સોરઠી સંતવાણી/શેઠ નગરમાં છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શેઠ નગરમાં છે|}} <poem> રૂડા રામ વાણિયા રે, તારો શેઠ નગરમાં છે, શ...")
 
No edit summary
 
Line 17: Line 17:
જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ, ત્યાંથી લગની લાગી. — રૂડા રામ.
જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ, ત્યાંથી લગની લાગી. — રૂડા રામ.
</poem>
</poem>
<center>'''[ભવાનીદાસ]'''</center>
<br>
{{HeaderNav2
|previous = આવડાં તે રૂપ!
|next = પવન-ચરખો
}}

Latest revision as of 04:55, 29 April 2022


શેઠ નગરમાં છે

રૂડા રામ વાણિયા રે, તારો શેઠ નગરમાં છે,
શેઠ નગરમાં છે, રે તારો ધણી નગરમાં છે. — રૂડા રામ.
આ કાયામાં દસ દરવાજા, પચાસ લાખ માંઈ પ્રેમી,
અઠ કુળ પરવત વસે અવલિયા નવ લાખ માંઈ નેમી. — રૂડા રામ.
આ કાયામાં દેવકચેરી, સોળ પુરુષ માંઈ સાજે,
અનહદ વાજાં શે’રમાં વાજે, નવરંગ પાતર નાચે. — રૂડા રામ.
હાટ હવેલી દલ્લી ચૌટા ધ્રુ-દીપક માંઈ ધરિયા,
નવસે નવાણું નદી વાવડી, દલ ભીતર માંઈ દરિયા. — રૂડા રામ.
ઘેર ગાંધીડો, હીરલો મળિયો, મહાજનમાં મન મોશે,
પારખ હશે તે રતન પારખશે, જોનારને જડશે. — રૂડા રામ.
આશા તૃષણા સૌની પૂરી, મનથી ભ્રાંતિ ભાગી,
જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ, ત્યાંથી લગની લાગી. — રૂડા રામ.

[ભવાનીદાસ]