સોરઠી સંતવાણી/કીધાં અમને લોહને કડે: Difference between revisions
Jump to navigation
Jump to search
[કબીર]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કીધાં અમને લોહને કડે|}} <poem> સદ્ગુરુએ મને લોઢાને કડે બાંધી લ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
::::::: — રે આ દુબધ્યાને ઘોડે. | ::::::: — રે આ દુબધ્યાને ઘોડે. | ||
</poem> | </poem> | ||
<center>'''[કબીર]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કોઈ નૂરીજન નજરે આવે! | |||
|next = નૈ જાવે | |||
}} |
Latest revision as of 04:26, 29 April 2022
કીધાં અમને લોહને કડે
સદ્ગુરુએ મને લોઢાને કડે બાંધી લીધો, હવે મારે દુર્બુદ્ધિના ઘોડા પર ચડવાનું હોય નહીં.
સતગુરુએ કીધાં અમને લોહને કડે,
રે આ દુબધ્યાને ઘોડે મારે કોણ ચડે?
વાદળાની છાયા, હંસા પલ ઘડી રે’શે રે,
મનડું બાંધ્યું રે તારું મુવલ મડે;
— રે આ દુબધ્યાને ઘોડે મારે કોણ ચડે?
નરૂના ભરેલા નર હીંડે છે ભટકતા રે,
સાચાં રે મોતીડાં એને કિયાંથી રે મળે;
— રે આ દુબધ્યાને ઘોડે.
સકરની વરાંસે મેં તો ઓરી રે ચિરોડી,
વરતી વટાળેં એ તો કે’દી’ ન ગળે રે;
— રે આ દુબધ્યાને ઘોડે.
કે’ત કબીરસાબ, સૂનો મેરે સાધુ રે!
સતગુરુ મળે તો સાચી ખબરું પડે રે;
— રે આ દુબધ્યાને ઘોડે.