સોરઠી સંતવાણી/કોઈ નૂરીજન નજરે આવે!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કોઈ નૂરીજન નજરે આવે!|}} <poem> મન માંયલાની ખબરું લાવે રે, કોઈ કા...")
 
No edit summary
 
Line 20: Line 20:
:::: કોઈ એવા નૂરીજન નજરે આવે…જી
:::: કોઈ એવા નૂરીજન નજરે આવે…જી
</poem>
</poem>
<center>'''[જેઠીરામ]'''</center>
<br>
{{HeaderNav2
|previous = શીદને સંતાપો રે!
|next = કીધાં અમને લોહને કડે
}}

Latest revision as of 12:41, 28 April 2022


કોઈ નૂરીજન નજરે આવે!

મન માંયલાની ખબરું લાવે રે,
કોઈ કામ કરોધને હટાવે રે;
કોઈ એવા નૂરીજન નજરે આવે…જી
જ્ઞાની હોય સો જ્ઞાન બતાવે, રૂડા ભરમોના ભેદ બતાવે,
રામનામની રટણાયું રટી લે, અંધિયારો મટી જોવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે…જી
સંસાર-સાગર મહાજળ ભરિયો, હરિજન વા’ણ હોકારે,
એના માલમીને પકડ વશ કર લો, પાર ઊતરી જાવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે…જી
નિજ નામનાં નાંગળ નાખીને, પવન-પુરુષ પધરાવે,
અસલ જુગની અમર વાદળી, મોતીડે વરસાવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે…જી
સતકી રોટી, સબસે મોટી, પ્યાસ હોય સો પાવે,
દોઈ કર જોડી જેઠીરામ બોલ્યા, કર્યા કરમ કંહીં જાવે;
કોઈ એવા નૂરીજન નજરે આવે…જી

[જેઠીરામ]