મેઘાણીની સમગ્ર નવલિકા 2/દરિયાપરી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|દરિયાપરી|}} {{Poem2Open}}[૧] “નહિ, બહેન, વાવટા ઉપર તો બાનો ભરેલો રૂમા...")
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|દરિયાપરી|}}
{{Heading|દરિયાપરી|}}

{{Poem2Open}}[૧]
{{Poem2Open}}
<center>[૧]</center>
“નહિ, બહેન, વાવટા ઉપર તો બાનો ભરેલો રૂમાલ જ ચડાવશું. આજના શણગારમાં તો એનાં જ સંભારણાં હોય.”

“મારી પેટીમાં બાએ પરોવેલો એક પડદો પડ્યો છે: આપણાં નામોની ભાત પાડેલો. એ લઈ આવું?”

Line 122: Line 123:
“ભલી થઈને તું ચૂપ થા. બાપુજીને ખાતર તું જીભ બંધ રાખ.”

“બળ્યું!”
“બળ્યું!”
[૨]
<center>[૨]</center>
ખડકોની ધાર ઉપર એક નાની પગથી બંધાએલી છે. એ પગથી ઊંચેથી ધીરે ધીરે ઢોળાવ પકડીને તળેટીમાં સમુદ્ર તીરે ઊતરતી જાય છે. તળેટીમાં આરામ-ભવનો, સંગીતાલયો ને ‘બૅન્ડ-સ્ટૅન્ડો’ બંધાયાં છે. હાથમાં હાથ પરોવીને પરદેશી પ્રવાસીઓનાં જોડલાં પગથી પર ચાલ્યાં જ આવે છે. એ પ્રવાહ તૂટતો જ નથી. વાયરામાં રંગરંગનાં વસ્ત્રો લહેરાઈ રહ્યાં છે, સંધ્યાકાળનો સૂર્ય દરિયામાં ઊતરતો ઊતરતો એ ખડકોનાં શિખરોને, ખાડીને, હારબંધ ઊભેલાં ગુલમોરનાં ઝાડોને અને માળા તરફ ઊડી આવતાં પક્ષીઓને પોતાની આંખની છેલ્લી ગમગીનીમાં રંગતો જાય છે. આખરી શોભામાં હંમેશાં જે ઉદાસી રહેલી છે, તે નથી હસવા દેતી કે નથી પ્રાણ ઠાલવીને રડવા પણ દેતી.

દાક્તરે પત્નીને કહ્યું: “જોયાં! છોકરાં તો બન્ને માસ્તરની અને કલાકાર ભાઈની સાથે દોટાદોટ ચાલ્યાં જાય છે, આપણે છેટું પડી ગયું.”

Line 189: Line 190:
“મારા બાપુને ગામ, રોહિણી ટાપુ ઉપર, દસ વર્ષ પૂર્વે. એ જ પરદેશીની આંખો.” “દેવી!” દાક્તરનું દિલ વલોવાઈ જતું હતું.

“હવે તમને સમજાશે કે શા માટે મારાથી તમારી સાથે સ્ત્રી-સંબંધ ન રાખી શકાયો: શા માટે હું ભયથી ત્રાસતી દૂર ને દૂર ભાગતી રહી. ફરીવાર એ આંખો મારાથી જોઈ ન શકાત.”

[૩]
<center>[૩]</center>
દાક્તરના ખુલ્લા, બહોળા મકાનને જાણે એક અદૃશ્ય દીવાલ વીંટળી વળી હતી. સુખનાં અજવાળાં એ દીવાલની બહાર ઊભાં ઊભાં અંદર આવવા છલંગો મારી રહ્યાં હતાં. ઘરમાં ચાર જણાં હતાં; પણ પ્રેતો વસતાં હોય એવું ભૂતિયું ઘર બન્યું હતું. હસમુખા ચહેરાઓ અરધું હસી હસીને પાછા કરમાઈ જતા. ગૂંગળાટ જાણે મુક્ત શ્વાસને રૂંધતો હતો. બન્ને દીકરીઓ માબાપનાં શૂન્ય, અગમ્ય મોઢાં જોઈને એકાદ નાના સ્મિતની પણ રાહ જોતી.

*
*
Line 306: Line 307:
“હજુય પ્રલોભન રહ્યું છે?”
“હજુય પ્રલોભન રહ્યું છે?”
“હા, એ માનવી જાણે કે સાક્ષાત્ દરિયો છે.”

[૪]
<center>[૪]</center>
એ આખી રાત દાક્તરે જાગતા ગાળી. એની દાક્તરી વિદ્યાએ જલદેવીનો રોગ જોઈને હાથ ધોઈ નાખ્યા. આખી રાત જલદેવી શાંત પડી હતી. પણ એ શાંતિના અતલતલમાં તોફાન હતું. એનો તલસ્પર્શ અશક્ય હતો. જલદેવી સમુદ્રની સૃષ્ટિનું પ્રાણી હોવાની એને ખાતરી થઈ. સમુદ્રના જીવો સમુદ્ર જેવું જ જીવન જીવે છે: સમુદ્રમાં ભરતી-ઓટ સમાન જ એ જીવાત્માઓની ઊર્મિઓના જુવાળ ચડે-ઊતરે છે. એવાં સમુદ્રવાસી પ્રાણીઓ કે માનવીઓ ધરતી પર ન ઊતરી શકે. એનાં મૂળ પૃથ્વીમાં ન બાઝે. મેં મોટી ભૂલ કરી. જલદેવીને ધરતી પર આણીને મેં પાપ કર્યું. હું માત્ર એના પરના પ્રેમને કારણે બીજું કશું જ વિચારી ન શક્યો. હું મારી ને એની વચ્ચેનું વયનું અંતર પણ ન વિચારી શક્યો. એને અહીં લાવ્યા પછી પણ મેં મારા સંસ્કારોનો વિકાસ ન આપ્યો: એ હતી તેવી જ મને વહાલી લાગી. આજ એ દરિયાનું જળચર જ રહી, ને હવે માછલી જેવી ઝૂરે છે. એનો પ્રાણ પેલા પ્રવાસીની પાછળ ધસે છે. એના અંતરમાં છૂપું વશીકરણ તોફાન મચાવી એને ચીસો પડાવે છે. શું કરું? એને જવા દઉં? તો મારું, એનું સહુનું શું થશે?”

બીજે દિવસે જલદેવીએ પહેલી જ તકે કહ્યું કે, “આજે તમે ક્યાંય ટાપુમાં વિઝીટે ન જતા, હો કે!”

Line 376: Line 377:
“તમારા મોંના એક મીઠા બોલ સારુ.” મોટી પુત્રીનું મોં પણ આંસુ છુપાવવા માટે ફરી ગયું.

“હાશ! હાશ!” જલદેવીએ નિ:શ્વાસ ઠાલવ્યો: “આ ઘરમાં જ મને ઠરી બેસવાનું એકાદ ઠેકાણું સાંપડ્યું હોત!”

[૫]
<center>[૫]</center>
સંધ્યાનો છેલ્લો પહોર હાંફતો હાંફતો દરિયાપાર ઊતરી ગયો. જલદેવીના ભાગ્ય-નિર્માણની છેલ્લી ઘડી ચાલી આવતી હતી. અડધો કલાક જ બાકી હતો. પણ આખરી નિર્ણય પહેલાંનો એ અડધો કલાક હતો: લોહી નિચોવી લે તેવી એ થોડી પળો હતી.

પતિના ઘરમાંથી ઊખડી જવામાં પોતાને કશી જ વેદના નથી એવું જલદેવીનું માનવું હતું. એના જીવનના ઝાડને મૂળિયું જ ત્યાં બાઝ્યું નહોતું. એક ઓરડો, એક કબાટ, એક ટ્રંક કે એક બૅગ પણ એવી નહોતી કે જેને એ પોતાની કહી શકે. એના મમત્વને બાંધનાર કોઈ દોરી ત્યાં નહોતી. ઘર છોડતી વેળા ત્રણ પહેર્યાં વસ્ત્રો ઉપરાંત એક બચકી પણ એને લેવાની નહોતી. એક ચાવી પણ કોઈને સોંપી જવાની નહોતી.

Line 448: Line 449:
“સાચું કહ્યું,” એટલું કહી જલદેવીએ સ્વામીનો હાથ ઝાલ્યો. દીકરીઓ બાના પડખામાં લપાઈ ગઈ. બધાં ઘરમાં ચાલ્યાં.

પરદેશી જહાજ નિ:સ્તબ્ધ ગતિથી મોટા દરિયા તરફ ચાલ્યું જતું હતું. સૂતેલાં સમુદ્રજળ જાગતાં હતાં. આસમાની આંખોવાળો વિદેશી વિચારી રહ્યો હતો કે આ તારાઓ પણ શું કોઈ ભાંગેલી, ડૂબેલી નૌકામાંથી બચી નીકળેલા મુસાફરો જ હશે!

{{Poem2Close}}

<br>
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = ગરાસ માટે
|next = અર્પણ
}}
18,450

edits