સૌરાષ્ટ્રની રસધાર/મરશિયાની મોજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મરશિયાની મોજ| }}")
 
No edit summary
Line 2: Line 2:


{{Heading|મરશિયાની મોજ| }}
{{Heading|મરશિયાની મોજ| }}
{{Poem2Open}}
નાગાજણ ગઢવીની ઘરવાળી કાંઈ મરશિયા ગાય છે! કાંઈ મીઠા મરશિયા ગાય છે! વજ્રની છાતીનેય વીંધી નાખે એવા એના વિલાપ!
કોઈને મીઠે ગળે ધોળમંગળ ગાતાં આવડે, કોઈ વળી રાસડા લેવરાવતાં લેવરાવતાં આભ-ધરતીને ચકડોળે ચડાવે, કોઈ હાલરડાં ગાઈને નખ્ખેદમાં નખ્ખેદ છોકરાંનેય છાનાં રાખી ઊંઘાડી દે. પણ આ ચારણીને તો રોવાનો ઈલમ હાથ પડી ગયેલો. સાંભળનારને સાચેસાચ મરીને પોતાના નામને એના કંઠમાં ઉતરાવવાનું મન થાય.
“નાગાજણ! નાગાજણ! તું ભાગ્યશાળી છો, હો! તારી અસ્ત્રી જે દી તારા નામના મરશિયા બોલશે, તે દી તો કાંઈ ખામી નહિ રહે. કાચાપોચાની છાતી તે દી ઝીલશે નહિ.”
નાગાજણને વિચાર ઊપડ્યો : ‘સાચી વાત. હું મરીશ તે દી મરશિયા સહુ સાંભળશે, ફક્ત હું જ નહિ સાંભળું. એમ તે કાંઈ થાય? એવો હિલોળો માણ્યા વિના તે કાંઈ મરી જવાતું હશે?”
“હું આજ ગામતરે જાઉં છું. આઠે જમણે આવીશ.” એમ કહી નાગાજણ ચાલી નીકળ્યો. દિવસ આથમવા ટાણે અંધારામાં પાછો આવીને ખોરડાની પછીતે સંતાઈને બેસી ગયો. માણસે આવીને ચારણીને સમાચાર દીધા : “બોન, તારાં કરમ ફૂટી ગયાં. સીમાડે નાગાજણને કાળો એરુ આભડ્યો. એના પ્રાણ નીકળી ગયા.”
ધીમે ધીમે ચારણીના દિલમાં વિયોગનું દુ:ખ જેમ જેમ ઘૂંટાતું ગયું, તેમ તેમ એ મરશિયા ગાતી રોવા લાગી :
{{Poem2Close}}
<Poem>
<Center>
'''ચડિયું ચાક બંબાળ, દશ્યું દાત્રાણાના ધણી,'''
'''નાગાજણ, ગરનાર, ધુંખળિયો પાડાના ધણી.'''
</Poem>
</Center>
{{Poem2Open}}
[હે દાત્રાણા ગામના ચારણ, નાગાજણ, હે ચારણોના પાડા (કુળ)ના વડીલ, આજે તું મરતાં તો દિશાઓ જાણે ચક્કર ફરવા લાગી. જાણે ગિરનાર પર્વત ખળભળ્યો.]
{{Poem2Close}}
<Poem>
<Center>
'''ગઢવી, ગળબથ્થે, નાગાજણ મળશે નહિ,'''
'''રમતિયાળ રમે, દીપક ગોદાત્રાણા ધણી.'''
</Poem>
</Center>
{{Poem2Open}}
[હે નાગાજણ ગઢવી, ગળે બથો ભરવા માટે તું હવે ક્યાંથી મળવાનો? હે કુળના દીપક, પ્રીતિની રમતો રમીને તું તો ચાલ્યો ગયો.]
{{Poem2Close}}

Revision as of 08:54, 24 February 2022


મરશિયાની મોજ


નાગાજણ ગઢવીની ઘરવાળી કાંઈ મરશિયા ગાય છે! કાંઈ મીઠા મરશિયા ગાય છે! વજ્રની છાતીનેય વીંધી નાખે એવા એના વિલાપ! કોઈને મીઠે ગળે ધોળમંગળ ગાતાં આવડે, કોઈ વળી રાસડા લેવરાવતાં લેવરાવતાં આભ-ધરતીને ચકડોળે ચડાવે, કોઈ હાલરડાં ગાઈને નખ્ખેદમાં નખ્ખેદ છોકરાંનેય છાનાં રાખી ઊંઘાડી દે. પણ આ ચારણીને તો રોવાનો ઈલમ હાથ પડી ગયેલો. સાંભળનારને સાચેસાચ મરીને પોતાના નામને એના કંઠમાં ઉતરાવવાનું મન થાય. “નાગાજણ! નાગાજણ! તું ભાગ્યશાળી છો, હો! તારી અસ્ત્રી જે દી તારા નામના મરશિયા બોલશે, તે દી તો કાંઈ ખામી નહિ રહે. કાચાપોચાની છાતી તે દી ઝીલશે નહિ.” નાગાજણને વિચાર ઊપડ્યો : ‘સાચી વાત. હું મરીશ તે દી મરશિયા સહુ સાંભળશે, ફક્ત હું જ નહિ સાંભળું. એમ તે કાંઈ થાય? એવો હિલોળો માણ્યા વિના તે કાંઈ મરી જવાતું હશે?” “હું આજ ગામતરે જાઉં છું. આઠે જમણે આવીશ.” એમ કહી નાગાજણ ચાલી નીકળ્યો. દિવસ આથમવા ટાણે અંધારામાં પાછો આવીને ખોરડાની પછીતે સંતાઈને બેસી ગયો. માણસે આવીને ચારણીને સમાચાર દીધા : “બોન, તારાં કરમ ફૂટી ગયાં. સીમાડે નાગાજણને કાળો એરુ આભડ્યો. એના પ્રાણ નીકળી ગયા.” ધીમે ધીમે ચારણીના દિલમાં વિયોગનું દુ:ખ જેમ જેમ ઘૂંટાતું ગયું, તેમ તેમ એ મરશિયા ગાતી રોવા લાગી :


ચડિયું ચાક બંબાળ, દશ્યું દાત્રાણાના ધણી,
નાગાજણ, ગરનાર, ધુંખળિયો પાડાના ધણી.

[હે દાત્રાણા ગામના ચારણ, નાગાજણ, હે ચારણોના પાડા (કુળ)ના વડીલ, આજે તું મરતાં તો દિશાઓ જાણે ચક્કર ફરવા લાગી. જાણે ગિરનાર પર્વત ખળભળ્યો.]


ગઢવી, ગળબથ્થે, નાગાજણ મળશે નહિ,
રમતિયાળ રમે, દીપક ગોદાત્રાણા ધણી.

[હે નાગાજણ ગઢવી, ગળે બથો ભરવા માટે તું હવે ક્યાંથી મળવાનો? હે કુળના દીપક, પ્રીતિની રમતો રમીને તું તો ચાલ્યો ગયો.]