સોરઠી સંતવાણી/ઉલ્લાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
[પાનબાઈ]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉલ્લાસ|}} <poem> ઉલટ સમાવ્યો સુલટમાં ને :::: સુરતા ગઈ સૂન માંય રે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
:::: કીધો મૂળ અવિદ્યાનો નાશ રે. — ઉલટ. | :::: કીધો મૂળ અવિદ્યાનો નાશ રે. — ઉલટ. | ||
</poem> | </poem> | ||
<center>'''[પાનબાઈ]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = હરિ સાથે એકતાર | |||
|next = બ્રહ્માનંદ | |||
}} |
Latest revision as of 11:37, 28 April 2022
ઉલ્લાસ
ઉલટ સમાવ્યો સુલટમાં ને
સુરતા ગઈ સૂન માંય રે
ભાળી સ્વામીની ભોમકા ને
હરિ જોયા અખંડ મીન માંય રે —
ભાઈ રે આવરણ ઉપાધિ મટી ગઈ ને
હવે થયો છે આનંદ રે
બ્રહ્મ ભાળ્યા એક તારમાં ને
ત્યારે તૂટ્યો પ્રપંચનો ફંદ રે. — ઉલટ.
ભાઈ રે અવિનાશી મેં અખંડ જોયા ને
જ્યાં નામ રૂપનો નાશ રે
સચ્ચિદાનંદ પૂરણ સદા સ્વામીને
તેને જોઈને થયો ઉલ્લાસ રે. — ઉલટ.
ભાઈ રે અવાચ્ પદ અખંડ અનામીને
તેને જોઈ થયો ઉલ્લાસ રે
ગંગાસતી પ્રતાપે પાનબાઈ બોલ્યાં ને
કીધો મૂળ અવિદ્યાનો નાશ રે. — ઉલટ.