગી : નાદાન છોકરી–તો શું હું મારી ચિંતા કરું છું! કંઈ નહીં તો હું તો દેશાવરમાં જતી રહીશ. જોગણ થઈને રસ્તે રસ્તે ભીખ માગીશ– તે પછી જે દિવસે પરલોકનો સાદ પડશે, ચિન્તામણિનું સ્મરણ કરીને આંખ મીંચીશ. પણ તું-તારું શું થશે? તું જો આ રીતે વિ-મના થઈને રહીશ તો પછી તારી શી દશા થશે? તું શું કદી તારો વિચાર કરતી નથી? | ||
'''તરંગિણી''' : મા આખો વખત વિચાર કરું છું. | '''તરંગિણી''' : મા આખો વખત વિચાર કરું છું. | ||
</poem> | |||
Revision as of 15:41, 11 February 2022
(રાજમાર્ગનો અંશ, એક બાજુએ તરંગિણીનું ઘર. અંદર તરંગિણી સ્થિર થઈને બેઠેલી છે. તેની વેશભૂષા કાળજી વિનાની છે, પીઠ તરફ ગવાક્ષ છે. આ દૃશ્યમાં રાજમાર્ગ અને ઘરનો અંદરનો ભાગ એક સાથે દેખાશે.)
(પડદો ઊપડ્યા પછી કેટલીક ક્ષણો નીરવ પસાર થાય છે.)
(રાજમાર્ગ પર દાંડી પીટનારનો પ્રવેશ.)
દાંડી પીટનાર : (ઢોલ વગાડીને) મહારાજ લોમપાદનો ઢંઢેરો સાંભળો! મહારાજ લોમપાદનો ઢંઢેરો સાંભળો! આગામી મંગળવાર, શુક્લા દ્વાદશી તિથિએ, પુષ્ય નક્ષત્રમાં મહારાજ તેમના જામાતા ઋષ્યશૃંગનો યુવરાજપદે અભિષેક કરશે. આખા દેશમાં રાજ્યશ્રી યજ્ઞ થશે. મહારાજ લોમપાદ તેમના જામાતા ઋષ્યશૃંગનો યુવરાજ પદે અભિષેક કરશે. આગામી મંગળવાર, શુક્લા દ્વાદશી તિથિએ...
તરંગિણી : (અંદર–અસ્ફુટ ઊંચા સૂરમાં) લોમપાદના જામાતા! યુવરાજ!
(રાજમાર્ગ વળોટીને દાંડી પીટનાર ચાલ્યો જાય છે. નેપથ્યમાં જનતાનો હર્ષધ્વનિ. રાજમાર્ગમાં ગામડાની સ્રીઓનો પ્રવેશ.)
પહેલી સ્રી : કહેવું પડે ભાઈ, ત્રણ વીસું ઉમ્મર થઈ મારી પણ આવો હકાળ જોયો નથી.
બીજી સ્રી : કોઠારમાં ધાન માતું નથી.
ત્રીજી સ્રી : જુઓ ને, તળાવડાંમાં પાણી કેવાં લહેરાય છે.
પહેલી સ્રી : અને માંય મોટી મોટી માછલીઓ જ માછલીઓ.
બીજી સ્રી : અને પાળે પાળે પાલકભાજી અને શાક.
ત્રીજી સ્રી : મારી ઘયડી ગાય તે દહાડે પાછી વિયાઈ.
બીજી સ્રી : મારા વાંઝિયા જાંબાને આ વેળ જાંબાં આયાં.
પહેલી સ્રી : પેલી કુમુદડીની વાતની તો તને ખબર છે ને! કેટલી દવાઓ અને કેટલા દોરાધાગા કર્યાં. બધુંય ધૂળ પર લેંપણ. અને હવે ઈને જ જુઓ, તે દહાડે જોડકું આયું.
ત્રીજી સ્રી : મારા પતિ વાથી ચાલી પણ શકતા નહોતા. પણ હવે એ વાત તો યાદે નથી આવતી એવો પ્રતાપ છે! હવે તો એમના જેવો ઘર સંચનારો આખા ગામમાં કોઈ નથી.
બીજી સ્રી : મારી દીકરીની સગાઈ થતી’તી ને ટૂટી જતી’તી. જોષી કહે કે જનમદોષ, પણ જોયું ને મારી બાઈ, એવા રમતાં જમતાં ચપટી વગાડતામાં વિવા થઈ ગયા!
પહેલી સ્રી : પિત્તરોગથી મારા દીકરાની દશા થઈ’તી તે તો તેં જોઈ’તી. હવે તો તલાવની સામી તેર કાપે છે.
ત્રીજી સ્રી : બધું ભગવાનનું દાન.
બીજી સ્રી : બધું ઋષ્યશૃંગનું દાન.
પહેલી સ્રી : આપણી રાજકુંવરી ભાગ્યશાળી છે.
બીજી સ્રી : ધન્ય છે આપણો અંગ દેશ.
પહેલી સ્રી : ભગવાન, હવે અમારા પર કોપશો નહીં.
ત્રીજી સ્રી : ઋષ્યશૃંગ આપણને જીવતાં રાખે.
બીજી સ્રી : ઋષ્યશૃંગ જુવરાજ થશે, આનંદ આનંદ!
ત્રીજી સ્રી : ઋષ્યશૃંગ રાજ થશે, આનંદ આનંદ!
પહેલી સ્રી : આપણે સુખી થૈશું. ભગવાન, હવે અમારા પર કોપાશો નહીં. ઋષ્યશૃંગ અમારા પર દયા રાખો.
બીજી સ્રી : ચાલ, એક વાર તેમનાં દર્શન કરી આવીએ.
ત્રીજી સ્રી : દર્શન ના થાય તો કાંઈ નહીં, આઘેથી પ્રણામ કરશું.
પહેલી સ્રી : દર્શન આપશે, એ તો દયાળુ છે.
બીજી સ્રી : લ્યો, ચાલો હવે.
(સ્રીઓનું પ્રસ્થાન)
તરંગિણી : (અંદર, અસ્ફુટ ઊંચા સૂરમાં) તેઓ સુખમાં રહેશે તે દયાળું છે!
(રાજમાર્ગ પર ચંદ્રકેતુનો પ્રવેશ. ધીમે ધીમે તે તરંગિણીના ઘર સામે આવી ઊભો રહે છે. ગવાક્ષ ભણી દૃષ્ટિપાત કરે છે. ઊંડો નિસાસો નાખે છે. સાવધાનીથી ચારે બાજુએ જુએ છે. જરા આગળ જઈને ફરી પાછો આવે છે. વળી દૂર ચાલ્યો જાય છે. તે સમયે અંશુમાન વેગથી પ્રવેશ કરે છે. એકબીજાને જોઈ, ચમકી તેઓ ઊભા રહે છે)
ચંદ્રકેતુ : અરે, અંશુમાન!
અંશુમાન : ને ચંદ્રકેતુ!
ચંદ્રકેતુ : બહુ દિવસે મળ્યા.
અંશુમાન : બહુ દિવસે.
ચંદ્રકેતુ : કુશળ તો ખરો ને?
અંશુમાન : આજે અંગદેશમાં સૌ કુશળ છે.
ચંદ્રકેતુ : પણ કેમ તને ઉદ્વિગ્ન જોઉં છું?
અંશુમાન : તું ય પણ ખાસ પ્રફુલ્લિત દેખાતો નથી.
ચંદ્રકેતુ : ઝડપથી ક્યાં જતો હતો?
અંશુમાન : ક્યાં?... ખબર નથી... તું ક્યાં?
ચંદ્રકેતુ : અહીં જ. કયા રત્નની ખાણ આ ઘરમાં છે, તે તો તું જાણે જ છે.
અંશુમાન : આ ઘરમાં? (દૃષ્ટિ નાખી) તરંગિણી, પેલી પાપિષ્ઠા.
ચંદ્રકેતુ : તારી લાંબી જીભને વશમાં રાખ, અંશુમાન.
અંશુમાન : ચંદ્રકેતુ તને ખબર નથી. દિલનો દાઝયો બોલું છું.
ચંદ્રકેતુ : તું દિલનો દાઝયો? તું રાજમંત્રીનો પુત્ર અંશુમાન? ચંપા નગરનો યુવકુલમણિ? તો શું તું ય તરંગિણીના બાણોથી વિંધાયેલો છે?
અંશુમાન : જો ધરતી પર તરંગિણીનું અસ્તિત્વ જ ન હોત, તો મારે આજ ઉદ્ભ્રાન્ત થઈને ભટકવું ના પડત.
ચંદ્રકેતુ : (અંશુમાનની વાતની ગેરસમજથી–આવેગપૂર્વક) અંશુમાન, તેં તેને હમણાંની ક્યાંય જોઈ છે? મંદિરે, નદીતીરે, ઉદ્યાનમાં, નાટ્યશાળામાં, નિર્જનમાં કે વસ્તીમાં, અંદર કે મંડપમાં, દૂતાવાસમાં કે કવિસંમેલનમાં–તેં શું એને જોઈ છે? હું ચંપાનગરીમાં સતત તેને શોધતો ભમું છું, પરંતુ—
(દાંડી પીટનારનો પ્રવેશ)
દાંડી પીટનાર : (ઢોલ વગાડીને) મહારાજ લોમપાદનો ઢંઢેરો સાંભળો. ઋષ્યશૃંગના યુવરાજપદે થનારા અભિષેક પ્રસંગે મહારાજ પ્રજાને ધનદાન કરશે. બ્રાહ્મણોને દાન આપશે, સંગીતકારોને મલ્લોને, નટોને, પંડિતોને, કલાકારોને, પુરસ્કૃત કરશે. અર્ધો માસ ચાલનારા ઉત્સવને લીધે બધાં કામકાજ બંધ રહેશે. ઋષ્યશૃંગના યુવરાજપદે થનારા અભિષેક પ્રસંગે...
(રાજમાર્ગ વટાવીને દાંડીપીટનાર ચાલ્યો જાય છે, નેપથ્યમાં જનતાનો હર્ષધ્વનિ)
તરંગિણી : (અંદરે–અસ્ફુટ ઊંચા સૂરે)–ઉત્સવ! અર્ધો માસ ચાલનારો ઉત્સવ! યુવરાજ!
ૃઅંશુમાન : ઉત્સવ!... અસહ્ય!
ચંદ્રકેતુ : શું બોલ્યો? અસહ્ય?
ૃઅંશુમાન : ઋષ્યશૃંગ–કડવું ઝેર જેવું નામ!
ચંદ્રકેતુ : તેં વળી એક નવી વાત કરી!
ૃઅંશુમાન : જો ઋષ્યશૃંગનો જન્મ કદી થયો જ ના હોત! જો આજે પણ ઋષ્યશૃંગનું અસ્તિત્વ ભુંસાઈ જાય!
ચંદ્રકેતુ : આશ્ચર્ય! તેં તો મારા જ મનની વાત કહી દીધી. મને પણ લાગે છે કે મારા દુઃખનું મૂળ ઋષ્યશૃંગ છે. તરંગિણીએ તેમને ધ્યાનભ્રષ્ટ કર્યા–તેને વિરાટ કીર્તિ મળી–પણ તે પછી તે પોતે હવે સ્વસ્થ નથી. અંશુમાન, આ બે વચ્ચે કાર્યકારણ સંબંધ હોય એવું તને નથી લાગતું?
અંશમાન : ઋષ્યશૃંગ!... અને તરંગિણી!... અને મારા પિતા!... કુટિલ ષડયંત્ર! મૂર્ખ છું હું! અને તું–અલબા, નિર્જિતા, અસહાય! ના, હવે નિષ્ક્રિય રહેવું નહીં પાલવે, હવે કોઈ પસ્તાવો માત્ર નહીં ચાલે, હવે કંઈક ઉદ્યમ કરવો પડશે.
ચંદ્રકેતુ : શું થયું? મુનિએ તેને શાપ આપ્યો? કે વશીભૂત કરી દીધી? ચંપાનગરમાં કોઈ એવી કલ્પના પણ કરી શકે કે તરંગિણી જોવા પણ નહીં મળે! (તરંગિણીના ગવાક્ષ ભણી જોઈ) હું દરરોજ અહીં આવીને ઊભો રહું છું– તે કોઈ દિવસ જોવામાં આવતી નથી.
અંશુમાન : કેટલા વખતથી એને જોઈ નથી. આંખે મારી અનાવૃષ્ટિ છે. દુષ્કાળ છે મારા હૃદયમાં.
ચંદ્રકેતુ : ધૈર્ય-ધૈર્ય! હું આખો દિવસ અહીં ઊભો રહીશ. તડકો, ભૂખ, તરસ મને ડગાવી શકશે નહીં. તે જો થાય નિષ્ઠુર, તો હુંય થઈશ અવિચલ.
અંશુમાન : ઉદ્યમ–પુરુષાર્થ–પ્રયત્ન! ઋષ્યશૃંગ ત્રિલોકના અધીશ્વર ભલે થાય, પણ શાન્તા મારી છે!
(વેગથી અંશુમાનનું પ્રસ્થાન)
ચંદ્રકેતુ : કામદેવ. કામદેવ જેવો પીડા આપનાર કોણ છે? પણ અંશુમાનની આ અશાન્તિ કોને લીધે છે? કંઈ સમજાતું નથી. અંગદેશમાં રિદ્ધિ લાવ્યા છે ઋષ્યશૃંગ, પણ કોઈ કોઈ તેમને લીધે જ દુઃખી છે.
(તરંગિણીના ઘર આગળ ચંદ્રકેતુની પદચારણા, વચ્ચે વચ્ચે ગવાક્ષ ભણી દૃષ્ટિપાત, અંદરથી લોલાપાંગી બહાર આવતી દેખાય છે. ચંદ્રકેતુ વ્યગ્રતાથી તેના ભણી જાય છે.)
ચંદ્રકેતુ : લોલાપાંગી, આજે પણ આશા નથી!
લોલાપાંગી : આશા અમર છે. હું પણ પ્રયત્ન કરું છું.
ચંદ્રકેતું : તો આજ – આજ એકવાર-લોલાપાંગી, મારે તેને માત્ર એક વાર નજરે જોવી છે.
લોલાપાંગી : ધન્ય છે તારી નિષ્ઠા, ચંદ્રકેતુ. હું તારો જ વિચાર કરીને સતત પ્રયત્ન કરું છું. રોજ રોજ ધીરે ધીરે તેને સમજાવું છું. તરંગિણી જાણે કે પથ્થર થઈ ગઈ છે, પણ પાણીના પ્રહારથી પથ્થર પણ ઘસાય છે.
ચંદ્રકેતુ : ધન્ય છે તારો પ્રયત્ન, લોલાપાંગી, મારા પ્રત્યેની તારી અનુકંપાથી હું અભિભૂત છું. તું તો જાણે છે હું તારો હમેશનો અનુરાગી છું. મને તારા માટે માન છે. એ માનના પ્રતીક તરીકે આ વીંટી તને આપવા માગું છું.
(ચંદ્રકેતુ પોતાની આંગળીએથી કાઢીને લોલાપાંગીને વીંટી આપે છે)
લોલાપાંગી : કેટકેટલા ઉપહાર તું આપેે છે. જેને આપે છે તેને જ માટે બધા રાખી મૂકું છું. તેની ચેતના એક નેે એક દિવસ તો જરૂર પાછી આવશે.
ચંદ્રકેતુ : તું ગેરસમજ કરે છે. આ વીંટી તારે જ માટે છે.
લોલાપાંગી : મારે માટે. વૃદ્ધ અંગે આભૂષણ?
ચંદ્રકેતુ : શું બોલે છે? તું વૃદ્ધા? જો તું વાર્ધક્યે પણ આવી મનોરમા હોય તો યૌવને તો કોણ જાણે કેવી હોઈશ! આવ, તને પહેેરાવું.
(ચંદ્રકેતુ લોલાપાંગીની આંગળીએ વીંટી પહેરાવે છે.)
લોલાપાંગી : લાલ મણિ મને ગમે છે.
ચંદ્રકેતુ : તારી આંગળી પણ પદ્મકલિ છે. પદ્મકલિ પર રક્તમણિ જો, કેવી શોભે છે! (લોલાપાંગીનો હાથ જરા દબાવી) હવે જાઓ મારી દૂતી, મારુ પ્રિય કાર્ય સિદ્ધ કર. જઈને કહે, તેનું દર્શન નહીં થાય તો હું અનશન કરીને પ્રાણત્યાગ કરીશ.
લોલાપાંગી : હું એ પ્રમાણે જ કહીશ, પણ તું ઉપવાસ કરે તો મારાથી સહન નહીં થાય. હું તો મા છું. તું પેલા વૃક્ષની છાયામાં રાહ જો; હું દાસીની સાથે મિષ્ટાન્ન મોકલી આપું છું.
ચંદ્રકેતુ : આ ક્ષણે મિષ્ટાન્ન મારે ગળે ઊતરશે નહીં, મારું મન ખૂબ વ્યાકુળ છે. જ્યાં સુધી તું સમાચાર નહીં લાવે ત્યાં સુધી ધ્રૂજતો ધ્રૂજતો ઊભો રહીશ-સાંભળ, હું તેના હાથનો ઉમેદવાર છું, તે વાત તેને કહેવાનું ભૂલતી નહીં.
લોલાપાંગી : નહીં ભૂલું.
ચંદ્રકેતુ : તે મારી ધર્મપત્ની થશે તો હું મને ધન્ય માનીશ.
લોલાપાંગી : હું પ્રયત્ન કરીશ કે જેથી તું જ તેની આગળ આ શુભ પ્રસ્તાવ મૂકી શકે.
ચંદ્રકેતુ : લોલાપાંગી, હું તારો દાસાનુદાસ છું. મારા જીવનનો અત્યારે તું જ ભરોસો છે.
(લોલાપાંગી અંદર અદૃશ્ય થાય છે. ચંદ્રકેતુ બાજુએ ચાલ્યો જાય છે. હવે પછીનાં ભાગનુ દૃશ્ય ઘરની અંદર)
લોલાપાંગી : (પ્રવેશ કરીને)–તરંગિણી, તરણી, તરુ!
તરંગિણી : મા, ફરી પાછી!
લોલાપાંગી : હું માત્ર એક વાત કહેવા આવી છું.
તરંગિણી : તારે તો બીજી વાત જ નથી.
લોલાપાંગી : તરુ, આ તો કેવી તારી અમાનુષિક પ્રતિજ્ઞા છે!
તરંગિણી : મા હું થાકી ગઈ છું.
લોલાપાંગી : તું થાકી ગઈ છે? આ તો તારી ભર જુવાની છે–અત્યારથી જ?–અને હું અભાગણી–મારે થાકવાનો સમય જ નહીં, વિશ્રામ લેવાનો ઉપાય જ નહીં. તારા ઋભુ, દેવલ, અધિકર્ણની ટોળી મને એક ક્ષણ પણ શાન્તિ આપતી નથી.
તરંગિણી : સાંભળ્યું છે.
લોલાપાંગી : ટોળેટોળે તેઓ આવ્યા હતા–ટોળેટોળે પાછા ગયા.
તરંગિણી : તો તો હવે ઉપાધિ નથી.
લોલાપાંગી : ગ્રીક પંડિત કૃશસ્તોમ આવ્યા હતા, ચીન દેશના બન્ને અમાત્ય પણ. ગાંધાર દેશનો રાજકુમાર આવ્યો હતો. અહા કેવું રૂપ!
તરંગિણી : મા, રૂપ કોને કહેવાય તે તું જાણતી નથી.
લોલાપાંગી : યવદ્વીપના વણિકો ભેટ લાવ્યા હતા–મોતીઓની માળા–મધ્યમાં એક અષ્ટકોણી હીરામાં જાણે સૂર્યનો ઝળહળાટ.
તરંગિણી : તરી આંખોમાં લોભની ઝલક વધારે વધારે ઉગ્ર છે.
લોલાપાંગી : લોભ નથી, દીકરી—સ્નેહ, માતૃસ્નેહ. તારે મને જે કહેવું હોય તે કહે, પણ હું તો ઇચ્છું છું કે તારું મંગલ થાઓ. દીકરી, મોં ઊંચું કરીને જો, લક્ષ્મીને લાત ના મારીશ.
તરંગિણી : હવે બોલીશ નહીં. કેટલીય વાર સાંભળ્યું છે.
લોલાપાંગી : બધું સાંભળ્યું નથી હજી—મારી તકલીફની વાત બધી જાણતી નથી. ભગવાન સાક્ષી—મેં કેટલા કૌશલથી ભુલાવામાં રાખ્યા હતા એમને—દિવસ પછી દિવસ, માસ પછી માસ—કેટલાં છળ કરીને, કેટલું જુઠું બોલીને તેમનો ઉત્સાહ જીવતો રાખ્યો હતો. પણ એકે એકે બધા નિરાશ થઈને છોડી ગયા– હું એમને પકડી રાખી શકી નહીં.
તરંગિણી : તો પછી વિશ્રામમાં હવે શી અડચણ છે?
લોલાપાંગી : તું શું મારી મજાક ઉડાવે છે, તરુ? તને ખબર નથી મારુ મન કેટલું અશાન્ત છે? તરુ, તારી જોડે સરખામણીમાં બેસી શકે એવું કોઈ નથી. આજે તારો યશ વિશ્વવ્યાપી છે. તેં ઋષ્યશૃંગને જીત્યા છે, પણ નગરમાં બીજી રસવતીઓ નથી. એવું તો નથી.
તરંગિણી : (એકાએક જીવંત અવાજમાં) ના, મા, ના—મેં જીત્યા નથી.
લોલાપાંગી : શું કહે છે તું? જીત્યા નથી! તે દિવસની વાતનો વિચાર કરતાં આજેય મારાં રૂવાડાં ઊભાં થઈ જાય છે, જે દહાડે તું એ દુર્ઘર્ષ તપસ્વીને બંદી કરીને લઈ આવી નગરમાં! (હસી પડી) પહેરેગીર જેમ ચોરને લઈ આવે તેમ, ભરવાડ જેમ દોરડાથી ઘેટાને બાંધીને લઈ આવે તેમ—અને એટલે તો આ સુભાગ્ય છે આજ આખા દેશનું તારે જ લીધે.
તરંગિણી : ના, મા—હું કોઈ નથી. માત્ર સાધન, માત્ર ઉપાય.
લોલાપાંગી : આજ અંગદેશમાં ધનનો પ્રવાહ વહે છે—જાણે ભાદરવાની નદી—તેમાં શું તારો એકલીનો જ કોઈ ભાગ નહીં—તારો–જેને કારણે આ બધું બન્યું.
તરંગિણી : હું પણ એ જ વિચારું છું.
લોલાપાગી : (ઉત્સાહિત થઈને) તરુ, તરંગિણી—હું શું કહું—કહેતાં ય મારી છાતી ફાટી જાય છે. આ પેલે દહાડેય તારો પ્રસાદ ખાઈને જે જીવતી હતી, તે છોકરીઓય બે હાથે બધું લૂંટી રહી છે. મારી જ આંખો સામે! પેલી રતિમંજરી વામાક્ષી, અંજના, જબાલા—તારી જ સખીઓ—જેમને તું તે દહાડે સાથે લઈ ગઈ હતી, પણ ઋષ્યશૃંગની આગળ જવાની પણ જેમની હિંમત ચાલી નહોતી—તેઓ જ આજે રાણીની જેમ ગર્વિલી છે.
તરંગિણી : મારું મન કહે છે કે મારા જેવી ગર્વિલી બીજી કોઈ નથી.
લોલાપાંગી : હતી ત્યારે—પરંતુ અત્યારે? તરુ, યુવકો તને ધીરે ધીરે ભૂલતા જાય છે, તારી મશ્કરીઓ કરે છે તારી ઠમકાવાળી સખીઓ. ખબર છે, વામાક્ષીના મુખની સ્તુતિ કરતાં આમતેમથી વીણીને સનંદે દશ શ્લોક લખ્યા છે. અને પેલી યવદ્વીપની મોતીઓની માળા રતિમંજરીના ગળમાં ઝૂલે છે. તરંગિણી, મારે આ જોવાના દહાડા આવ્યા! હું હજી શા માટે જીવું છું!
તરંગિણી : તું એ મોતીની માળાને કોઈ રીતે ભૂલીશ નહીં? તારી પાસે તો ઘણી છે.
લોલાપાંગી : મારું કશું નથી. બધું જ તારું છે. પણ ધન કોઈને કોઈ દહાડો ય વધારે લાગ્યું છે? અને જ્યાં માત્ર જાવક જ છે અને આવક નથી, ત્યાં રાજભંડારને પણ ખાલી થતાં કેટલા દિવસ? તરંગિણી, હું તારી મા, તારા મોં સામે જોઈને જ જીવું છું હું. તારા સિવાય સંસારમાં મારું કોઈ નથી. તું મારી આંખનું રતન છે. મારાં સુખ શાન્તિ ઈચ્છા આશા બધું જ તું છે. તું જો મારી અવહેલના કરીશ તો પછી મારે મરવું જ સારું. (આંખે પાલવ દબાવી રુદન).
તરંગિણી : મા રહેવા દો. હજુ કેટલું દુઃખ આપીશ?
લોલાપાંગી : હા ભગવાન! હું તને દુઃખ આપું છું! (રુદન)
તરંગિણી : મેં તને કહ્યું નહીં કે મારે કશુંય જોઈતું નથી? મેં તને બધુંય આપી દીધું છે. પેલી દશ હજાર સ્વર્ણમુદ્રાઓ, રથ, પલંગ, આસન, વસન અને બીજું કૈં કેટલું યાદે આવતું નથી–જે કૈં મારું હતું, જે રાજમંત્રીએ આપ્યું હતું, તે બધુંય. તારે હજી વધારે જોઈએ છે?
લોલાપાંગી : નાદાન છોકરી–તો શું હું મારી ચિંતા કરું છું! કંઈ નહીં તો હું તો દેશાવરમાં જતી રહીશ. જોગણ થઈને રસ્તે રસ્તે ભીખ માગીશ– તે પછી જે દિવસે પરલોકનો સાદ પડશે, ચિન્તામણિનું સ્મરણ કરીને આંખ મીંચીશ. પણ તું-તારું શું થશે? તું જો આ રીતે વિ-મના થઈને રહીશ તો પછી તારી શી દશા થશે? તું શું કદી તારો વિચાર કરતી નથી?
તરંગિણી : મા આખો વખત વિચાર કરું છું.