ઋણાનુબંધ/શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય?: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય?|}} <poem> શબ્દો ક્યાંથી ક્ષેમકુશ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે. | શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = રોજ સાથે ને સાથે | |||
|next = સાંજ ઢળીને રગરગમાં | |||
}} |
Latest revision as of 10:27, 20 April 2022
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય?
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે,
ડાબીજમણી ફરકે આંખો : હોઠ પરસ્પર લડી પડ્યા છે.
કંઈક ફૂટ્યું છે : કંઈક તૂટ્યું છે, ગાંઠ પડી છે ઝીણી ઝીણી,
એકમેકના દોષ બતાવે : સૂર્યપ્રકાશમાં વીણી વીણી,
વાંસા જોઈને થાકી ગઈ છું : ચહેરાઓ તો રડી પડ્યા છે,
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે.
મરી ગયેલા સંબંધ સાથે હસી હસીને જીવવાનું છે,
પોત આખું જ્યાં ફાટી ગયું ત્યાં ટાંકા મારી સીવવાનું છે,
રેતીના આ થાંભલાઓ તો દહનખંડમાં ઢળી પડ્યા છે,
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે.