સોરઠી સંતવાણી/ગુપત રસ: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગુપત રસ|}} <poem> ગુપત રસ આ તો જાણી લેજો, પાનબાઈ, :::: જેથી જાણવું ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
:::: વરસાવો નિરમળ નૂર. — ગુપત | :::: વરસાવો નિરમળ નૂર. — ગુપત | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = છાનામાં છાની | |||
|next = ગજવાનો લાડવો | |||
}} |
Latest revision as of 09:48, 28 April 2022
ગુપત રસ
ગુપત રસ આ તો જાણી લેજો, પાનબાઈ,
જેથી જાણવું રહે નહીં કાંય,
ઓઘ રે આનંદના કાયમ રહે ને,
સેજે સેજે સંશય બધા મટી જાય —
ભાઈ રે! શૂરવીર થૈને સંગ્રામે ચડવું, પાનબાઈ,
માયલું મન ફરી ઊભું ન થાય;
કવલ ભગતિને તમે એમ પામો, પાનબાઈ,
જેથી જનમ મરણ સેજે મટી જાય. — ગુપત.
પરપંચનાં તોડી નાખો પડળ, પાનબાઈ,
તો તો પચરંગી પાર જણાય;
જથારથ પદને જાણ્યા પછી, પાનબાઈ!
ભાવ કભાવ મનમાં નહીં થાય. — ગુપત.
ભાઈ રે! મેદાનમાં હવે મામલો મચાવો, પાનબાઈ
ભજન કરો ભરપૂર;
ગંગા રે સતી એમ બોલિયાં રે
વરસાવો નિરમળ નૂર. — ગુપત