રંગ છે, બારોટ/7. કાઠીકુળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 45: Line 45:
ધન્ય માણારો જીવણો, ધન્ય સોમાવંતી નાર,
ધન્ય માણારો જીવણો, ધન્ય સોમાવંતી નાર,
</poem>
</poem>
{{Poem2Open}}
પછી માણાએ દિલ્હીમાં ચોરી કરાવી :
{{Poem2Close}}
<poem>
માણે ચાર મોકલ્યા, ચોરી કરવા ચોર;
ઢેલી  શે’ર ઢંઢોળતાં, બેઠા કરે બકોર.
સંવત  ખટ સતાશીએ, આસો માસ ઉદાર;
માંડવગઢ ને માળવો, ધન્ય વાળારી વાર!
</poem>
{{Poem2Open}}
દસ પેઢી પછી અણહુલપાટણ આવ્યા. તેની સાખ પૂરતું બિરદ ચારણના દુહામાં છે :
{{Poem2Close}}
<poem>
જો જેતપરા જાત, ગુજરગઢ છાંડે કરે,
ચાંપા! ચેરો થાત, અણહલવાડે એભાઉત!
</poem>
{{Poem2Open}}
[હે જેતપરના રાજવી! તું જો ગુજરગઢ છોડીને ચાલ્યો જાત, તો હે ચાંપરાજ વાળા! એભલના પુત્ર! તારી નિંદા થાત.]
પછી સૂરવાળો વઢવાણમાં થયા. પછી વાળા વલ્લભીપુર આવ્યા. સૂરનો એભલ બીજો, જેણે મે વાળ્યા, કોઢ ટાળ્યો, ક્રોડ કન્યા પરણાવી.
એભલના ત્રણ : અણો એભલનો, એણે માથું આલ્યું, ચાંપરાજ એભલનો, એણે ધીંગાણું કર્યું; શેળાઈત એભલનો, એને શાપ થયો. વાત આવી છે —
ગામ આવડ તાંતાણાનો મામડિયો ચારણ. એને સાત દીકરી. પણ સાત બેન વચ્ચે ભાઈ ન મળે. સાતેય બેનોએ ડીલનો મેલ ઉતારીને પૂતળું કર્યું, અંજળિ છાંટી સજીવન કર્યું. મેરખિયો નામ પાડ્યું.
બેનોએ કહ્યું, “માડી મેરખિયા! જા વળે, શેળાઈત વાળાના ખાડુમાં રાતડીઓ દૈત પાડો થઈને રે’ છે, એંધાણી લેખે એના નાકમાં સવા શેર સોનાનું નાકર છે. એને લઈ આવ.”
મેરખિયો પાડાને લાવ્યો આવડ તાંતાણાને સીમાડે. કેરડાના ઝાડવા ઉપર મેરખિયાને ઓરખો બેસાર્યો ને પછી સાતે બેન્યુંએ પાડાને વરોધ્યો. વધ કરીને મંડી રોડ (રક્ત) પીવા.
વળામાં ખબર પડી. વાર ચડી.
મેરખિયે સાતેય બેન્યુંને કહ્યું, “આઈ, ખે ઊડતી સૅ, અહવાર આવતા સૅ.” (ધૂળ ઊડે છે. સવારો આવે છે.)
સાતેય બાઈઓએ પાડાના ચામડાનો ભેળિયો (કાળું ઓઢણું) કર્યો, હાડાંના માળીંગા (પાણા) કર્યા, ને લોહીની લાખ કરી. મંડી ભેળીઓ રંગવા.
પણ આવેલા અસવારોમાંથી એક આયરને પાડાનું નાકર હાથ આવી ગયું. શેળાઈતે હુકમ દીધો : “એલા, આ તો કામણગારાં છે. બાળી દ્યો જીવતાં!”
સાતેય બેનોને જીવતી બાળીને વાર પાછી વાળી, ત્યાં તો વળાને પાદર તળાવમાં સાતેય બોન્યું ના’ય છે! મેરખિયો કાંઠે બેઠો બેઠો ધ્યાન રાખે છે.
શેળાઈતે માગ્યું, “માતાજી, તમને મેં બાળ્યાં, મને શરાપો.”
આઈઓએ કહ્યું, “બાપ, તોળું (તારું) વટલાણ થાશે. વળા મુકાશે.”
વળે એભલ વાળાનો પાળિયો ઝાડ હેઠળ આથમણે મોઢે છે.
વળા છૂટી ગયું. ચાંપરાજ ને શેળાઈત ચીતળમાં વસ્યા, ને અણાનો વસ્તાર તળાજે રહ્યો. એ ન વટલ્યો.
અણાનો ગોલણ વાળો. ગોલણ અને નેત્રમની પ્રેમકથાના દુહા છે :
{{Poem2Close}}
<poem>
અમે ગોલણનાં ગરાક, ગોલણ ગનકારે નઇં;
દલ ઊભું દરબાર, વાળા! વિનતિયું કરે,
</poem>
{{Poem2Open}}
[હું ગોલણની ગ્રાહક (અભિલાષુ) છું, પણ ગોલણ મને માનતો નથી. દિલ તારે દરબારે ઊભું છે ને હે વાળા! વિનવણાં કરે છે.]
{{Poem2Close}}

Revision as of 11:13, 12 May 2022

7. કાઠીકુળ


ગરુડની મા અને નાગની મા, બેય શોક્યું. બેય કશ્યપની રાણીયું. બેય વચ્ચે વાદ થયો : સૂરજના ઘોડા કેવા? સપતાસ કે કાળચરા (શ્વેત કે કાળા)?

નાગની મા કહે કે કાળા, ને ગરુડની મા કહે કે ધોળા. બેમાંથી જે હારે તે જીતેલીને ઘેરે દાસી બને એવો કરાર થયો. નાગની માતાએ પોતાના નવેય દીકરાને મોકલ્યા તે સૂરજના ઘોડાને પેટાળે વીંટળાઈ ગયા. સૂરજના ઘોડા કાળા દેખાણા. ગરુડની મા હારી, એટલે નાગની માને ઘેરે દાસીપણું કરે. ઘણે દીએ ગરુડ ગાગરડીમાંથી સેવાઈને બહાર નીકળ્યા. જોવે તો માને માથે ટાલ! હેં મા? શા કારણે આ ટાલ! મા પાસેથી આખી વાત જાણી નક્કી કર્યું. “નવે ય નાગને ન આરોગી જાઉં તો હું ગરુડ નહીં.” માંડ્યો પકડવા ને ગળવા. આઠ ગળ્યા ને એક નાગ ભાગ્યો. મેરુ પર્વતની તળેટીમાં નાગ તમરનો નેસ. ત્યાં પાડો થઈને ખાડુ ભેગો ચરવા મંડ્યો નાગલિયું ભેંસ્યું. ત્યાં ગરુડનો તાપ ન ઝીલી શક્યો. આળોટીને ચારણ થયો. નાગ તમરે ભેંસું ચારવા રાખ્યો, પોતાની દીકરી દીધી. પૂછ્યું : “એલા તારું નામ?” કહે કે “નાગ પિંગલ.” નાગપાંચમ આવી એટલે બાઈ ચાલી પૂજવા. હસીને પુરુષ કહે કે “તારા તો ઘરમાં જ દેવસ્તાનું છે. જોજે બીતી નૈ હો?” એમ કહીને પુરુષે અજાજૂડ નાગનું રૂપ લીધું. બાઈથી રાડ પડાઈ ગઈ, “વોય! નાગ!” ખોરડા માથે ગરુડ બેઠેલો, તેણે સાંભળ્યું. નાગ રૂપ ધારીને ઝડપ્યો, નહોરમાં ઉપાડ્યો, ને દરિયા-કાંઠે મગરમચ્છ બેઠેલ તેને માથે બેસીને એનો ભક્ષ કરવા બેઠો. મગર બૂડ્યો, તો એનેય ચાંચમાં લઈને ઉપાડ્યો. મેરુ પર્વતની દખણાદી કોરે સુવરણ જેવી ભોમ, જાંબુડાનું ઝાડવું, ચોરાશી જોજન ડાળ લાંબી, અશવ પરમાણે (ઘોડા જેવડાં) ફૂલ, ગજ પરમાણે ફળ, તેના રસમાંથી જાંબુવતી નદી જમનાજી નીસરી તે જાંબુડાનો રસ આ પછમ ધરામાં આવ્યો. તેથી આ જાંબુદીપ કહેવાણો. ગરુડ આ જાંબુડાની ડાળ માથે બેઠો. ડાળ ફેંસાણી, એને પણ નોરમાં લઈને ઊડ્યો, તે મેરુનું સાતમું ટૂંક હળવટ એને માથે જઈ બેઠો. ટૂંક ફેંસાણું, એનેય નોરમાં લીધું. ગરુડને એંકાર આવ્યો કે આ મેરુ જેવાય ખરેડવા મંડ્યા! હવે મારો ભાર ધરતી ન ઝીલે! હવે તો આકાશમાં જ પહોંચું. આકાશમાં સૂરજનો રથ ચાલ્યો જાય, એમાંથી ગરુડને અરુણે ભાળ્યો. “ક્યાં જાછ એલા ગરુડ? એલા આગળ ક્યાંઈ બેસ એવું નથી. આવ મારા ઠૂંઠા ઉપર બેસ.” “અરે તો તો તને સાતમે પાતાળ ખોસી દઈશ!” ગરુડ તો ઊડ્યો. એના નોરમાં પડ્યાં પડ્યાં નાગે નવ ખંડ જોયા. બહુ સ્તુતિ કરી : હે ગરુડજી, તારા નામની કિતાબ કરું, જો મને મૂકી દે તો હું શાસ્તર બનાવું. ગરુડે મગરમચ્છનાં હાડકાં, ડાળ, હળવટ અને મેરુનું ટૂંક લઈને દરિયામાં પડતું મૂક્યું. એને માથે લંકાનો ગઢ થયો. અને પછી આ નાગે આખી પૃથ્વી દીઠી તે પરથી નાગપિંગલ રચ્યું, ને એના દીકરા હમીરે હમીરપિંગલ રચ્યું. આમ ચારણ નાગમાંથી ઉત્પન્ન થયો. એના વંશવારસે કાઠીકુળની ઉત્પત્તિ વર્ણવી : સૂરજનો કરણ : કરણનો વરકેત : વરકેતનો રજકેત : રજકેતનો ધીરકેત : ધીરકેતનો બ્રહ્મકેત : બ્રહ્મકેતનો વીજકેત : વીજકેતનો કાણદેવ : કાણદેવનો દેગ : દેગનો દેગમ : દેગમનો આણો : આણાનો માણો : માણાનો એભલ પહેલો : એભલનો રવિચળ. માણો પંજાબમાંથી કાશીએ આવ્યા :

દીધી માણે દાત, કાશી લઈ અરપણ કરી,
એ વાતું અખિયાત, પછેં ગોકળ પધારિયા.

[માણાએ કાશી જીતી લઈને દાન (દાત)માં અર્પણ કરી, એ વાત વિખ્યાત છે. પછી કાઠી ગોકુળ આવ્યા.] કાશીમાં સોરંભનો ઘાટ બંધાવ્યો. ગોકળમાં ધનેસર તુંવર રાજ કરે તેને હરાવ્યો :

ધનેસર તુંવર ધ્રુજાવિયો, ગોકળ જેડે ગામ.

તુંવરોનો બહુ તાપ લાગ્યો એટલે માંડવગઢ (માળવે) આવ્યા. ઘરમાં સોમાવંતી ચવાણ (ચહુઆણ) વીરપાળ ચવાણની દીકરી. એ બાઈને ગંગાજીનો બોલ. તેને લીધે માળવામાં સોમલ નદી નીકળી. કાઠીમાં મા અને બાપ બેઉનું બરદાવું રહ્યું. (‘સોમલિયા’ અને ‘માણા’.)

ધન્ય દિવાળી ધન્ય ઘડી, ધન્ય વીરપાળ ચવાણ;
ધન્ય માણારો જીવણો, ધન્ય સોમાવંતી નાર,

પછી માણાએ દિલ્હીમાં ચોરી કરાવી :

માણે ચાર મોકલ્યા, ચોરી કરવા ચોર;
ઢેલી શે’ર ઢંઢોળતાં, બેઠા કરે બકોર.
સંવત ખટ સતાશીએ, આસો માસ ઉદાર;
માંડવગઢ ને માળવો, ધન્ય વાળારી વાર!

દસ પેઢી પછી અણહુલપાટણ આવ્યા. તેની સાખ પૂરતું બિરદ ચારણના દુહામાં છે :

જો જેતપરા જાત, ગુજરગઢ છાંડે કરે,
ચાંપા! ચેરો થાત, અણહલવાડે એભાઉત!

[હે જેતપરના રાજવી! તું જો ગુજરગઢ છોડીને ચાલ્યો જાત, તો હે ચાંપરાજ વાળા! એભલના પુત્ર! તારી નિંદા થાત.] પછી સૂરવાળો વઢવાણમાં થયા. પછી વાળા વલ્લભીપુર આવ્યા. સૂરનો એભલ બીજો, જેણે મે વાળ્યા, કોઢ ટાળ્યો, ક્રોડ કન્યા પરણાવી. એભલના ત્રણ : અણો એભલનો, એણે માથું આલ્યું, ચાંપરાજ એભલનો, એણે ધીંગાણું કર્યું; શેળાઈત એભલનો, એને શાપ થયો. વાત આવી છે — ગામ આવડ તાંતાણાનો મામડિયો ચારણ. એને સાત દીકરી. પણ સાત બેન વચ્ચે ભાઈ ન મળે. સાતેય બેનોએ ડીલનો મેલ ઉતારીને પૂતળું કર્યું, અંજળિ છાંટી સજીવન કર્યું. મેરખિયો નામ પાડ્યું. બેનોએ કહ્યું, “માડી મેરખિયા! જા વળે, શેળાઈત વાળાના ખાડુમાં રાતડીઓ દૈત પાડો થઈને રે’ છે, એંધાણી લેખે એના નાકમાં સવા શેર સોનાનું નાકર છે. એને લઈ આવ.” મેરખિયો પાડાને લાવ્યો આવડ તાંતાણાને સીમાડે. કેરડાના ઝાડવા ઉપર મેરખિયાને ઓરખો બેસાર્યો ને પછી સાતે બેન્યુંએ પાડાને વરોધ્યો. વધ કરીને મંડી રોડ (રક્ત) પીવા. વળામાં ખબર પડી. વાર ચડી. મેરખિયે સાતેય બેન્યુંને કહ્યું, “આઈ, ખે ઊડતી સૅ, અહવાર આવતા સૅ.” (ધૂળ ઊડે છે. સવારો આવે છે.) સાતેય બાઈઓએ પાડાના ચામડાનો ભેળિયો (કાળું ઓઢણું) કર્યો, હાડાંના માળીંગા (પાણા) કર્યા, ને લોહીની લાખ કરી. મંડી ભેળીઓ રંગવા. પણ આવેલા અસવારોમાંથી એક આયરને પાડાનું નાકર હાથ આવી ગયું. શેળાઈતે હુકમ દીધો : “એલા, આ તો કામણગારાં છે. બાળી દ્યો જીવતાં!” સાતેય બેનોને જીવતી બાળીને વાર પાછી વાળી, ત્યાં તો વળાને પાદર તળાવમાં સાતેય બોન્યું ના’ય છે! મેરખિયો કાંઠે બેઠો બેઠો ધ્યાન રાખે છે. શેળાઈતે માગ્યું, “માતાજી, તમને મેં બાળ્યાં, મને શરાપો.” આઈઓએ કહ્યું, “બાપ, તોળું (તારું) વટલાણ થાશે. વળા મુકાશે.” વળે એભલ વાળાનો પાળિયો ઝાડ હેઠળ આથમણે મોઢે છે. વળા છૂટી ગયું. ચાંપરાજ ને શેળાઈત ચીતળમાં વસ્યા, ને અણાનો વસ્તાર તળાજે રહ્યો. એ ન વટલ્યો. અણાનો ગોલણ વાળો. ગોલણ અને નેત્રમની પ્રેમકથાના દુહા છે :

અમે ગોલણનાં ગરાક, ગોલણ ગનકારે નઇં;
દલ ઊભું દરબાર, વાળા! વિનતિયું કરે,

[હું ગોલણની ગ્રાહક (અભિલાષુ) છું, પણ ગોલણ મને માનતો નથી. દિલ તારે દરબારે ઊભું છે ને હે વાળા! વિનવણાં કરે છે.]