સોરઠી સંતવાણી/મન જ્યારે મરી જાય: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મન જ્યારે મરી જાય|}} <poem> સતગુરુના વચનનાં થાવ અધિકારી ::: મેલી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
::: ત્યારે પછી હતું તેમ દરશાય. — સતગુરુના. | ::: ત્યારે પછી હતું તેમ દરશાય. — સતગુરુના. | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કર્તાપણું ક્યારે મટે? | |||
|next = છાનામાં છાની | |||
}} |
Latest revision as of 09:21, 28 April 2022
મન જ્યારે મરી જાય
સતગુરુના વચનનાં થાવ અધિકારી
મેલી દ્યો અંતરનું માન,
આળસ મેલીને આવો મેદાનમાં,
સમજો સતગુરુજીની સાન — સતગુરુના.
ભાઈ રે! અંતર ભાંગ્યા વિના ઊભરો નૈ આવે, પાનબાઈ!
પછી તો હરિ દેખાય સાક્ષાત. — સતગુરુના.
ભાઈ રે! સતસંગ રસ એ તો અગમ અપાર છે,
તે તો પીવે કોઈ પીવનહાર
તનમનની શુદ્ધિ જ્યારે ભૂલશો, પાનબાઈ!
ત્યારે અરસપરસ મળશે એકતાર. — સતગુરુના.
ભાઈ રે! ધડ રે ઉપર શીશ જેને નવ મળે પાનબાઈ!
એવો ખેલ છે ખાંડા કેરી ધાર
એમ તમે તમારું શીશ ઉતારો, પાનબાઈ
તો તો રમાડું બાવન બાર. — સતગુરુના.
ભાઈ રે! હું અને મારું ઇ તો મનનું છે કારણ, પાનબાઈ!
ઈ મન જ્યારે મરી જોને જાય
ગંગાસતી એમ બોલિયાં,
ત્યારે પછી હતું તેમ દરશાય. — સતગુરુના.