ઋણાનુબંધ/ફૂલ ખીલ્યું ને ઉપવનમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ફૂલ ખીલ્યું ને ઉપવનમાં|}} <poem> ફૂલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવ...")
 
No edit summary
 
Line 23: Line 23:
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = અહો! મોરપીંછ-મંજીરા વાગે છે
|next = ક્ષણ આ નાજુક નમણી
}}

Latest revision as of 10:31, 20 April 2022

ફૂલ ખીલ્યું ને ઉપવનમાં


ફૂલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું

વાસંતી સંદેશો લઈ
મન ઊડે આમ ને તેમ
દિશ દિશમાં સુગંધી સૂરજ
છલકાવે છે પ્રેમ

કંઠ છલકતી કોયલને હું કેમ કરી સંભાળું?
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું

આપણ ક્યાંયે જવું નથીજી
ઊડે સૂર-ગુલાલ
એકમેકની રંગે-સંગે
આપણ ન્યાલમન્યાલ

આંખોમાં રેશમિયા મનનાં સપનાંને પંપાળું
ભમરાઓ તો મનમાં ગુંજે ગીત ગહન, મરમાળું