ઋણાનુબંધ/અમેરિકન ડ્રીમ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમેરિકન ડ્રીમ|}} <poem> એક પરદેશી માણસ શહેરની વચ્ચોવચ્ચ ફૂટપા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
ન વેચાયેલાં છાપાંની પથારી પર… | ન વેચાયેલાં છાપાંની પથારી પર… | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = અપેક્ષા | |||
|next = નદીએ દરિયાને કહ્યું | |||
}} |
Latest revision as of 10:47, 20 April 2022
અમેરિકન ડ્રીમ
એક પરદેશી માણસ
શહેરની વચ્ચોવચ્ચ
ફૂટપાથ પર
છાપાં વેચે છે.
એ માણસ
અઢાર કલાક છાપાં વેચે છે,
એ માણસ
જાણીઅજાણી ભાષાનાં છાપાં વેચે છે,
એ માણસ
ટ્રેનના અવાજને અવગણીને છાપાં વેચે છે,
એ માણસ
જતાઆવતા ચહેરાઓને જોયા વિના છાપાં વેચે છે,
એ માણસ
ડોલર્સ ભેગા કરવા છાપાં વેચે છે,
એ માણસ
દેશમાં છોડેલાં સંતાનોને ભણાવવા છાપાં વેચે છે,
એ માણસ
અમેરિકન ડ્રીમ સાકાર કરવા છાપાં વેચે છે,
એ માણસ
બેચાર કલાક જ સૂએ છે—
ફૂટપાથ પર
ન વેચાયેલાં છાપાંની પથારી પર…