સોરઠી સંતવાણી/જંગલ બીચ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જંગલ બીચ| }} <poem> સાંયા! મેં તો પકડી આંબલિયાની ડાળ રે, ::: જંગલ બ...")
 
No edit summary
 
Line 19: Line 19:
::: ભજન કરીએં ભાવથી હો જી. — સાંયા.
::: ભજન કરીએં ભાવથી હો જી. — સાંયા.
</poem>
</poem>
<center>'''[મીરા]'''</center>
<br>
{{HeaderNav2
|previous = કાગળ
|next = પૂર્વની પ્રીતિ
}}

Latest revision as of 05:26, 29 April 2022


જંગલ બીચ

સાંયા! મેં તો પકડી આંબલિયાની ડાળ રે,
જંગલ બીચમેં ખડી હો જી
સરોવર કાંઠે બેઠો એક બગલો
હંસલો જાણીને કર્યો મેં સંગ રે
મોઢામાં લીધેલ માછલી હો જી. — સાંયા.
ઊડી ગિયો હંસલો, ગાજે એની પાંખડી,
બાયું! મારો પિયુડો ગિયો પરદેશ રે
ફરુકે મારી આંખડી હો જી. — સાંયા.
બાઈ મીરાં ગૂંથે હાર, ફૂલ કેરા ગજરા,
બાયું! મારો શામળિયો રૂડો ભરથાર રે
બીજા રે વરની આંખડી હો જી. — સાંયા.
બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા!
શરણુંમાં રાખો મારા શામ રે
ભજન કરીએં ભાવથી હો જી. — સાંયા.

[મીરા]