ઋણાનુબંધ/કંકુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કંકુ|}} <poem> Oh, mommy! see her forehead is bleeding! અમેરિકન બાળકની આ નિર્દોષ ટકોર સ...")
 
No edit summary
 
Line 29: Line 29:
ટપકવા માંડે છે…!
ટપકવા માંડે છે…!
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = સ્મશાનયાત્રા
|next = શોધ
}}

Latest revision as of 10:15, 20 April 2022

કંકુ


Oh, mommy!
see
her forehead is bleeding!
અમેરિકન બાળકની

નિર્દોષ ટકોર સાંભળી
કપાળે હાથ મૂકી દઉ છું…
મારી ખુલ્લી હથેળીમાં
કંકુ જોઈ
મને મારું સૌભાગ્ય સ્પર્શી જાય છે…
હમણાં જ મળેલાં
મને પ્રેમથી ભેટેલાં
મધર ટેરેસા યાદ આવી જાય છે.
આશીર્વાદ આપવા
કે
પરમાર્થ કરવા અશક્તિમાન
મારા હાથને સંતાડી રાખવા
હું મુઠ્ઠી વાળી દઉં છું
અને
મારા જ ભિડાયેલા નહોરથી
હથેળીનું કંકુ
રક્ત થઈ
ટપકવા માંડે છે…!