સોરઠી સંતવાણી/જ્ઞાન-બાજી: Difference between revisions
Jump to navigation
Jump to search
[રવિદાસ]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જ્ઞાન-બાજી |}} <poem> ચાલો સખી! પિયાજીની પાસ રે ગન્યાનબાજી ખેલી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
::: એવા ધણીને ધારીએ. — ચાલો સખી. | ::: એવા ધણીને ધારીએ. — ચાલો સખી. | ||
</poem> | </poem> | ||
<center>'''[રવિદાસ]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સફરે જતા સેણને | |||
|next = દાસી જીવણ | |||
}} |
Latest revision as of 05:48, 29 April 2022
જ્ઞાન-બાજી
ચાલો સખી! પિયાજીની પાસ રે
ગન્યાનબાજી ખેલીએં;
પ્રેમમાં થઈ ચકચૂર રે
રંગરસ રેલીએં.
એ જી, પ્રીતિના પાસ લૈને હાથ રે
પ્રિયા સનમુખ નાખીએં;
સંતની સોગઠીઉં ચલાય
પ્રેમરસ ચાખીએં. — ચાલો સખી.
એ જી. રંગભર્યા રમીએં સારી રાત રે
નીંદરાને ત્યાં વારીએં;
કરીએં ન કૂડ કપટ રે
દૂર કરીને ડારીએ. — ચાલો સખી.
એ જી, તન મન ધન ને પ્રાણ રે
પિયાજીને આપે આલીએં;
અખંડ સુખ ને આનંદ રે
પિયા સંગે માલીએં. — ચાલો સખી.
એ જી, હારીએં તો રૈએં પિયાજીની પાસ,
જીતીએં તો જુગદીશને
રાખીએં પ્રાણની સાથ રે
પરહરી રીસને. — ચાલો સખી.
એ જી, લીજીએં તો અપાર આનંદ રે
ચોરાશીને વારીએં
ભરથ મોડ ચરણે રવિદાસ રે
એવા ધણીને ધારીએ. — ચાલો સખી.