સોરઠી સંતવાણી/હરિનો દેશ: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હરિનો દેશ|}} <poem> મનને સ્થિર કરી આવો રે મેદાનમાં ને ::: મિટાવુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
::: તેથી થાય નૈ વિપરિત ચિત્ત રે. — મનને. | ::: તેથી થાય નૈ વિપરિત ચિત્ત રે. — મનને. | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પૂર્ણ સ્વરૂપનો અભ્યાસ | |||
|next = ગુરુમુખી કોણ? | |||
}} |
Latest revision as of 10:16, 28 April 2022
હરિનો દેશ
મનને સ્થિર કરી આવો રે મેદાનમાં ને
મિટાવું સરવે ક્લેશ રે,
હરિનો દેશ તમને એવો દેખાડું ને
જ્યાં નહીં વર્ણ ને વેશ રે —
સૂક્ષમ સૂવું ને સૂક્ષમ ચાલવું ને
સૂક્ષમ કરવો વે’વાર રે,
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ ને
વરતી ન ડોલે લગાર રે. — મનને.
કુબુદ્ધિવાળાનો સંગ તજવો ને
રહેવું એકાંતે અસંગ રે,
કૂંચી બતાવું એનો અભિયાસ કરવો ને
ચડાવવો નિત્ય નવો રંગ રે. — મનને.
ચિત્ત વિષયમાંથી ખેંચવું ને
રે’વું સદાય ઇન્દ્રિયજીત રે
ગંગાસતી એમ બોલિયાં જે
તેથી થાય નૈ વિપરિત ચિત્ત રે. — મનને.