ઋણાનુબંધ/અમને જળની ઝળહળ માયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અમને જળની ઝળહળ માયા|}} <poem> અમને જળની ઝળહળ માયા ધરતી ઉપર નદી સ...")
 
No edit summary
 
Line 22: Line 22:
પાંપણમાં પથરાયાં…
પાંપણમાં પથરાયાં…
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = અમને તમારી અડખેપડખે રાખો
|next = હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ
}}

Latest revision as of 10:33, 20 April 2022

અમને જળની ઝળહળ માયા


અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર
દળવાદળની છાયા.

લીલાં લીલાં વૃક્ષ
નદીમાં ન્હાય નિરાંતે,
અકળવિકળનું ગીત લઈને
સદીઓની સંગાથે
ચકળવિકળ આ લોચન નીરખે
પળપળના પડછાયા…

વસંતનું આ ગીત લઈને
કયો ઉમળકો છલકે
સુખની ભીની સોડમ લઈને
મનમોજીલું વલખે
અલકમલકનાં રૂપઅરૂપ કંઈ
પાંપણમાં પથરાયાં…