ઋણાનુબંધ/રક્તરંગી નીલિમા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રક્તરંગી નીલિમા|}} <poem> દિવસ અને રાતના સંધિકાળને નીરખવામાં...")
 
No edit summary
 
Line 27: Line 27:
બાથરૂમની આકાશી બ્લ્યૂ ફર્શ પર.
બાથરૂમની આકાશી બ્લ્યૂ ફર્શ પર.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = દીવાનખાનામાં
|next = ખુલ્લી બારી
}}

Latest revision as of 07:10, 19 April 2022

રક્તરંગી નીલિમા


દિવસ અને રાતના સંધિકાળને
નીરખવામાં
ખ્યાલેય ના રહ્યો
અણીદાર પથ્થર અને પગના સંયોગનો.
ધાર્યા કરતાં ઘા ઊંડો હતો.
ઘરમાં આવી
બ્લ્યૂ બાથટબમાં
નળ નીચે પગ ધર્યો
એ પહેલાં તો જાણે
ટબમાં નીલ ગગનના
સંધ્યાકાળના રક્તરંગ છંટકાઈ ગયા.
પળભર માટે દુ:ખ વિસરાયું;
પાટો બાંધ્યો
પણ ધસી આવતા લોહીને પાટો ચૂસી ન શક્યો.
વહી જતા લોહીની મને ક્યાં નવાઈ છે?
દર ચાંદ્રમાસે આકાર ધર્યા વિના વહી જતું લોહી જોઉં છું
વહી જતું લોહી…
વહી જતી શક્તિની લાલિમા…
એ લાલિમા સાથે
હું જ
ઢળી જતી
બાથરૂમની આકાશી બ્લ્યૂ ફર્શ પર.