સોરઠી સંતવાણી/શીદને સંતાપો રે!: Difference between revisions
Jump to navigation
Jump to search
[હોથી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શીદને સંતાપો રે!|}} <poem> અવળાં શીદને સંતાપો રે, શીદને રંઝાડો ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
દેજો દેજો સંતુના ચરણુંમાં વાસ. — અવળાં. | દેજો દેજો સંતુના ચરણુંમાં વાસ. — અવળાં. | ||
</poem> | </poem> | ||
<center>'''[હોથી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ભે ભાગી | |||
|next = કોઈ નૂરીજન નજરે આવે! | |||
}} |
Latest revision as of 12:37, 28 April 2022
શીદને સંતાપો રે!
અવળાં શીદને સંતાપો રે, શીદને રંઝાડો રે,
સઘળું કુટુંબ મળીને.
મારે છે કાંઈ હાં…સાંઈને સમર્યાનું રે હેત,
મારે છે કાંઈ હાં…હરિને ભજ્યાનું રે હેત. — અવળાં.
ઘરણાં વગોણાં રે મારે મન અતિ ઘણાં રે,
તેમાં તમો કડવાં મ બોલોને વેણ. — અવળાં.
કાચી છે હે કાયા રે કુંપો વીરા કાચનો રે,
તેને તો કાંઈ ફૂટતાં નહીં લાગે વાર. — અવળાં.
ઝેરના પિયાલા રે સિકંદર સુમરો મોકલે રે,
પી લે પી લે હેતેથી તું એલા દાસ. — અવળાં.
ઝેરના પિયાલા રે હોથી સુમરો પી ગયા રે,
આવ્યા છે કાંઈ અમી તણા ઓડકાર. — અવળાં.
મોરારને વચને રે હોથી સુમરો બોલિયા રે,
દેજો દેજો સંતુના ચરણુંમાં વાસ. — અવળાં.