ઋણાનુબંધ/~: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|~|}} <poem> <center> વરસતો સ્નો આકાશી લિપિમાં લખાયેલાં વરસતાં હાઇકુ…...")
 
No edit summary
 
Line 65: Line 65:
</center>
</center>
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = મારી કવિતા1
|next = શોધું છું
}}

Latest revision as of 06:59, 19 April 2022

~



વરસતો સ્નો
આકાશી લિપિમાં લખાયેલાં
વરસતાં હાઇકુ…

*


નદીના સુંવાળા જળ ઉપર કૈં કોમળ સળ
પડ્યા જાણે એવા: પવન સ્પરશે પ્રેમળ પળ
વહે છે આનંદે રણઝણ થતી જાય સૂરમાં
નદી પોતે માતી નથી નિજ મહીં: અંગ, ઉરમાં!

*


ચપોચપ ભિડાયેલા અરવ હોઠ આકાશના
અચાનક ગયા ખૂલી: જલધરો ઝરે પ્રીતને
અને લય ગયો મળી મધુર માહરા ગીતને
જરીક ધબકી રહ્યા હરિત શ્વાસ આ ઘાસના.

*


અહો! તારી વાટે પવન સૂસવે તોય પણ આ
ઝગે છે મારી આ સ્તનપ્રદીપની જ્યોત નમણી.

*


સ્મૃતિ
એ કંઈ
નાયલોન નથી
કે
એકાદ તણખો અડતાં
આખી સાડી બળીને ખાખ થઈ જાય!

*


ગઈ કાલનું તારું સ્મિત
મારાં સ્મરણોની પથારીમાં
ટૂંટિયું વાળીને પડ્યું છે.

*


સૂકાં પર્ણે સળવળ થતો વાયુ ફંફોળતો શું?

*


આસપાસ અવકાશમાં
તરબતર અત્તર સમું મઘમઘ અહો! વાતાવરણ
કોનો હશે સુરભિત શ્વાસ
ને અહીં કોનાં હશે પરિમલભર્યાં છાનાં ચરણ!

*


પ્રાત:કાલે
આંગણામાં સાંપડેલાં
મન્દારવૃક્ષનાં પર્ણો—
હશે એ
હરિવર! તમારાં ચરણો?

*