ઋણાનુબંધ/પ્રિસ્ક્રીપ્શન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રિસ્ક્રીપ્શન|}} <poem> સ્મશાન અને કબ્રસ્તાન બન્નેની વચ્ચે...")
 
No edit summary
 
Line 31: Line 31:
કવિતા લખી શકો.
કવિતા લખી શકો.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = તું
|next = પ્રતીતિ
}}

Latest revision as of 10:38, 20 April 2022

પ્રિસ્ક્રીપ્શન


સ્મશાન અને કબ્રસ્તાન
બન્નેની વચ્ચે રહીને
નવા જન્મેલા બાળકનું રુદન સાંભળવાની
તમારી તૈયારી છે?—

આથમતી સાંજનો તડકો
અને
આવતી રાતનો અંધકાર
આ બન્ને વચ્ચે રહીને
સૂર્ય અને ચંદ્રને
એકીસાથે
આલિંગન આપવાની તમારી તૈયારી છે?—

ઉનાળો વીત્યો નથી
અને
ચોમાસું આવ્યું નથી
આ બન્નેની વચ્ચે ઊભા રહીને
સુકાઈને ભીંજાવાની
કે
ભીંજાઈને સુકાવાની
તમારી તૈયારી છે?—

જો આટલી જ સજ્જતા હોય
તો તમે
કદાચ
કવિતા લખી શકો.