કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪. તાદાત્મ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. તાદાત્મ્ય|}} <poem> પોઢી ઝાંખી પ્રિયભુવનમાં છાંયડી પૂર્વજો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Space}} ‘વ્હાલા ! વ્હાલા ! પ્રણયપ્રતિમા બાળુડી આ ત્હમારી.’ | {{Space}} ‘વ્હાલા ! વ્હાલા ! પ્રણયપ્રતિમા બાળુડી આ ત્હમારી.’ | ||
{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ | {{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૬૧)'''|}} | ||
</poem> | </poem> |
Revision as of 08:57, 13 June 2022
૪. તાદાત્મ્ય
પોઢી ઝાંખી પ્રિયભુવનમાં છાંયડી પૂર્વજોની,
ત્હેમાં બેસી ગૂંથતી ઝભલાં સુન્દરી પુણ્યવન્તી :
માતાકંઠે હીંચી હીંચી ઝરે ચન્દ્રિકા ચુંબનોની,
બાલુડાની કુસુમપટ શી શ્વેત મુદ્રા હસન્તી.
ચુંબે-દાબે અમૃતનયનો માતના હસ્તલેખા,
ન્હાની આંખો નિમિષ ઊંડું શું આંખડીમાં નિહાળે :
પાછાં વાળે વળી ધીમાં ચુંબનો માતૃરેખા,
ને સંકેલી નયનકિરણો બાલનું તેજ ભાળે.
આઘે દેશો ગિરિશિખરમાં વ્યોમછાયે પડેલા,
મોંઘી મૂર્તિ શ્રમિત લઈને પ્રાણમાં આવી ઊભા;
હૈયે લીધો તનય, લટને ચુંબનોથી સમારી :
જોયું ચારે દિશ સદનમાં, શૂન્ય સ્થાનો થયેલાં.
ધારે કાન્તિ નવીન, ચૂમતી સુન્દરી બાલશોભા :
‘વ્હાલા ! વ્હાલા ! પ્રણયપ્રતિમા બાળુડી આ ત્હમારી.’
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, ઊર્મિકાવ્યો, પૃ. ૬૧)