સોરઠી સંતવાણી/મરજીવા થઈને: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મરજીવા થઈને|}} <poem> અસળ વચન કોઈ દી સળે નહીં રે :::: તે તો અહોકાળ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
:::: તેને નહીં માયા કેરી છાંય. — અસલ. | :::: તેને નહીં માયા કેરી છાંય. — અસલ. | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = જુક્તિની જાણ | |||
|next = મરજીવા કોણ કહેવાય? | |||
}} |
Latest revision as of 08:59, 28 April 2022
મરજીવા થઈને
અસળ વચન કોઈ દી સળે નહીં રે
તે તો અહોકાળ ગાળે ભલે વનમાં,
સતગુરુ સાનમાં પરિપૂરણ સમજ્યા,
તેને અહંભાવ આવે નહીં મનમાં —
ભાઈ રે! શરીર પડે પણ વચન ચૂકે નહીં
ગુરુજીના વેચ્યા તે તો વેચાય;
બ્રહ્માદિક આવીને મરને લિયે પરીક્ષા
પણ બીજો બોધ નો ઠેરાય. — અસલ.
ભાઈ રે! મરજીવા થૈને કાયમ રમવું, પાનબાઈ!
વચન પાળવું સાંગોપાંગ,
ત્રિવિધના તાપમાં જગત બળે છે
તેનો નૈ લાગે તમને ડાગ. — અસલ.
ભાઈ રે! જીવનમુક્તની દશા પ્રગટશે,
હાણ ને લાભ મટી જોને જાય,
આશા ને તૃષ્ણા એકે નહીં ઉરમાં —
પરમ ભક્ત તે કહેવાય. — અસલ.
ભાઈ રે! દૃઢતા રાખો તો તમે એવી રીતે રાખજો
જેથી રીઝે નકળંક રાય,
ગંગાસતી એમ બોલિયાં
તેને નહીં માયા કેરી છાંય. — અસલ.