ઋણાનુબંધ/એ ભૂલી જજે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એ ભૂલી જજે|}} <poem> આપણે એકમેકની આંખમાં સુખની સવાર આંજી ઊઠ્યા...")
 
No edit summary
 
Line 50: Line 50:
એ ભૂલી જજે.
એ ભૂલી જજે.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = વૃદ્ધાવસ્થા
|next = તું
}}

Latest revision as of 10:37, 20 April 2022

એ ભૂલી જજે


આપણે એકમેકની આંખમાં સુખની સવાર આંજી
ઊઠ્યાં હતાં
એ ભૂલી જજે.

આપણે શાવરના ફુવારામાંથી નીતરતા જળને
સ્નિગ્ધ ત્વચા પરથી સરી જવા દીધું હતું
એ ભૂલી જજે.

આપણે સામેના ઉપવનમાં ચાર પગલાંની અખૂટ
વાતો સાંભળી હતી
એ ભૂલી જજે.

આપણે વૃક્ષો નીચે આડી પડેલી બપોરને
ઝરણાંની ટેપ સંભળાવી હતી
એ ભૂલી જજે.

આપણે ફૂલોને આંખથી પંપાળ્યાં હતાં
એ ભૂલી જજે.

આપણે ઊડતાં પતંગિયાંને કવિના શબ્દો માની
ઝીલવા દોડ્યાં હતાં
એ ભૂલી જજે.

આપણે એકમેકના ખોળામાં સૂઈ વહાલ
નામનું બાળક ઉછેર્યું હતું
એ ભૂલી જજે.

આપણે દરિયાકિનારે ટહેલતાં ટહેલતાં ડૂબતા
સૂરજની સાખે ચુંબનોનો ખજાનો લૂંટ્યો હતો
એ ભૂલી જજે.

આપણે તારાઓની ઠઠમાં નક્ષત્રોને ઓળખવાની
રમત રમ્યાં હતાં
એ ભૂલી જજે.

આપણે રાતના અંધકારમાં શબ્દોને દીવે
એકમેકને વાંચ્યાં હતાં
એ ભૂલી જજે.

આપણે સુખ નામના પ્રદેશમાં અગણિત દિવસો
સુધી ઘૂમ્યાં હતાં
એ ભૂલી જજે.

આપણે તું અને હુંનો સરવાળો હતાં
એ ભૂલી જજે.