સોરઠી સંતવાણી/સાચાં બાણ વાગે ત્યારે: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાચાં બાણ વાગે ત્યારે|}} <poem> છૂટાં રે તીર હવે નો મારીએ, બાઈજી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
:::: તેજ પૂરણ અધિકારી કે’વાય. — છૂટાં. | :::: તેજ પૂરણ અધિકારી કે’વાય. — છૂટાં. | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = દેખાડું એ દેશ | |||
|next = ઠાલવવાનું ઠેકાણું | |||
}} |
Latest revision as of 09:55, 28 April 2022
સાચાં બાણ વાગે ત્યારે
છૂટાં રે તીર હવે નો મારીએ, બાઈજી!
મેંથી સહ્યું નવ જાય,
કલેજાં મારાં વીંધી નાખ્યાં બાઈજી,
છાતી મારી ફાટફાટ થાય —
ભાઈ રે! બાણ રે વાગ્યાં રુવાડાં વીંધાણાં, બાઈજી!
મુખથી નવ કહેવાય;
આપો ને વસ્તુ મુંને લાભ જ લેવા
પરિપૂરણ કરોને ક્રિયાય. — છૂટાં.
ભાઈ રે! હજી બાણ તમને નથી લાગ્યાં, પાનબાઈ!
બાણ રે લાગ્યાને છે વાર;
બાણ રે વાગ્યાથી સૂરતા ચડે અસમાનમાં
પછી તો દેહદશા મટી જાય. — છૂટાં.
ભાઈ રે! બાણ વાગ્યા હોય તો બોલાય નૈ, પાનબાઈ!
પરિપૂરણ વચનમાં વરતાય.
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તેજ પૂરણ અધિકારી કે’વાય. — છૂટાં.