રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ગોતીએં ગોતીએં રે એવા બાપદાદાનાં રે વેર રે | {{Space}}ગોતીએં ગોતીએં રે એવા બાપદાદાનાં રે વેર રે | ||
બારડિયુંનાં બેડાં ય રે વીરા, નવ ફોડીએ. | {{Space}}બારડિયુંનાં બેડાં ય રે વીરા, નવ ફોડીએ. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 34: | Line 34: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
કે’જે રે માડી રે અમને, હોય એવી વાત રે, | {{Space}}કે’જે રે માડી રે અમને, હોય એવી વાત રે, | ||
મોસાળે મામિયું રે મેણાં અમને બોલિયું. | {{Space}}મોસાળે મામિયું રે મેણાં અમને બોલિયું. | ||
નૈ રે નૈ રે એવું કાકા ને રે કટંબ રે. | {{Space}}નૈ રે નૈ રે એવું કાકા ને રે કટંબ રે. | ||
અધ્ધરથી પડિયેલ રે ધરતીએ ઝીલિયા. | {{Space}}અધ્ધરથી પડિયેલ રે ધરતીએ ઝીલિયા. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 43: | Line 43: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
આજથી રે શી કહું કુંવર તુંને વડેરી રે વાત રે! | {{Space}}આજથી રે શી કહું કુંવર તુંને વડેરી રે વાત રે! | ||
જે દિ’ રે મૂછડીએ વીરા વળ ઘાલશો. | {{Space}}જે દિ’ રે મૂછડીએ વીરા વળ ઘાલશો. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 51: | Line 51: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
લાવ્ય રે લાવ્ય રે મારો નવધારો રે કટાર રે, | {{Space}}લાવ્ય રે લાવ્ય રે મારો નવધારો રે કટાર રે, | ||
આંતરડાં કાઢીને રે નાખું તારી ડોકમાં. | {{Space}}આંતરડાં કાઢીને રે નાખું તારી ડોકમાં. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 61: | Line 61: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
આલું આલું રે તુંને પચી પચાહ જો ને ગામ રે | {{Space}}આલું આલું રે તુંને પચી પચાહ જો ને ગામ રે | ||
ગુંજવાની ગાદી ય રે ભાલાળાને દોયલી. | {{Space}}ગુંજવાની ગાદી ય રે ભાલાળાને દોયલી. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 68: | Line 68: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
તારાં ગામડિયાં તારે ય અતિ ઘણેરાં હોય રે | {{Space}}તારાં ગામડિયાં તારે ય અતિ ઘણેરાં હોય રે | ||
ગુંજવાની ગાદી ય રે ભાલાળાને સર સમી. | {{Space}}ગુંજવાની ગાદી ય રે ભાલાળાને સર સમી. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 90: | Line 90: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
હોય હોય રે એવા સૂરા ધાધલનો રે વંશ રે, | {{Space}}હોય હોય રે એવા સૂરા ધાધલનો રે વંશ રે, | ||
અરધી ને ગાદી ય રે ધાધલ દાબતા. | {{Space}}અરધી ને ગાદી ય રે ધાધલ દાબતા. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 98: | Line 98: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
જેનો પત્યા રે એવો સૂરો ધાધલ જોને હોય રે, | {{Space}}જેનો પત્યા રે એવો સૂરો ધાધલ જોને હોય રે, | ||
તેના વંશના અમે બાપુ અને બુઢિયો | {{Space}}તેના વંશના અમે બાપુ અને બુઢિયો | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 105: | Line 105: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ધન્ય ઘડી રે એવાં ધન્ય અમારાં ભાગ્ય રે, | {{Space}}ધન્ય ઘડી રે એવાં ધન્ય અમારાં ભાગ્ય રે, | ||
જૂનો ને ધણી ય રે ભાલાળો રે જાગિયો. | {{Space}}જૂનો ને ધણી ય રે ભાલાળો રે જાગિયો. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 121: | Line 121: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ખમા ખમા રે મારા બાપુ બુઢાને રે આજ રે | {{Space}}ખમા ખમા રે મારા બાપુ બુઢાને રે આજ રે | ||
વારણિયાં ને લઈ આવું રે માડીજાયા વીરના. | {{Space}}વારણિયાં ને લઈ આવું રે માડીજાયા વીરના. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 129: | Line 129: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<Poem> | <Poem> | ||
મૂરત જોયું રે એવું સાતમ ને સોમવાર રે, | {{Space}}મૂરત જોયું રે એવું સાતમ ને સોમવાર રે, | ||
આઠમને લગને રે ચડણ કેસર કાળવી. | {{Space}}આઠમને લગને રે ચડણ કેસર કાળવી. | ||
</Poem> | </Poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 136: | Line 136: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<Poem> | <Poem> | ||
બાપુ ભાલાળો લળી લાગે દેવળને રે પાય રે, | {{Space}}બાપુ ભાલાળો લળી લાગે દેવળને રે પાય રે, | ||
બાનાની લજાયું રે માડી! મારી રાખજો. | {{Space}}બાનાની લજાયું રે માડી! મારી રાખજો. | ||
</Poem> | </Poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 143: | Line 143: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<Poem> | <Poem> | ||
બાપુ ભાલાળા, લેજો દેવળ કેરાં રે નામ રે, | {{Space}}બાપુ ભાલાળા, લેજો દેવળ કેરાં રે નામ રે, | ||
નામડિયાં લઈને ય રે નવ ખૂંટા નાખજો. | {{Space}}નામડિયાં લઈને ય રે નવ ખૂંટા નાખજો. | ||
</Poem> | </Poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 150: | Line 150: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<Poem> | <Poem> | ||
બાપુ ભાલાળા વીર! નાખો સોનેરી સામાન રે, | {{Space}}બાપુ ભાલાળા વીર! નાખો સોનેરી સામાન રે, | ||
જરકશી ને જામાની રે કેશરને રે ઝૂલડી. | {{Space}}જરકશી ને જામાની રે કેશરને રે ઝૂલડી. | ||
</Poem> | </Poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને વીરા બાપુ ભાલાળા! કેશર વછેરીને માથે સોનેરી પલાણ તથા જરકશી જામાની ઝૂલ્ય નાખજો. | અને વીરા બાપુ ભાલાળા! કેશર વછેરીને માથે સોનેરી પલાણ તથા જરકશી જામાની ઝૂલ્ય નાખજો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Revision as of 15:43, 11 May 2022
ગુંજવા ગામનો રાજા સૂરો ધાધલ : ને ઢાંક બંગાળાનો રાજા ચીચી ઝાંઝરો.
બે વચ્ચે સીમાડાની તકરાર. ગુંજવા ગામના સૂરા ધાધલને બાપુ ને બુઢો બે દીકરા : પરમલ દીકરી : ડાયો શા કારભારી : ચાંદિયો ને ખેતિયો બે રજપૂત. સીમાડાની તકરારમાં સૂરો ધાધલ માર્યા ગયા. ડાયા શા કામદારે બાઈને અને ત્રણેય બાળકને એના મોસાળમાં મોકલી દીધાં. ગુંજવા ગામ હાથમાંથી છૂટી ગયું. મોસાળમાં બાપુ ને બુઢો ઊઝરી જુવાન થયા. ગામનો પટેલ ગોધલ્યા ચારવા સીમમાં જાય ત્યાં એણે બે ય ભાણેજને ગલોલીએ રમતા દેખ્યા. લીંબુ ઉલાળીને ગલોલીઓ આંટે છે બેય જણા. પટેલે વિચાર્યું કે ભાણેજ છે અટારા : ઊંધાંનાં આંધણ : વતાવ્યા જાય એમ નથી. બાકી આ રમત્ય કો’ક દી ગામને ભારે પડી જશે! થોડા દિવસ થયા ત્યાં તો ભાણેજોએ મેલ્ય લીંબુ પડ્યાં, ને સોપારીએ વાત આવી. સોપારી અધ્ધર ઉલાળીને આંટવા મંડ્યા. પછી તો બાપુએ બુઢાને કહ્યું : “હવે તો માથા ઉપરથી મોતી ઉડાડીએ. ત્યારે કહેવાય કે મોતીમાર સાચા.” બુઢો કહે, “બરાબર છે વાત.” ઉઘાડા માથા ઉપર મોતી માંડી મંડ્યો ગલોલીએ ઉડાડવા. પટેલથી આ ન જોવાણું. પણ ભાણેજ તો છે ઊંધાંનાં આંધણ. રીસનાં જાળાં : વતાવ્યા જાય એમ નથી. એની મેળે ધોડશે ઈ થાકશે. બાપુ કહે, “ભાઈ બુઢા! એક કારખત બાકી રહી ગઈ છે.” કે’, “શી ભાઈ?” કે’, “બાયડિયુંનાં બેડાં ફોડવાં બાકી છે.” કે’, “શી રીતથી?” કે’, પાણિયારીને માથે ભર્યું બેડું એક જણ સીસાની ગોળી મારીને ફોડે. બીજો એક મીણની ગોળી છોડીને સાંધે. પાણીનું ટીપુંય બહાર પડવું ન જોવે. મંડ્યા એ તો ફોડવા ને સાંધવા. ગામમાં તો ગોકીરો હાલ્યો. ઓલી કહે મારું બેડું બદલાણું ને ઓલી કહે મારું. પછી બાપુએ ને બુઢે બન્નેએ હથિયાર બદલ્યાં. કે’, ભાઈ, તમે ફોડો તે હું સાંધું. એક ડોશી : માથે ગટકુડું : બુઢાપાથી ધ્રૂજતી ધ્રૂજતી હાલી જાય છે. બુઢાએ ગલોલીનો ફેર કર્યો. કાંઈક બળમાં થઈ ગયો. ગટકુડું ફૂટી ગયું. ડોશી ગોથું ખાઈને જઈ પડ્યાં. ઊઠીને બોલ્યાં : “મારા રોયા નબાપા!
ગોતીએં ગોતીએં રે એવા બાપદાદાનાં રે વેર રે
બારડિયુંનાં બેડાં ય રે વીરા, નવ ફોડીએ.
બેય ભાઈ સામસામા જોઈ રહ્યા : એલા, આ તો આપણને નબાપા કહ્યા! હાલો મા પાસે. પૂછીએં કે શી વાત છે.
કે’જે રે માડી રે અમને, હોય એવી વાત રે,
મોસાળે મામિયું રે મેણાં અમને બોલિયું.
નૈ રે નૈ રે એવું કાકા ને રે કટંબ રે.
અધ્ધરથી પડિયેલ રે ધરતીએ ઝીલિયા.
હૈયામાં સમસમીને દીકરાને મા કહે છે :
આજથી રે શી કહું કુંવર તુંને વડેરી રે વાત રે!
જે દિ’ રે મૂછડીએ વીરા વળ ઘાલશો.
હે ભાઈ, જે દી તમે મોટા થઈને મૂછ્યે વળ ઘાલશો તે દી હું તમને વાત કહીશ; આજથી કહીને શું કરું? હે મા! ગરાશિયાના દીકરા તો નાના હોય જ નહીં. જોવું છે?
લાવ્ય રે લાવ્ય રે મારો નવધારો રે કટાર રે,
આંતરડાં કાઢીને રે નાખું તારી ડોકમાં.
માટે જેવી હોય તેવી વાત કહે. માએ તો બાપના મરતકની ને ગુંજવાનું રાજ રોળાઈ ગયાની વાત કરી છે. દીકરાએ હઠ લીધી છે : બાપનું રાજપાટ પાછું લઈએ તો જ બાપના બેટા સાચા. લ્યો માડી, રામ રામ! મામો આવ્યા મનાવવા, કહે છે કે ભાણેજ —
આલું આલું રે તુંને પચી પચાહ જો ને ગામ રે
ગુંજવાની ગાદી ય રે ભાલાળાને દોયલી.
ત્યારે ભાણેજ બાપુ ભાલાળો શું કે’ છે! :
તારાં ગામડિયાં તારે ય અતિ ઘણેરાં હોય રે
ગુંજવાની ગાદી ય રે ભાલાળાને સર સમી.
હે મામા, ગુંજવાની ગાદી તો મારે માથા સાટે છે. તું પચી પચા કહે છે પણ પાંચસો પાદર કહે તો ય શું? આંહીં હવે રે’વું નથી લાખ વાતે ય અમારે.
માતા મીણલદે ને બેન પરમલ રથમાં બેઠાં. દીકરા બેય ઘોડા ઉપર.
મા પૂછે છે : અરે ભાઈ, જાવું ક્યાં? હે માડી, જાવું ક્યાં શું, જુનવટ ઉપર હીંડવું. છે કોઈ આપણા જૂના હેતુમિતરું? છે, જૂનાગઢમાં ચાંદિયો ને ખેતિયો બે રજપૂત. રજપૂત ને? હા. ઓહો, ત્યારે શું? ત્યારે તો એ કોણીનાં હાડ. બીજા કોઈ? ગોંડળમાં ડાયો શા. હા, ડાહી જાત. સાચું કહ્યું. ગોંડળ જઈને બાપુ ભાલાળો તો ડાયા શા શેઠની અરધી ગાદી દાબીને બેઠો. ડાયો શા તો અડીખમ માણસ, હેબત પામી ગયા કે મારી જોડે અરધી ગાદી દાબીને બેસનારો આ કોણ બે-માથાળો?
હોય હોય રે એવા સૂરા ધાધલનો રે વંશ રે,
અરધી ને ગાદી ય રે ધાધલ દાબતા.
મારી જોડે અરધ ગાદી દાબીને બેસનાર તો એક ગુંજવાનો ધણી સૂરો ધાધલ જ હતા. આ તમે કોણ નવા જાગ્યા, ભાઈ? બાપુ ભાલાળો બોલે છે :
જેનો પત્યા રે એવો સૂરો ધાધલ જોને હોય રે,
તેના વંશના અમે બાપુ અને બુઢિયો
ડાયા શાની તો છાતી ફાટવા માંડે છે.
ધન્ય ઘડી રે એવાં ધન્ય અમારાં ભાગ્ય રે,
જૂનો ને ધણી ય રે ભાલાળો રે જાગિયો.
અને ભાઈ બાપુ ભાલાળા! ગુંજવા ગામ તો હવે હું લીધેલું નજરે ભાળું છું. બાપુ ભાલાળાએ માને કહ્યું : “હે મા, ગુંજવામાં કોઈ દેવસ્થાનું છે?” “હા, આપણી કુળદેવી છે. ઈ દેરાસરને માથે જઈ મારે મરવું છે. મૂવાં મુક્તિ ને જીવ્યાં જુક્તિ.” ગુંજવા ગામે પહોંચ્યા. પણ કેવું ગામ! ત્રાંબા–પીતળને બેડે પાણી : સોનું ઘાસી રહ્યું છે : પીળાં ધમરક જેવાં ભાળે : પોલાં ઠીઠાં તો ભાળે જ નહીં : એવાં હાંડાં જેવાં ગામડાં જોયાં પોતાના બાપના રાજનાં. પણ અત્યારે તો ઈ ઝાડવાં ખારાં ઝેર છે બાપુ ભાલાળાને. માતાજીનું થાનક ભોંયરામાં છે. માથે લાખો મણની શલ્યા પડેલ છે. ડાયો શા કહે, “બાપુ ભાલાળા, તારો બાપ હતો બત્રીસલક્ષણો પુરુષ. ટચલી આંગળી વાઢીને લોહીનું ટીપું છાંટતાં, એટલે શલ્યા આઘી જઈ પડતી.” “એમ? તો તો જેનો બાપ બત્રીલક્ષણો એના દીકરા ય બત્રીલક્ષણા.” બાપુ ભાલાળે ટચલી આંગળીનું લોહી છાંટીને હજી કટાર મ્યાન નથી કર્યો, ત્યાં દેવળમાંથી અવાજ ઊઠ્યો :
ખમા ખમા રે મારા બાપુ બુઢાને રે આજ રે
વારણિયાં ને લઈ આવું રે માડીજાયા વીરના.
દેવળને પડખે માતાજીની દેવાંગના ઘોડી, ચૂંદડી અને ભમરિયો ભાલો દેખ્યાં. માતાજીએ અવાજ દીધો : બાપુ ભાલાળા, ઈ ઘોડી રે’વા દે. ભોંયરાની રે’નારી છે, બાહ્યલો પવન નહીં ખમી શકે. વછેરી લઈ જાવ. આજથી છ મહિને રાંગું વાળજે.
મૂરત જોયું રે એવું સાતમ ને સોમવાર રે,
આઠમને લગને રે ચડણ કેસર કાળવી.
કાળવી કેશર વછેરીને માથે, છ મહિને મૂરત જોવરાવીને બાપુ ભાલાળાએ શણગાર નાખ્યા.
બાપુ ભાલાળો લળી લાગે દેવળને રે પાય રે,
બાનાની લજાયું રે માડી! મારી રાખજો.
હે માતાજી! તમારું બિરુદ-બાનું લઈને જાઉં છું, મારી લાજ રાખજો!
બાપુ ભાલાળા, લેજો દેવળ કેરાં રે નામ રે,
નામડિયાં લઈને ય રે નવ ખૂંટા નાખજો.
માતા કહે છે કે હે વીર બાપુ ભાલાળા! ગુંજવા ગામને માથે ચડો ત્યારે દેવસ્થાનનું સ્મરણ કરજો. અને અમારું નામ લઈને નવ ખૂંટા ધરતી માથે ખોડજો.
બાપુ ભાલાળા વીર! નાખો સોનેરી સામાન રે,
જરકશી ને જામાની રે કેશરને રે ઝૂલડી.
અને વીરા બાપુ ભાલાળા! કેશર વછેરીને માથે સોનેરી પલાણ તથા જરકશી જામાની ઝૂલ્ય નાખજો.