કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૭. સોણલાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૭. સોણલાં|}} <poem> સ્નેહીનાં સોણલાં આવે, સાહેલડી ! {{Space}} ઉરનાં એ...")
 
No edit summary
Line 34: Line 34:
{{Space}} ઉરનાં એકાન્ત મ્હારાં ભડકે બળે.
{{Space}} ઉરનાં એકાન્ત મ્હારાં ભડકે બળે.


{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ ૧, ખંડ-૧, પૃ. ૪૪-૪૫)'''|}}
{{Right|'''(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૪૪-૪૫)'''|}}
</poem>
</poem>

Revision as of 09:35, 13 June 2022

૧૭. સોણલાં


સ્નેહીનાં સોણલાં આવે, સાહેલડી !
          ઉરનાં એકાન્ત મ્હારાં ભડકે બળે;
હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી !
          આશાની વેલ મ્હારી ઊગી ઢળે... ધ્રુવ.

ચ્હડ્યું પૂર મધરાતનું, ગાયે ભર સૂનકાર;
ચમકે ચપળા આભમાં,
          એવા એવા છે પ્રિયના ચમકાર: રે સાહેલડી !
          ઉરનાં એકાન્ત મ્હારાં ભડકે બળે.

ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર :
ઊન્હે આંસુ નયનો ભીંજે,
          એવાં એવાં ભીંજે મ્હારાં ચીર: રે સાહેલડી !
          ઊરનાં એકાનત મ્હારાં ભડકે બળે.

અવની ભરી, વનવન ભરી; ઘૂમે ગાઢ અન્ધાર;
ઝબકે મહીં ધૂણી જોગીની.
          એવા એવા છે પ્રિયના ઝબકાર: રે સાહેલડી !
          ઉરનાં એકાન્ત મ્હારાં ભડકે બળે.

ઝીણી જ્યોતે ઝળહળે પ્રિયનો દીપક લગીર;
પડે પતંગ, મહીં જલે,
          એવી એવી આત્માની અધીર : રે સાહેલડી !
          ઉરનાં એકાન્ત મ્હારાં ભડકે બળે.

ખૂંચે ફૂલની પાંદડી, ખૂંચે ચન્દ્રની ધાર;
સ્નેહીનાં સંભારણાં
          એવાં એવાં ખૂંચે દિલ મોઝાર: રે સાહેલડી !
          ઉરનાં એકાન્ત મ્હારાં ભડકે બળે.

(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૪૪-૪૫)