ઋતુગીતો/સતણ વીસળ સંભરે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સતણ વીસળ સંભરે|}} {{Poem2Open}} રાધા-કૃષ્ણની વિરહ-બારમાસીના ત્રણ ન...")
 
No edit summary
 
Line 6: Line 6:
રાધા-કૃષ્ણની વિરહ-બારમાસીના ત્રણ નમૂના તપાસીને હવે આપણે બારમાસી ઋતુગીતોના બીજા પ્રકાર પર આવીએ છીએ. એને ‘મરસિયા’ કહેવામાં આવે છે. પોતાના વિદેહ થયેલા મિત્ર અથવા દાતાને સંભારી સંભારી પ્રત્યેક માસ અથવા ઋતુની શોભા ગાવાની આ રીતિ ઘણા ઘણા ચારણ, ભાટ કે મીર કવિઓએ અંગીકાર કરી છે. એમાં આલેખનની વિવિધતા અને ભાવોર્મિની તાકાત વધુ પ્રમાણમાં વિલસે છે.

આ પહેલા ‘મરસિયા’ કીડિયા ગામના મીર કાના મનજી ઉદિયાએ જાંબુ ગામના ચારણ માલા જામના મૃત પુત્ર વીસળના વિરહમાં આશરે એક સો વર્ષ પૂર્વે ગાયા મનાય છે. એમાં ઋતુઓની વિશિષ્ટતાઓ સોરઠી જીવનને સુસંગત થઈ પડે તેવી રીતે અંકાયેલી છે.

{{Poem2Close}}

આષાઢ
<poem>
<center>આષાઢ</center>
ગહકે મોરાં ગરવરે,  
ગહકે મોરાં ગરવરે,  
સજે વાદળ સામાઢ;  
સજે વાદળ સામાઢ;  
Line 20: Line 22:
જીય! સતન વીસળ સંભરે.  
જીય! સતન વીસળ સંભરે.  
મુને સતન વીસળ સંભરે.
મુને સતન વીસળ સંભરે.
</poem>

{{Poem2Open}}
[ગિરિવરો ઉપર મોરલા ટહુકે છે; આકાશમાં મેઘાડમ્બરના સાજ સજાય છે; હે જાંબુ ગામના રાજા! આ ધરતી ઉપર આષાઢની ઋતુ આવી.
[ગિરિવરો ઉપર મોરલા ટહુકે છે; આકાશમાં મેઘાડમ્બરના સાજ સજાય છે; હે જાંબુ ગામના રાજા! આ ધરતી ઉપર આષાઢની ઋતુ આવી.
એવો આષાઢ આવ્યો. મનમાં ભાવ્યો. રંક–રાજા તમામ રાજી થયા. કામિનીઓએ એ વરસાદના દિવસોમાં લીલા કચવા પહેરીને શણગાર સજ્યા છે. ધરતીનો રંગ મગ સરીખો લીલો થઈ ગયો છે. તૃણ બધે છવાઈ જાય છે. કણના છોડ ઊગેલા છે. આવી ઋતુમાં મને એ જશ લેનાર, માલા જામનો સુત વીસળ સાંભરે છે.]

શ્રાવણ
<poem>
<center>શ્રાવણ</center>
શવ પૂજા ઘસીએ ચંદણ,  
શવ પૂજા ઘસીએ ચંદણ,  
જપે જાય વ્રપ જોય;  
જપે જાય વ્રપ જોય;  
Line 34: Line 39:
પ્રસનાર નાવત, કરત પૂજા, ધ્યાન શંકરસેં ધરે,  
પ્રસનાર નાવત, કરત પૂજા, ધ્યાન શંકરસેં ધરે,  
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે,  
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે,  
જીય! સતન વીસળ સંભરે.
::: જીય! સતન વીસળ સંભરે.
 
</poem>
{{Poem2Open}}
[શિવની પૂજા થાય છે. ચંદન ઘસાઈ રહ્યાં છે. લલાટમાં કેસરની આડ્ય કરીને વિપ્રો જાપ જપી રહ્યા છે. એવા શ્રાવણ માસના દિવસો સોહી રહ્યા છે.
[શિવની પૂજા થાય છે. ચંદન ઘસાઈ રહ્યાં છે. લલાટમાં કેસરની આડ્ય કરીને વિપ્રો જાપ જપી રહ્યા છે. એવા શ્રાવણ માસના દિવસો સોહી રહ્યા છે.
શ્રાવણ છલકી રહ્યો છે. વૃક્ષોની છાંયડી જામે છે. લીલી વેલડીઓ વળે છે. બપૈયા પિયુ પિયુ બોલે છે. મોરલા કળા કરીને નાચે છે અને ઢેલડીઓ એની પાસે ઊભી રહીને ધ્યાન રાખે છે. નારીઓ નાહ્ય છે, પૂજા કરે છે, શંકરનું ધ્યાન ધરે છે. એવી ઋતુમાં મને વીસળ યાદ આવે છે.]

ભાદરવો
<poem>
<center>ભાદરવો</center>
દધફૂલાં વાજે ડમર  
દધફૂલાં વાજે ડમર  
કંગાં બંગ કવળાસ,  
કંગાં બંગ કવળાસ,  
Line 49: Line 57:
છલકંત નદિયાં, ભર્યાં સરવર, ઝરે ગરવર જળ ઝરે,  
છલકંત નદિયાં, ભર્યાં સરવર, ઝરે ગરવર જળ ઝરે,  
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.
</poem>

{{Poem2Open}}
[આજ તો દૂધમલિયાં (નવાં) ડૂંડાંનો ડમ્મર વાગી રહ્યો છે. ડૂંડાંનાં જૂથ જામ્યાં છે. કાગડાં ને બગલાં કૈલાસ ગયાં છે, ચારે દિશામાં વીજળી ચમકી રહી છે. એવો ભાદરવો માસ આવ્યો.
[આજ તો દૂધમલિયાં (નવાં) ડૂંડાંનો ડમ્મર વાગી રહ્યો છે. ડૂંડાંનાં જૂથ જામ્યાં છે. કાગડાં ને બગલાં કૈલાસ ગયાં છે, ચારે દિશામાં વીજળી ચમકી રહી છે. એવો ભાદરવો માસ આવ્યો.
પાણીમાં ભરપૂર બનેલો એવો ભાદરવો આવ્યો છે, અનેક પચરંગી વાદળાં આકાશમાં ચાલ્યાં જાય છેએ. આકાશ ગાજી રહ્યું છે. ઉત્તર દિશામાં શિખરો શ્યામરંગી બની ગયાં છે. નદીઓ છલકી ઊઠી છે. સરોવરો ભરાઈ ગયાં છે. ગિરિવરોમાંથી પાણી ઝરે છે. એવે કાળે મને વીસળ યાદ આવે છે.]

આસો
<poem>
<center>આસો</center>
નવનધ પાકે દન નવા, વખા સોંત વ્રપન્ત,  
નવનધ પાકે દન નવા, વખા સોંત વ્રપન્ત,  
છીપે મોતી સંચરે, ચંચળે નવે ચડન્ત  
છીપે મોતી સંચરે, ચંચળે નવે ચડન્ત  
Line 60: Line 72:
નોરતાં દિવાળી તણે દન વખત રોઝી વાપરે,  
નોરતાં દિવાળી તણે દન વખત રોઝી વાપરે,  
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.
</poem>
{{Poem2Open}}
[આસો મહિનામાં નવે જાતની નિધિઓ પાકીને તૈયાર થાય છે; ‘નવા દિવસો’ આવે છે; વર્ષો સ્વાતિ નક્ષત્રને વરસાવે છે; એ ધારાઓ વડે છીપોમાં મોતી બાઝે છે : અને સુભટો નવાં નવાં ઘોડાં પર સવારી કરે છે : તે આસો માસ આવ્યો.

આસો માસની આવી ઋતુ મંડાઈ ગઈ છે. વરસાદ નાસી ગયો છે. લોકો શક્તિઓનાં આરાધન કરે છે. યમદૂતો, દાડમો નામનો દૈત્ય અને દેવીઓ ભોગ ભરખવા નીકળી પડ્યાં છે. એ નવરાત્રિઓ અને દિવાળીના દિવસોમાં લોકો કંસાર જમે છે. એવો સમય નિહાળીને મને મારો મિત્ર સાંભરે છે.]

કાર્તિક
<poem>
<center>કાર્તિક</center>
રાગ ઝરક્કા નત રહે;  
રાગ ઝરક્કા નત રહે;  
સેણાં વેણાં સુવાસ,  
સેણાં વેણાં સુવાસ,  
Line 73: Line 90:
હીંગોળ4 ચરણં, ધ્યાન ધરણં, અધમ આતમ ઓધરે,  
હીંગોળ4 ચરણં, ધ્યાન ધરણં, અધમ આતમ ઓધરે,  
જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.
જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.
 
</poem>
{{Poem2Open}}
[આ તો એ કાર્તિક માસ આવ્યો, જે માસમાં નિત્ય નિત્ય ગાન, તાન અને વાજિંત્રના નાદ મચે છે, એ સ્વજનોનાં વેણ મધુર લાગે છે, ને આત્મા આત્મવૃત્તિ અનુભવે છે. એવો મહિમાવંત કાર્તિક માસ આવ્યો.
[આ તો એ કાર્તિક માસ આવ્યો, જે માસમાં નિત્ય નિત્ય ગાન, તાન અને વાજિંત્રના નાદ મચે છે, એ સ્વજનોનાં વેણ મધુર લાગે છે, ને આત્મા આત્મવૃત્તિ અનુભવે છે. એવો મહિમાવંત કાર્તિક માસ આવ્યો.
કાર્તિક કૈલાસ સરીખો ઠંડો હોય છે. જગતની જાતિ મદમસ્ત બની જાય છે. પુરુષો અને નારીઓ સ્નાનપૂજા કરે છે, અને ઠેઠ જમનાજી સુધી ધર્મ કરવા જાય છે. હીંગળાજ દેવીનાં ચરણનું ધ્યાન ધરીને આ મહિનામાં અધમ આત્માઓ પણ ઉદ્ધાર પામે છે. એ વખતે મને વીસળ સાંભરે છે.]

માગશર
માગશર

Latest revision as of 10:43, 6 May 2022

સતણ વીસળ સંભરે

રાધા-કૃષ્ણની વિરહ-બારમાસીના ત્રણ નમૂના તપાસીને હવે આપણે બારમાસી ઋતુગીતોના બીજા પ્રકાર પર આવીએ છીએ. એને ‘મરસિયા’ કહેવામાં આવે છે. પોતાના વિદેહ થયેલા મિત્ર અથવા દાતાને સંભારી સંભારી પ્રત્યેક માસ અથવા ઋતુની શોભા ગાવાની આ રીતિ ઘણા ઘણા ચારણ, ભાટ કે મીર કવિઓએ અંગીકાર કરી છે. એમાં આલેખનની વિવિધતા અને ભાવોર્મિની તાકાત વધુ પ્રમાણમાં વિલસે છે. આ પહેલા ‘મરસિયા’ કીડિયા ગામના મીર કાના મનજી ઉદિયાએ જાંબુ ગામના ચારણ માલા જામના મૃત પુત્ર વીસળના વિરહમાં આશરે એક સો વર્ષ પૂર્વે ગાયા મનાય છે. એમાં ઋતુઓની વિશિષ્ટતાઓ સોરઠી જીવનને સુસંગત થઈ પડે તેવી રીતે અંકાયેલી છે.

આષાઢ

ગહકે મોરાં ગરવરે,
સજે વાદળ સામાઢ;
ધર ઉપર જાંબુધણી!
આઈ રત આસાઢ.

આસાઢ આયા, મન્ન ભાયા, રંક રાયા રાજીએ,
કામની નીલા પેર્ય કચવા, સઘણરા દન સાજીએ;
મગ વરણ ધરતી, તરણ મેંમત કોયણ ઉગાવો2 કરે;
જસ લિયણ તણ3 રત માલ જામ સતન વીસળ સંભરે.

જીય! સતન વીસળ સંભરે.
મુને સતન વીસળ સંભરે.

[ગિરિવરો ઉપર મોરલા ટહુકે છે; આકાશમાં મેઘાડમ્બરના સાજ સજાય છે; હે જાંબુ ગામના રાજા! આ ધરતી ઉપર આષાઢની ઋતુ આવી. એવો આષાઢ આવ્યો. મનમાં ભાવ્યો. રંક–રાજા તમામ રાજી થયા. કામિનીઓએ એ વરસાદના દિવસોમાં લીલા કચવા પહેરીને શણગાર સજ્યા છે. ધરતીનો રંગ મગ સરીખો લીલો થઈ ગયો છે. તૃણ બધે છવાઈ જાય છે. કણના છોડ ઊગેલા છે. આવી ઋતુમાં મને એ જશ લેનાર, માલા જામનો સુત વીસળ સાંભરે છે.]

શ્રાવણ

શવ પૂજા ઘસીએ ચંદણ,
જપે જાય વ્રપ જોય;
કેસરરી આડ લલાટ કર,
શ્રાવણરા દન સોય.

છલત શ્રાવણ, મલત છાયા, વલત લીલી વેલડી,
બાપયા બોલત, મોર બનવા, ધ્યાન રાખત ઢેલડી;
પ્રસનાર નાવત, કરત પૂજા, ધ્યાન શંકરસેં ધરે,
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે,
જીય! સતન વીસળ સંભરે.

[શિવની પૂજા થાય છે. ચંદન ઘસાઈ રહ્યાં છે. લલાટમાં કેસરની આડ્ય કરીને વિપ્રો જાપ જપી રહ્યા છે. એવા શ્રાવણ માસના દિવસો સોહી રહ્યા છે. શ્રાવણ છલકી રહ્યો છે. વૃક્ષોની છાંયડી જામે છે. લીલી વેલડીઓ વળે છે. બપૈયા પિયુ પિયુ બોલે છે. મોરલા કળા કરીને નાચે છે અને ઢેલડીઓ એની પાસે ઊભી રહીને ધ્યાન રાખે છે. નારીઓ નાહ્ય છે, પૂજા કરે છે, શંકરનું ધ્યાન ધરે છે. એવી ઋતુમાં મને વીસળ યાદ આવે છે.]

ભાદરવો

દધફૂલાં વાજે ડમર
કંગાં બંગ કવળાસ,
વીજ વળક્કે ચઁહુ વળે
મેંમંત ભાદ્રવ માસ.

પેપન્ન ભાદ્રવ માસ પ્રઘળા વળે પચરંગ વાદળાં,
ગડ હડડડ ધણણણ અંબર ગાજત, સખર અતરં સામળા;
છલકંત નદિયાં, ભર્યાં સરવર, ઝરે ગરવર જળ ઝરે,
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.

[આજ તો દૂધમલિયાં (નવાં) ડૂંડાંનો ડમ્મર વાગી રહ્યો છે. ડૂંડાંનાં જૂથ જામ્યાં છે. કાગડાં ને બગલાં કૈલાસ ગયાં છે, ચારે દિશામાં વીજળી ચમકી રહી છે. એવો ભાદરવો માસ આવ્યો. પાણીમાં ભરપૂર બનેલો એવો ભાદરવો આવ્યો છે, અનેક પચરંગી વાદળાં આકાશમાં ચાલ્યાં જાય છેએ. આકાશ ગાજી રહ્યું છે. ઉત્તર દિશામાં શિખરો શ્યામરંગી બની ગયાં છે. નદીઓ છલકી ઊઠી છે. સરોવરો ભરાઈ ગયાં છે. ગિરિવરોમાંથી પાણી ઝરે છે. એવે કાળે મને વીસળ યાદ આવે છે.]

આસો

નવનધ પાકે દન નવા, વખા સોંત વ્રપન્ત,
છીપે મોતી સંચરે, ચંચળે નવે ચડન્ત
અણ રત્ત આસો, મેઘ નાસો, શકત સાસો સેવીયં
ભર ભોગ લેવા કાજ ભભકત દૂત દાડમ દેવીયં;
નોરતાં દિવાળી તણે દન વખત રોઝી વાપરે,
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.

[આસો મહિનામાં નવે જાતની નિધિઓ પાકીને તૈયાર થાય છે; ‘નવા દિવસો’ આવે છે; વર્ષો સ્વાતિ નક્ષત્રને વરસાવે છે; એ ધારાઓ વડે છીપોમાં મોતી બાઝે છે : અને સુભટો નવાં નવાં ઘોડાં પર સવારી કરે છે : તે આસો માસ આવ્યો. આસો માસની આવી ઋતુ મંડાઈ ગઈ છે. વરસાદ નાસી ગયો છે. લોકો શક્તિઓનાં આરાધન કરે છે. યમદૂતો, દાડમો નામનો દૈત્ય અને દેવીઓ ભોગ ભરખવા નીકળી પડ્યાં છે. એ નવરાત્રિઓ અને દિવાળીના દિવસોમાં લોકો કંસાર જમે છે. એવો સમય નિહાળીને મને મારો મિત્ર સાંભરે છે.]

કાર્તિક

રાગ ઝરક્કા નત રહે;
સેણાં વેણાં સુવાસ,
આપવૃત્તિ સબ આતમા,
મેંમેંત કાતી માસ.

કવળાસ2 કાતી, મદ્દ માતી, જગત જાતી જીમીએ,
પ્રસનાર3 નાતી, કરત પૂજા, ઠેઠ જમના ધ્રમ થીએ;
હીંગોળ4 ચરણં, ધ્યાન ધરણં, અધમ આતમ ઓધરે,
જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.

[આ તો એ કાર્તિક માસ આવ્યો, જે માસમાં નિત્ય નિત્ય ગાન, તાન અને વાજિંત્રના નાદ મચે છે, એ સ્વજનોનાં વેણ મધુર લાગે છે, ને આત્મા આત્મવૃત્તિ અનુભવે છે. એવો મહિમાવંત કાર્તિક માસ આવ્યો. કાર્તિક કૈલાસ સરીખો ઠંડો હોય છે. જગતની જાતિ મદમસ્ત બની જાય છે. પુરુષો અને નારીઓ સ્નાનપૂજા કરે છે, અને ઠેઠ જમનાજી સુધી ધર્મ કરવા જાય છે. હીંગળાજ દેવીનાં ચરણનું ધ્યાન ધરીને આ મહિનામાં અધમ આત્માઓ પણ ઉદ્ધાર પામે છે. એ વખતે મને વીસળ સાંભરે છે.]

માગશર વેઢ કડાં નંગ વીંટિયું, ડોળ પતસ્સા ડીલ; મગશરરા રંગ માણવા, જગ આવો જાસીલ5! મગશરં મદભર, શાક મદવો પીએ જામં2 લખપતિ હીલોળ જાડા ભાઈ હેંથટ, પાત્રજાદાં3 પ્રાપતિ, કસ4 જીણ તરીયા5 ભડાં6 કંગલ7, દાહ રાખણ મન ડરે, જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.

[આ માગશર માસ આવ્યો. રાજા–બાદશાહો અંગ પર વેઢ, કડાં, વીંટીઓ વગેરે અલંકારોનો આડંબર કરે છે. હે યશનામી વીસળ! આ માગશરના આવા રંગ માણવા માટે તમે ય જગત પર આવો. લક્ષપતિ રાજાઓ આ માગશર મહિને દારૂની પ્યાલીઓ પીએ છે. ભાઈબંધોનું જૂથ મળીને હિલોળા કરે છે. જાચક લોકોને ધનની પ્રાપ્તિ થાય છે. ઘોડાઓ પર જીન અને મર્દો પર બખ્તર કસાય છે. વેરા રાખનારાઓ મનમાં ડરે છે. આવા માગશર મહિનામાં મને વીસળ સાંભરે છે.]

પોષ ચોરસ8 દારૂ ફૂલ સરે, ગળે કસુંબા ગોસ; હેમંત રત ટાઢી હવા, પ્રિયા ત્રિયા રંગ પોસ.

અત પોસ આમત9, નીર જામત, ભવન પ્રામત ભલભલા, મદમસ્ત હસ્તી, ક્રલા10 મેંમત, ત્રિયા મદછક દે ટલા; અંગ ભૂપ ડટવા11, પટુ12 ઓઢત, જઠર અગની અંગ ઝરે, જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.

[(આ પોષ આવ્યો) હવે શ્રેષ્ઠ ચોવડીઓ દારૂ પિવાય છે. (મહેફિલોમાં) કસુંબા ગળાય છે અને માંસનાં ભોજનો ચાલે છે. આ હેમન્ત ઋતુની ઠંડી હવાને લીધે ત્રિયાઓ (સ્ત્રીઓ) પ્રિય લાગે છે. એવો પોષ માસનો રંગ છે. એવો પોષ આવ્યો. પાણી થીજી ગયાં. ભલભલા શૂરવીરો પણ ઘેરે પહોંચી જાય છે. હાથીઓ અને ઊંટો ગાંડાં બને છે. સ્ત્રીઓ મદથી છકીને આંટા મારે છે. ભૂપતિઓ અંગે ગરમ કપડાં ઓઢે છે. સહુના જઠરમાં ક્ષુધાનો અગ્નિ સતેજ થાય છે. એ વખતે મને વીસળ સાંભરે છે.] માહ લખ પરણે ચોખાં લગન, થિયે અણંદ ઉછાહ; ગહેકે સોળા ગાવિયે, મા મહિને વીમાહ

વીમાહ થે, બળરાહ વાળા, ગહક સોળા ગાવીયં, શરણાઈ નોબત ઢોળ સરવા, સઘણ ઘરતાં સેવીયં; હોમંત જવ તલ કંકણ હાથે, કવેસર ગાહન કરે, જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.

[લાખો નરનારીઓ ચોખાં લગ્ન લઈ લઈને પરણે છે. આનંદ ને ઉત્સાહ વ્યાપી રહ્યો છે. લગ્નનાં મંગળગીતો ગાજી રહ્યાં છે. એ રીતે માહ મહિને વિવાહ થાય છે. એવા વિવાહ બલિ રાજાની વિધિ મુજબ ચાલી રહ્યા છે. લગ્નગીતો ગવાઈ રહ્યાં છે. શરણાઈ, નોબત, ઢોલ વગેરે વાજિંત્રો સરવા સૂરે બજી રહ્યાં છે. લગ્નની વેદી પર કંકણવાળા હાથ વડે માતાઓ જવ-તલ હોમે છે. કવિઓ (ઢાઢી અને મીર લોકો) મંગળ ગાયનો ગાય છે. એ કાળે મને મારો સ્નેહી સાંભરે છે.]

ફાગણ ભર ફાગણ બણકે ભમર, ઓપત ભાર અઢાર; સોળસેં વચ્ચે સામરો રંગ ખેલે કરતાર.

કરતાર કનવા, બેશ બનવા, ગીત ગોપી ગાવીયં, ચમ્મેલ મોગર જાઈ ચંપા, ફૂલ ગજરા ફાવીયં; અંતર અબીલ ગલાલ ઊડત, ધૂંધળો અંબર ધરે, જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.

[ફાગણ આવ્યો. ફૂલો ખીલવાથી ભમરા ગુંજારવ કરી રહ્યા છે. અઢારે ભાર વનસ્પતિ ઓપી રહી છે. અને એ વસંત ઋતુમાં પ્રભુ શામળોજી સોળસો ગોપીઓ વચ્ચે રાસ રમી રહ્યો છે. એ કનૈયા કિરતારે સુંદર વેશ સજ્યો છે. ગોપીઓ ગીતો ગાઈ રહી છે. ચમેલી, મોગરો, જાઈ, ચંપા વગેરે ફૂલોના ગજરા શોભે છે. અત્તર, અબીલ, ગુલાલ વગેરે ઊડી રહ્યાં છે. એ બધાં એટલાં બધાં ઊડે છે કે આકાશ ધૂંધળું થઈ ગયું. એ જોઈ વીસળ સાંભરે છે.]

ચૈત્ર પ્રહટે જળ, બાંધે પરબ, નૂર હટે જળ નેત્ર; વળે ફળે વન વેલડી સાવ સકોડો ચૈત્ર.

ચૈતરં મહિને ધરત શોભા, અચળ ચહરં અંબરં, ઘૂંટન્ત વજિયા2 અમલ ઘાટાં, ચડત ગળતી3 શિવસરં; નખત્રેત4 ભરણી વડા નખતર ધૂપ5 રોહણ તપ ધરે, જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.

[પાણી હઠી ગયાં. લોકો પાણી પાવાની પરબો બાંધે છે. આંખોનાં નૂર પણ ઓછાં થાય છે. વનવેલડીઓ નવેસર કૉળે છે. ચૈત્ર માસ છેક સંકોડાયેલો જાય છે. એવે ચૈત્ર મહિને અવિચળ આકાશ શોભા ધરે છે. વિજયા (ભાંગ) અને અમલ (કસુંબા) વધુ ઘાટાં ઘૂંટાય છે. શિવના શિર ઉપર જળધારી ચડે છે. ભરણી નામનું મોટું નક્ષત્ર તપે છે. રોહિણી નક્ષત્રનાં દનૈયાં તપે છે. એ વખતે મને વીસળ સાંભરે છે.]

વૈશાખ રોહણ, જાંબુ, રાવળાં, ધજ ખાંડું, ગળ ધ્રાખ; પેટીરી મશરી પડે, શાખ ગળે વૈશાખ.

વૈશાખ મહિને વાહ વાયા, અંબ આયા અધ્ધળા, લેલૂંબ દાડમ તસા લીંબુ, પાન વાડી પ્રઘ્ઘળા; દો બીજ આખાતીજરે દન, અતગ જળ ધર ઊભરે, જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.

[રોણિયાં, જાંબુ, રાવણાં ને ગળી દ્રાક્ષ પાક્યાં. ઉત્તમ ખાંડમાંથી પેટીની સાકર પડવા લાગી. વૈશાખ મહિને કેરીની સાખો ગળવા લાગી. વૈશાખ મહિને વાયરા વાયા. અઢળક આંબા આવ્યા (ફળ્યા) લૂંબાઝૂંબ દાડમ આવ્યાં. તેવાં જ અઢળક લીંબુ લચ્યાં. તમામ વનસ્પતિ ઝકૂંબી રહી છે. બીજ અને અખાત્રીજ (અક્ષયતૃતીયા)ના બે દિવસે ધરતીની અંદર ઊંડાણમાંથી પાણી ઊભરાય છે. એ ઋતુમાં…]

જેઠ ગ્રીખમ રત પવને ગરમ, વાજાળાં2 ઘત વેઠ; તડ3 સૂકે વસમી તકે જળ ત્રૂટે દન જેઠ.

જગ જેઠરા દન કઠણ જાણાં રાવ રાણા રાજીએ, દેવતા ભોળાનાથ દૂણી4 શંભુ વજિયા5 સાજીએ; અત ઘોર બાદલ, નખત આદ્રા6, ઘટા અંબર ઘરહરે, જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.

[ગ્રીષ્મ ઋતુના ગરમ વાયુ વાય છે. ક્ષત્રીઓ પોતાના ઘોડાને ઘી પિવરાવે છે. તળાવો સુકાયાં છે. એવા જેઠ મહિનાના દિવસોમાં જળના પ્રવાહ ત્રુટી ગયા છે. એવા જેઠના દિવસો તો રાવ રાણાને પણ મુશ્કિલ થઈ પડ્યા છે, ને ભોળા દેવ શંકર પણ બેવડી વિજયા (ભાંગ) પીવે છે. એ આર્દ્રા નક્ષત્રની અંદર ઘનઘોર મેઘલ ઘટા આકાશને ઘેરી રહી છે. એ વખતે મને વીસળ યાદ આવે છે.]