ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/પુનરાગમન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} એણે જોયું તો વાડાનું બારણું ખુલ્લું હતું. વૃક્ષોની ઘટા વચ્ચે...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''પુનરાગમન'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
એણે જોયું તો વાડાનું બારણું ખુલ્લું હતું. વૃક્ષોની ઘટા વચ્ચેથી ચાંદનીમાં ચળકતાં તળાવનાં સ્થિર જળ દેખાતાં હતાં. ક્યાંક ચીબરી બોલતી હતી. બાકી બધે અપાર્થિવ નિસ્તબ્ધતા છવાઈ હતી. એને લાગ્યું કે આજુબાજુનું બધું જ એનું વજન અને પરિમાણ ખોઈ બેઠું હતું. સહેજ સરખી પવનની લહેરખી આવતાં બધું ધ્રૂજી ઊઠતું હતું. ઘરમાં જાણે એના સિવાય કોઈ રહ્યું નહોતું. એને થયું: ‘લાવ, સાદ દઈને કોઈને જગાડું.’ એને લાગ્યું કે એણે સાદ પાડ્યો પણ ખરો. જાણે એના પડઘા દૂર દૂર સુધી પથરાઈને બોદા બનીને શમી ગયા. હવા જો જોરથી ફુંકાય તો રખેને પોતે ક્યાંક ઊડીને જઈ પડે, એવા ભયથી એણે ખાટલાને પકડી રાખ્યો. પણ એને તરત જ સમજાઈ ગયું કે એની પકડમાં કશો દાબ જ નહોતો. એ કાન સરવા રાખીને બેઠો રહ્યો. વાડામાંની ધની ગાય ભાંભરે, પડોશના દલપત ડોસાની ઉધરસની ઠણકી સંભળાય, રાતે પસાર થતી ગાડીનો અવાજ સંભળાય – પણ કશું કાને પડ્યું નહીં. એને લાગ્યું કે એની ઇન્દ્રિયો એને છેતરી રહી હતી. કદાચ ભીમનાથ મહાદેવમાં ચાલતી કથા હજી પૂરી નહીં થઈ હોય, કદાચ હજી લોક વીખરાયું નહીં હોય. પણ ચાંદનીમાં પડતા પડછાયા જોતાં લાગ્યું કે રાત ઘણી વીતી ગઈ હતી. હવે કદાચ થોડી વારમાં ભડભાંખળું થશે. આમ વિચારીને એણે આંખ બીડવાનું નક્કી કર્યું. ત્યાં દૂર કશોક પ્રકાશ દેખાયો. ગામને પાદરે રેલવે ફાટક પાસે થઈને કોઈ ફાનસ લઈને જતું હશે? કોઈ ખેડૂત વહેલો ઊઠીને ખેતર તરફ જતો હશે? કે પછી કોઈ મરી જવાથી સ્મશાન તરફ એને લઈ જતા હશે? એ પ્રકાશ કેટલે અન્તરે છે તે એને સમજાયું નહીં. ઘડીમાં એ એને પોતાની દિશામાં આગળ વધતો લાગે તો ઘડીમાં એ ખૂબ દૂર જતો લાગે. એને થયું કે જો ઊંઘ આવવાની જ ન હોય તો જરા બહાર જઈને ઊભો રહું. ત્યાં એકાએક એની નજર પડી ને જોયું તો પેલો પ્રકાશ દેખાતો નહોતો, પણ દૂર દૂર કેટલાક માણસો(કે પછી પ્રાણીઓ?) જતા લાગ્યા. પણ વળી એને પોતાની આંખ પર વિશ્વાસ બેઠો નહીં. ઊઠીને જો એ બહાર જાય, પવન એને ક્યાંક ઉડાવી લઈ જાય, અથવા તો દિશાનું ભાન ભૂલીને એ ગમે ત્યાં જઈ ચડે તો? આથી એ મૂંઝાઈને બેસી રહ્યો. એને થયું કે ઊઠીને બારણું બંધ કરી દઉં, જેથી આ બધું દેખાતું બંધ થાય અને અંધારામાં એ આંખ બંધ કરીને સૂઈ જઈ શકે. આમ વિચારીને એ હિંમત કરીને ઊઠ્યો. એણે બે ડગલાં ભર્યાં પણ બારણું તો દૂર ને દૂર જતું હોય એવું લાગ્યું. પાછળ નજર કરીને જોયું તો ખાટલો દેખાતો નહોતો. થોડી વાર એ એમ ને એમ ઊભો રહ્યો. પછી મનમાં હિંમત એકઠી કરીને એણે આગળ વધવાનું નક્કી કર્યું. ઘર પાછળનું ખીજડાનું ઝાડ, એનાથી થોડે દૂર દૂબળાનાં છાપરાં, પછી તો પોતાનું ખેતર… ‘લાવ, હુંય ખેતરે જવા નીકળી પડું.’ પેલી આમલી પર વાંદરાનું ટોળું બેસે છે, પાદર આગળના વડ નીચે સૂતેલ ઢોરનું ટોળું વાગોળતું બેસે છે, શીતળા માતાની દહેરી આગળ કોઈક ને કોઈક હશે જ. પછી તો રેલવેના પાટા, હવે સવારની લોકલ આવવાનો વખત થયો જ હશે ને? પણ હજી બારણું વટાવી શકાતું નહોતું. એણે દૂર નજર નાખીને જોયું તો દૂર, દશેરાની ટેકરી આગળ જ કદાચ, ધોળા આકારો જતા લાગ્યા, એકની પાછળ એક – કીડીઓ ચાલે તેમ, પણ ટેકરી એને દેખાતી હતી ખરી કે પછી એ પણ એની છેતરામણી આંખે ઊભી કરેલી ભ્રાન્તિ!

Revision as of 07:14, 21 June 2021

પુનરાગમન

એ જે હોય તે, એણે આગળ ડગલાં ભર્યાં. બારણું દેખાતું નહોતું. કદાચ એ બારણાની બહાર નીકળી ચૂક્યો હતોપણ ચાંદનીમાં દેખાતા વિસ્તારમાં પરિચિત ચિહ્નો એણે શોધ્યાં તો કશું દેખાયું નહીં. એની પાસે, કદાચ એની પાછળ જ, કોઈક એને અણસારો કરી રહ્યું હોય એવું એને લાગ્યું. પાછું વળીને જોવાની એની હિંમત ચાલી નહીં. રખે ને – પણ એ કોઈ એટલું તો નજીક હતું કે એનો શ્વાસ પણ એની ગરદનને સ્પર્શતો હતો. હમણાં જ કોઈ એને ખભે હાથ મૂકશે, અથવા એનો હાથ ઝાલશે એવી અપેક્ષાએ એ ઊભો રહ્યો, પણ…

હમણાં ડાંગરના ખેતરની વાસ આવશે, હમણાં ઝાકળભીના ઘાસનો ઠંડો સ્પર્શ થશે, હમણાં દૂબળાઓનાં ઝૂંપડાંમાંથી ધુમાડો ઉપર જતો દેખાશે, પણ…આંખ સામે અફાટ વિસ્તાર હતો, તળાવડી દેખાતી બંધ થઈ ગઈ હતી. દેખાતા હતા માત્ર પેલા ધોળા આકારો. એ આકારો સ્થિર નહોતા. એની લાંબી ને લાંબી થતી જતી હાર દેખાતી હતી. કદાચ એ પોતે પણ એ હારમાં જ નહોતો ચાલી રહ્યો? એ પોતે જાણે એની આંખ, એનાં હાથપગ, એનાં અંગો પાછળ મૂકી આવ્યો હતો. માટે જ તો બધું દેખાતું હતું. છતાં એની આંખ સાક્ષી પૂરતી નહોતી; એ ચાલતો હોય એમ લાગતું હતું છતાં એના પગ એમાં ભાગ લેતા નહોતા, એ છે એમ એ માનતો હતો છતાં એનાં અંગો એનો પુરાવો આપતાં નહોતાં, અને છતાં એની ચેતના મૂર્ચ્છિત નહોતી થઈ ગઈ, એની સ્મૃતિ સતેજ હતી, પણ એને ગૂંથનારું સૂત્ર સરી પડ્યું હતું…

એણે જોયું તો ધૂંધળી ચાંદનીમાં એનાથી થોડે છેટે કોઈક મહાનગરની રેખાઓ ઊપસી આવતી હતી. એ બધું જાણે ખૂબ ખૂબ નીચે હતું. એ ક્યાંક બહુ ઊંચે સ્થાને ઊભો હતો. એ નગરના એકેએક ઘરને એ ગણી શકતો હતો. પણ આખું નગર જાણે ચાંદનીને તળિયે ડૂબી ગયું હતું. સહેજ પવન આવતાં એ બધું ચીતરેલા પડદાની જેમ હાલતું હતું. એની ચારે બાજુથી ધોળા આકારોની હાર ચાલી જતી હતી અને દૂર કોઈ મોટા પર્વતના પડછાયામાં અદૃશ્ય થઈ જતી હતી.

ત્યાં એકાએક ચારે બાજુની નિસ્તબ્ધતાને ભેદતો કશોક અવાજ ખૂબ દૂરથી નજીક ચાલી આવતો હોય એવો એને ભાસ થયો. એ અવાજ ચારે બાજુના શૂન્ય સાથે પડઘાઈને રણકી ઊઠતો હતો. ધીમે ધીમે જાણે એનાં મોજાં ઊછળતાં ગયાં. એના પડઘા રૂપે એનામાં કાંઈ કેટલાય વિલક્ષણ અવાજો આળસ મરડીને બેઠા થવા લાગ્યા. એ અવાજો ગોઠવે, સમજે તે પહેલાં તો બીજાં મોજાં ધસી આવતાં હતાં. વૈશાખના વાયરા, અષાઢની હેલી, જ્વાળામુખીનો સ્ફોટ, ઘાસનું ઊગવું, ઝાકળનું પડવું, ફૂલની પાંખડીનું ખરવું, સૈન્યોની કૂચ, તોપોનો ધણધણાટ, મન્દિરના ઘણ્ટ, વનનો દવ, પશુઓની ત્રાડ, પ્રસૂતાઓની ચીસ, ઇસ્પિતાલના દર્દીઓનું કણસવું – આખો અવાજોનો સમૂહ જાણે ઊભરાતો હતો. એથી ઘેરાઈને, એમાં ડૂબીને, એના વમળમાં ઘૂમરી ખાઈને એ આગળ જઈ રહ્યો હતો કે પાછળ તેની હવે એને ખબર નહોતી.

એકાએક પેલું નગર ખરેલા પાંદડાની જેમ ઊડી ગયું, આકાશ કોઈ વસ્ત્રની જેમ સંકેલાઈ ગયું, સૂર્યચન્દ્રને પાંખો ફફડાવતુંક ને કોઈ પંખી ચણી ગયું. એ નર્યો શૂન્ય પ્રસાર કેવળ પડછાયાના જેવો વિસ્તરતો ગયો, ધ્રૂજતો ગયો. વર્ષોના લીરા આમતેમ ફંગોળાઈને ડમરી રૂપે ઉપર ને ઉપર ચડતા ગયા. છતાં આ શૂન્યમાં એ શૂન્ય રૂપ નહોતો. કશીક વેદનાના ગર્ભમાં જાણે એ ઊંધે માથે લટકતો હતો. એ યાદ કરવા મથ્યો: આમલીના ઝાડ પર બેઠેલો ઘડચો, ખીજડાનું અર્ધું બળી ગયેલું થડ, પાર્વતી ડોસીના કપાળ પરનો ઘા, પોતાના મૂંગા, બહેરા દીકરાની કરુણ કરુણ આંખો, લજ્જાઢાળ્યાં નેણવાળી ષોડશી મુગ્ધા માફો, જીવનનો પ્રથમ મરણશોક, વિયોગ, વદાય – આ બધું હાથમાં આવતાંવેંત જાણે લિસ્સી માછલીની જેમ સરી ગયું. એ બધું સરી ગયું છતાં જાણે ક્યાંક એક ગાંઠ બનીને પીડવા લાગ્યું. પણ આ નરી પીડા નહોતી. જાણે કશુંક પોતાનાથી છૂટું થવા ઇચ્છતું હતું. એના છૂટવાના ઉધામા એને ઉઝરડી જતા હતા. એના ઉગ્ર દાહથી એ બળતો હતો. એ બળતો હતો, છતાં રાખ થઈને ઊડી નહોતો જતો, એ દાહની શિખા જ જાણે એની ચેતના હતી.

ત્યાં એકાએક કશું વિરાટકાય એની તરફ આવતું હોય એવું એને લાગ્યું. એનો પ્રલમ્બ પડછાયો એ હતો ત્યાં સુધી વિસ્તરતો વિસ્તરતો આવવા લાગ્યો. એની અણીથી એ વીંધાઈને ઊંચકાયો, વીંઝાયો, દૂર દૂરના ગ્રહો સાથે એ ઘૂમરડી ખાવા લાગ્યો, એકસરખા કશાક વિલાપનો સૂર એને ઘેરી વળ્યો. એ સૂરમાં જ કશુંક ચીકણું ચીકણું હતું તે એને ચોંટવા લાગ્યું. એના ઘા બહેકી ઊઠ્યા. અપાદપાણિ એ નરી વેદનાનો પિણ્ડ બનીને ઘૂમરડી ખાતો ગયો. એ ઘૂમરડી ખાતાં ખાતાં જ જાણે એ ઓગળતો ગયો. વહેતો ગયો, ઝમતો ગયો – અને આ બધાં રૂપાન્તરો છતાં એના પોતાપણાની ચેતનાની પકડ એના પરથી ઢીલી થઈ નહીં. ગરુડ પોતાના શિકારને લઈને ઊડે તેમ એની ચેતનાના પંજામાં ફસાઈને એ ક્યાંક ને ક્યાંક ફેંકાતો રહ્યો.

ફરી એને જાણે આંખો ફૂટી, એના હાથપગ હાલ્યા, પણ એનો ચહેરો હજી જાણે એને જ વરતાતો નહોતો. એણે જોયું તો એ ધોળા પડછાયાઓના ટોળા વચ્ચે ચાલી રહ્યો હતો. ક્યાંય કશો અવાજ નહોતો, શ્વાસનો ધબકાર નહોતો, પગલાંના પડઘા નહોતા. એ ખૂબ મથીમથીને પોતાના નામની ચીસ પાડવા ઇચ્છતો હતો, પણ હોઠ ખૂલતા નહોતા.

ધીમે ધીમે પ્રકાશનો અણસાર વરતાતો ગયો. તળાવડીનાં પાણી ચમક્યાં, ચીબરી અવાજ કરતી ઊડી ગઈ, કૂકડો જાગ્યો, વૃક્ષો એક પછી એક પ્રકટ થવાં લાગ્યાં. પવનની લહેરખી ચંચળ બનીને દોડવા લાગી, દશેરાની ટેકરીએ માથું ઊંચું કર્યું, ડાંગરની ક્યારડીઓ સળવળી, દૂર ગાડીનો પાવો વાગ્યો. કેડી જીવતી થઈ, એના પર એણે પગને સ્થિર કર્યા. ધીમે ધીમે કેડી પર થઈને એણે ચાલવા માંડ્યું. દિશાઓ પ્રકટ થઈ, ઉપર આકાશની ભૂરાશ દેખાવા લાગી.

હજી ક્યાંય કોઈનો પદસંચાર નહોતો, દૂબળાઓનાં ઝૂંપડાંમાંથી ધૂમ્રસેર નીકળતી નહોતી, ગાય દોહવાનો અવાજ આવતો નહોતો, મન્દિરનો ઘણ્ટ રણકતો નહોતો. આ નિસ્તબ્ધતાની ઓથ લઈને એ ચાલ્યો, વાડમાં ગુપચુપ પ્રવેશ્યો, ઘરમાં પ્રવેશીને બારણું વાસ્યું અને અંદર જઈને ખાટલા પર પડેલા પોતાના ખોળિયાને ઓઢીને સૂઈ ગયો.