સોરઠી સંતવાણી/માટ તો રોકેલ છે મારાં: Difference between revisions
Jump to navigation
Jump to search
[શામળો]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માટ તો રોકેલ છે મારાં|}} <poem> માટ તો રોકેલ છે મારાં મહીનાં, જશ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
::: — માટ તો રોકેલ મારાં | ::: — માટ તો રોકેલ મારાં | ||
</poem> | </poem> | ||
<center>'''[શામળો]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ગારુડી | |||
|next = હજી કેમ ના’વ્યા | |||
}} |
Latest revision as of 05:39, 29 April 2022
માટ તો રોકેલ છે મારાં
માટ તો રોકેલ છે મારાં
મહીનાં, જશોદાના જાયા રે
— માટ તો રોકેલાં મારાં
નવલખ ધેન્યું બાળા નંદઘેરે દૂઝે વા’લા;
દૂધ ને સાકરડી ઘોળી પી જાવ નંદજીના લાલા રે
— માટ તો રોકેલ મારાં
મહીડાં પીવો તો તમે મંદિર પધારો વા’લા!
દશ તો દા’ડા રે આંયાં રે જાવ નંદજીના લાલા રે
— માટ તો રોકેલ મારાં
કાલ્ય રે વઢ્યાં’તાં એનો ધોખો ન ધરીએં વા’લા!
આંઈ રે આવો તો તેવું કૈ જાવ નંદજીના લાલા રે
— માટ તો રોકેલ મારાં
કે કવિ શામળો દાસ તમારો વા’લા!
પ્રીત્યું કરો તો સાથે લૈ જાવ નંદજીના લાલા રે
— માટ તો રોકેલ મારાં